Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ નિરાકરણ માટે ગ્રહણ કરેલાં, ભાષાવર્ગણાનાં અને મનોવર્ગણાનાં પુદ્ગલોને આશ્રયીને શ્રીવીતરાગપરમાત્માને ચોથા વચનયોગ અને મનોયોગનો સંભવ માન્યો છે....ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. II૪-૨૫૫ યદ્યપિ વાઘ વગેરેને પોતાનું માંસ આપવા વગેરેના કારણે બુદ્ધનું ચિત્ત અત્યન્ત કુશલ મનાય છે. પરન્તુ શ્રી અરિહન્ન પરમાત્માનું એવું ચિત્ત ન હતું. તેથી તેમનામાં મહત્ત્વ નથી – આવી શંકા કરાય છે; પણ તે અસદ્ગત છે. કારણ કે ઉપર જણાવ્યા મુજબ આ પણ ચિત્ત મોહાનુગત હોવાથી અતિકુશલ નથી..આવા આશયથી જણાવાય છે सत्त्वधीरपि या स्वस्योपकारादपकारिणि । सात्मंभरित्वपिशुना परापायानपेक्षिणी ॥४-२६॥ ‘‘અપકારી એવા વાઘ આદિમાં પોતાના ઉપકારના કારણે બુદ્ધને જે સત્ત્વબુદ્ધિ હતી, તે બુદ્ધના આત્મભરિત્વની ચાડી ખાનારી અને બીજાને થનારા અપાયની અપેક્ષા(વિચારણા)ને નહિ રાખનારી હતી.'' - આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધને; પોતાનું માંસ ખાનાર વાઘ વગેરે અપકારીને વિશે; પોતાના કર્મસ્વરૂપ વનને છેદી નાખવામાં તે સાહાય્ય કરતા હોવાથી જે સત્ત્વ(સારા ઉપકારીપણાની)બુદ્ધિ છે; તે આત્માને- પોતાને- જ (બીજાને નહિ) પુષ્ટ બનાવનારી એકલપેટીવૃત્તિને જણાવનારી છે તેમ જ તે વૃત્તિ; પોતાનું માંસ ખાનારા વાઘ વગેરેના દુર્ગતિમાં જવા સ્વરૂપ અપાયને ન વિચારનારી છે. આ રીતે બુદ્ધની સત્ત્વબુદ્ધિમાં આત્મભરિત્વ ૫૫ -

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66