Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ ચિત્તનો અભાવ હોવાથી પરમાત્મા મહાન નથી- એ કથન અયુક્ત છે.... ૫૪-૨૩ા બીજાએ માનેલું કુશલ ચિત્ત અસંભવિત છે જણાવાય છે - - ૫૨ એ स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता । यद्वयं कुशले चित्ते तदसंभवि तत्त्वतः ||४- २४|| ‘‘પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની આશા (ઇચ્છા) અને તે જીવોના અધર્મને સહન કરી લેવાની ભાવના : એ બંન્ને (પરપરિકલ્પિત) કુશલ ચિત્તના વિષય મનાય છે. પરન્તુ તે વાસ્તવિક રીતે સંભવિત નથી.'' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.આશય એ છે કે માયાપુત્રીયે કુશલચિત્તની કલ્પના એ રીતે કરી છે કે – ‘પોતાના ધર્મના કારણે જગતના બધા જ પ્રાણીઓ મુક્ત થાય અને દુર્ગતિના કારણભૂત જે અધર્મ તેમણે આચર્યો છે તેનું ફળ મને મળે – આ રીતે તેમનાં દુઃખો દૂર કરવાની અને તેમને મુક્ત બનાવવાની જે ઈચ્છા છે, તે બે ઈચ્છાથી યુક્ત ચિત્ત કુશલચિત્ત છે.’ - - પરન્તુ એ કુશલચિત્ત વાસ્તવિક રીતે સમ્ભવિત નથી. કારણ કે તેમના જ ગ્રન્થોમાં બુદ્ધોની (તત્ત્વજ્ઞાતાઓની) મુક્તિ જણાવી છે. ગંગાનદીની રેતીના કણો પ્રમાણ બુદ્ધો નિર્વાણ પામ્યા છે – આવી વ્યવસ્થા તેમના આગમમાં જણાવી છે. સ્વધર્મનો અન્ય જીવોમાં અને અન્ય જીવોના અધર્મનો સ્વમાં ઉપસંક્રમ થતો હોત તો બધાની જ મુક્તિ થતી હોવાથી બુદ્ધોની જ મુક્તિ વર્ણવવાનું સંગત નહીં થાય, બધાની જ મુક્તિ વર્ણવવી પડત. આમ છતાં માત્ર ભાવનાના કારણે

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66