________________
અષ્ટપ્રકરણમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કેનાગાદિથી રક્ષણ કરવા માટે ખાડામાંથી સ્વપુત્રાદિને ખેંચીને પુત્રાદિનું નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાન મનાતો નથી તેમ અલ્પ પણ દોષ ન થાય અને ઉપકારક બને એવો બીજો ઉપાય નહિ હોવાથી રાજ્યપ્રદાનાદિ દોષથી રહિત છે. આ રીતે અહીં ભગવાને જે રાજ્યપ્રદાનાદિ કાર્ય ક્યું છે તે નિર્દોષ જ માનવું પડશે. અન્યથા ભગવાનની પરમતારક દેશના પણ કુધર્માદિમાં નિમિત્ત બનતી હોવાથી તેને પણ દુષ્ટ માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે અલ્પ દોષને કરનારા એવા મોટા ઉપકારના કારણભૂત રાજ્યપ્રદાનાદિને કરનાર શ્રી અરિહન્તપરમાત્મા દોષપાત્ર નથી...૪-૨૨ા
પ્રકારાન્તરે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે –
कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् । तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ॥४-२३॥
શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ બૌદ્ધ એમ કહે છે કે શ્રી તીર્થંકરપરમાત્માનું ચિત્ત સર્વોત્તમ ન હોવાથી તેઓશ્રી મહાન નથી. પરંતુ આ પ્રમાણેનું માયા - પુવીયનું કથન યુક્ત નથી. કારણ કે તૃણ અને મણિ તેમ જ લેણું (માટીનું ઢેકું) અને કાંચનમાં જેમની બુદ્ધિ સમાન છે એવા મહાત્માઓના, સર્વસાવઘયોગથી નિવૃત્તિ પામવા સ્વરૂપ સામાયિકના પરિણામથી; બીજા લોકોએ કલ્પેલું એ કુશલ ચિત્ત શ્રેષ્ઠ નથી. એ કુશલ ચિત્ત અસભૂત અર્થના વિષયવાળું હોવાથી ખરી રીતે એ સંભવતું જ નથી. તેથી તે અસંભવિત
૫૧.