Page #1
--------------------------------------------------------------------------
________________
મહમોપાધ્યાદીઘુશોવિણજીતગળ વિશિo
જિલ્લાહિgeીશી
એકપરિશીલના
ઉસકલની પૂઆ.ભીળી.વિ. ચન્દ્રગુપ્તી જૂતી,
પ્રકાશક: થી અનેકાન્ત પ્રકાશન
Page #2
--------------------------------------------------------------------------
________________
મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મ. વિરચિત ત્રિશદ્ર ત્રિશિ' પ્રકાશિત
શ્રીજિનમહત્ત્વ બત્રીશી-એક પોરાક
: પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. ના પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. અતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન
પૂ. આ. ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રકાશન = શ્રી અનેકાન્ત પ્રતિરોલિસ હાર
એકે
જ
સ્વ. શ્રીમતી છઠીબેન સિમલજી પદમાજી મેહતા
સાંચોર (રાજ.) C/o. ડૉ. બી. એસ. મેહતા પહેલો પારસીવાડા, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન - ૩૮૬૨૧૧૬/૩૮૬૨૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીજિનમહત્વ બત્રીશી - ૪ આવૃત્તિ - પ્રથમ : પ્રકાશન : "
વિ. સં. ૨૦૧૭ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલિજીઅસ ટ્રસ્ટ
મહા સુદ ૫, સોમવાર L: પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલા રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ,
પુણે કેમ્પ, પુણે - ૪૧૧૦૦૧. ઉંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી ૫, નવરત્ન લેટ્સ
પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ
નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી, અમદાવાદ-૭
અમદાવાદ, ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ કોમલ છાપરીયાશેરી : મહીધરપુરા
સુરત - ૩૯૫૦૦૩
: સૌજન્ય :
એક સદગૃહસ્થ સ્વ. શ્રીમતી છઠીબેન સિમલજી પદમાજી મેહતા
સાંચોર (રાજ.) c/o. ડૉ. બી. એસ. મેહતા પહેલો પારસીવાડા, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન – ૩૮૬૨૧૧૬ ૩૮૬૨૦૦૧
P
: મુદ્રણ વ્યવસ્થા :
કુમાર
૧૩૮- બી. ચંદાવાડી : બીજે માળે : સી.પી. ટેક રોડ, મુંબઈ ૪૦૦૦૦૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
अथ जिनमहत्त्वद्वात्रिंशिका प्रारभ्यते ।
ત્રીજી બત્રીશીમાં ‘માર્ગ’નું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં માર્ગદેશક શ્રી તીર્થંકરભગવન્તનું માહાત્મ્ય વ્યવસ્થાપિત કરાય છે —
-
वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा ।
विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ॥ ४-१॥ આશય એ છે કે આ પૂર્વેની માર્ગબત્રીશીમાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનને માર્ગરૂપે વર્ણવ્યું છે. પરન્તુ જે લોકો શ્રી તીર્થંકરપરમાત્માને મહાન માનતા નથી, તેઓ તેઓશ્રીના પરમતારક વચનને માર્ગસ્વરૂપ નહિ માને; તેથી શ્રીવીતરાગપરમાત્માનું મહત્ત્વ સિદ્ધ કરવા આ બત્રીશી છે. આ બત્રીશીમાં શ્રી તીર્થંકરપરમાત્માનું માહાત્મ્ય અનુમાનપ્રમાણથી સિદ્ધ કર્યું છે. ન્યાયદર્શનની પરિભાષાનો જેમને પરિચય નથી; તેમને આ બત્રીશીમાં જણાવેલી વાત સમજવાનું શક્ય હિ બને. આમ છતાં વચ્ચે વચ્ચે કેટલીક વાતો પ્રયત્નથી સમજી પણ શકાશે. ન્યાયદર્શનની પરિભાષાના જાણકારોને અનુલક્ષીને અહીં મુખ્યપણે વિવરણ છે.
“સમવસરણના ત્રણ કિલ્લા(ગઢ), ઈન્દ્રધ્વજ, ત્રણ છત્ર, ધર્મચક્ર અને ચામરની સમ્પદાના કારણે વિભુ (અનન્તજ્ઞાનાદિમય પરમાત્મા)નું વિભુત્વ નથી. કારણ કે તેવું વિભુત્વ તો માયાવી દેવતા વગેરેમાં પણ સંભવે છે.' આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રીતીર્થંકરપરમાત્મા સૌથી મહાન છે - એમાં કોઈ વિવાદ
૧
-
Page #5
--------------------------------------------------------------------------
________________
નથી. પરન્તુ એ મહત્વ શ્રી તીર્થરનામકર્મના વિશિષ્ટ પુણ્યોદયે પ્રાપ્ત થનારી ત્રણ ગઢ વગેરે બાહ્યસમ્પદાને લઈને નથી. કારણ કે બુદ્ધિમાનોને ચમત્કારનું કારણ બનનારી એ બાહ્યસમ્પદાસ્વરૂપ મહત્ત્વ માયાવી ઈન્દ્રજાળ રચનારાને પણ હોય છે. માત્ર તેવા પ્રકારની બાહ્યસમ્મદાના કારણે જ જો મહત્ત્વ માનવાનું હોય તો તે ઐન્દ્રજાલિક માયાવીમાં પણ માનવાનો પ્રસજ્ઞ આવશે. અને તેથી શ્રી તીર્થંકર પરમાત્મામાં જેમ મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બને છે તેમ માયાવીમાં પણ તેવા પ્રકારની બાહ્યસમ્પદાના કારણે થનારી મહત્ત્વની બુદ્ધિ ધર્મનું કારણ બનશે. આથી જ સમન્તભદ્ર આચાર્યું પણ આ વાત જણાવતાં ફરમાવ્યું છે કે દેવતાઓનું આગમન; આકાશમાં વિહાર (સુવર્ણકમલ ઉપર પગ સ્થાપવા) અને ચામર વગેરે વિભૂતિઓ માયાવી પુરુષોમાં પણ દેખાય છે. તેથી એ વિભૂતિઓને લઈને તમે મહાન છો-એવું અમે માનતા નથી.”
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બાહ્યસંપદા માયાવીમાં હોય તો ધર્મજનક મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરતી નથી. પરન્તુ તીર્થંકરપરમાત્મામાં એ બાહ્યસમ્પડ્યા હોય તો મહત્ત્વની બુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મનું કારણ બને છે. તેથી આ રીતે વ્યક્તિવિશેષની બાહ્યસમ્પદાને ધર્મની પ્રયોજિકા માનવાથી કોઈ જ અતિપ્રસંગ નથી; પરન્તુ આ રીતે વ્યક્તિવિશેષની અપેક્ષાએ બાહ્યસમ્પદાને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કારણ માનીને અતિપ્રસંગનું નિવારણ કરવાનું હોય તો મહત્ત્વબુદ્ધિધની પ્રત્યે દરેક પદાર્થમાં રહેનારા પ્રમેયત્વ
Page #6
--------------------------------------------------------------------------
________________
(ચથાર્થજ્ઞાનની વિષયતા) વગેરે સામાન્યધર્મને કારણ માની મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. પિ, પ્રમેયત્વ દરેક પદાર્થમાં વૃત્તિ હોવાથી તેને લઈને તો સર્વત્ર મહત્ત્વબુદ્ધિ દ્વારા ધર્મની પ્રાપ્તિનો અતિપ્રસંગ આવશે, તેથી પ્રમેયત્વાદિ ધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માની શકાશે નહિ; પરન્તુ અહીં પણ શ્રી વીતરાગપરમાત્મામાં જે પ્રમેયત્વ છે, તે જ મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક છે; એ પ્રમાણે વ્યક્તિવિશેષને આશ્રયીને વિશિષ્ટ પ્રમેયત્વને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાથી એ અતિપ્રસંગનું નિવારણ કરી શકાય છે. અને તેથી પ્રમેયત્વસ્વરૂપે શ્રી વીતરાગપરમાત્મામાં થનારી મહત્ત્વબુદ્ધિથી પણ ધર્મની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. એ અનિષ્ટ પ્રસંગનું નિવારણ કરવા માટે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે કોઈ વિશેષધર્મ જ પ્રયોજક તરીકે માનવો આવશ્યક છે. એ જો ઉપર જણાવ્યા મુજબ બાહ્યસમ્પ્રદા માનીએ તો માયાવીમાં પણ તેવા પ્રકારનું બુદ્ધિમાનોને ચમત્કારનું કારણભૂત મહત્ત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ત્રણ ગઢ, ત્રણ છત્ર અને ચામરાદિ સ્વરૂપ બાહ્યસંપદા તો માયાવીમાં જણાય છે.
આ અતિપ્રસંગના નિવારણ માટે ઉપર જણાવ્યા મુજબ વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ વિશેષધર્મને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું શક્ય ન હોવાથી જ; “કોઈ વાર અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન; નવકલ્પી વિહાર અને નિર્દોષભિક્ષા વગેરેને લઈને સાધુત્વની બુદ્ધિ થાય અને તેમની સ્વચ્છન્દચારિતા તથા ગુરુપારતત્ર્યનો અભાવ વગેરે
૩
Page #7
--------------------------------------------------------------------------
________________
વિશેષતાનું જ્ઞાન ન થાય તો તેવા પ્રકારની સાધુત્વબુદ્ધિથી ત્યાં ધર્મનો અભાવ થતો નથી.' આ પ્રમાણે તે તે ગ્રન્થમાં જણાવ્યું છે – તે સંગત બને છે. કારણ કે વ્યક્તિવિશેષને આશ્રયીને મહત્ત્વપ્રયોજક (મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મની પ્રત્યે પ્રયોજક) કોઈ પણ ધર્મને માનવાનો હોય તો અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન વગેરે ધર્મ; વ્યક્તિવિશેષ(સુસાધુ)માંનો ન હોવાથી તેને લઈને સાધુત્વની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા તે ધર્મની પ્રત્યે પ્રયોજક નહિ બને. અને તેથી તે તે ગ્રન્થમાં જે જણાવ્યું છે કે-‘તેવા સ્થળે ફળનો અભાવ થતો નથી' : આ વાત સંગત નહિ બને. આથી સમજી શકાશે કે વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ પણ ધર્મવિશેષને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું ઉચિત નથી.
ચપિ આ રીતે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિવિશેષગત ધર્મની પ્રયોજતા માનવાની ન હોય તો; સાધુ અને અસાધુના વિશેષધર્મના દર્શનના અભાવમાં સામાન્યથી નિરવધવસતિ વગેરે સામાન્યધર્મને આશ્રયીને સાધુ અને અસાધુ-બંન્નેમાં સાધુત્વની બુદ્ધિએ વંદનાદિ ક્રિયા કરવાથી ફળભેદ(વિશેષ) નહિ થાય; પરન્તુ સામાન્યફળની વિવક્ષામાં જ વ્યક્તિવિશેષગત ધર્મનો નિવેશ કર્યો નથી. અવ્યક્ક્ત(સૂક્ષ્મ)સમાધિ સ્વરૂપ લવિશેષની પ્રત્યે તો વ્યક્તિવિશેષગત ધર્મથી જ ઉત્પન્ન થનારી મહત્ત્વબુદ્ધિ પ્રયોજિકા છે, તેથી કોઈ અનુપપત્તિ નથી.
‘નિરવદ્ય વસતિ, અપ્રતિબદ્ધ વિહાર અને નિર્દોષભિક્ષા આદિના કારણે અસાધુમાં પણ સાધુત્વની
૪
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુમિતિ થાય છે જ; અને ત્યાર બાદ તે અનુમિતિના કારણે તેમને કરાતા વંદનાદિની ક્રિયાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિગત કોઈ ધર્મવિશેષને પ્રયોજક માનતા નથી માટે અસાધુમાં સાધુત્વબુદ્િધથી (અનુમિતિથી) વંદનાદિ ક્રિયાના કારણે ફળની પ્રાપ્તિ થાય છે - એવું નથી' : આ પ્રમાણે જો માનવામાં આવે તો પ્રકૃત સ્થળે ભગવાન શ્રીવીતરાગપરમાત્મામાં પણ અવ્યભિચારી, (અનન્યસાધારણ) એવા વિશિષ્ટ સ્વરૂપથી મહત્વની અનુમિતિ પછી જ તેઓશ્રીના સ્મરણાદિથી ફળની વિશેષ પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે કહી શકાય છે. આથી મહત્ત્વ ન (મૂળ શ્લોકમાં વિમુવં ન આવો પાઠ છે, ત્યાં વિમુત્વ ના સ્થાને મદā આવો પાઠ હોવો જોઈએ) આ પદ પછી
નુમેય આ પદ અધ્યાહારથી સમજવું. તેથી શ્લોકનો અર્થ એ થશે કે-ત્રણ ગઢ, ઈન્દ્રધ્વજ, છત્ર, ધર્મચક અને ચામર વગેરેની સમ્પદાથી પરમાત્માના મહત્ત્વનું અનુમાન ન કરવું. કારણ કે તેવા પ્રકારનું; બુદ્ધિમાનોને ચમત્કાર કરાવનારું મહત્ત્વ તો માયાવી જનોમાં પણ સંભવે છે. - આ રીતે શ્લોકના અર્થમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) નથી. પોતાને છોડીને બીજામાં રહેનારા અભાવના પ્રતિયોગી એવા ગુણવત્તા (અનન્યસાધારણ ગુણ) સ્વરૂપ મહત્ત્વ છે. આવા મહત્ત્વનું અનુમાન બાહ્યપદાથી કરી શકાય નહિ. કાર કે માયાવીમાં જ બાહ્યસમ્પદા હોવા છતાં મહત્ત્વ નથી, તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે પરમાત્મામાં પોતાના
Page #9
--------------------------------------------------------------------------
________________
અસાધારણ ગુણોના કારણે મહત્ત્વ છે. એ ગુણવત્ત્વ (ગુણો)સ્વરૂપ જ અહીં મહત્ત્વ છે. પરમાત્માને છોડીને બીજે બધે એ ગુણોનો અભાવ છે. એ ગુણોના અભાવના પ્રતિયોગી (જેનો અભાવ, તે અભાવનો પ્રતિયોગી) ગુણો છે. તે ગુણો માત્ર પરમાત્મામાં જ છે. અનન્યસાધારણ એવા ગુણોસ્વરૂપ મહત્ત્વ; અન્ય(માયાવી)સાધારણ એવી બાહ્યસમ્પદાથી અનુમાન કરવા યોગ્ય ન જ હોય-એ સ્પષ્ટ છે. ઃિ ... આ ગ્રન્થથી જણાવેલી વાતમાં મહત્ત્વ ન આ પદ પછી મનુમેયમ્ નો અધ્યાહાર કરવો પડે છે, તેથી તેમાં
ટિ ર કહીને અસ્વારસ્ય સૂચવ્યું છે... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. આ૪-૧
બાહ્યસમ્મદાના કારણે પરમાત્માનું મહત્ત્વ નથી, તો ક્યા રૂપથી તે મહત્ત્વ છે – આવી જિજ્ઞાસામાં જણાવાય છે
स्वामिनो वचनं यत्तु संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद् यदभ्यधुः ॥४-२॥
“કુતર્કસ્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યના કિરણ જેવું ન્યાયસંગત અને સંવાદી એવું સ્વામીનું જે વચન છે, તે મહત્ત્વ છે. જેથી શ્રી હરિભદ્રસૂરિમહારાજાએ ફરમાવ્યું છે કે” આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે શ્રી વીતરાગપરમાત્માનું સમર્થન (ફળસાધક) પ્રવૃત્તિને કરાવનારું, સંવાદી અને સ્વાદ્વાદમુદ્રાને અનુસારી એવું જે ન્યાયસદ્ગત વચન છે; તે સ્વરૂપ મહત્ત્વ છે. શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક વચન સ્યાદ્વાદમુદ્રા
Page #10
--------------------------------------------------------------------------
________________
(મર્યાદા)નું અતિક્રમણ કરતું નથી, તેથી તે ન્યાયસંગત છે. સ્યાદ્વાદમુદ્રાનું અતિક્રમણ કરનારા એકાન્તવાદનાં વચનો તત્ત્વને આશ્રયીને અન્યાયસ્વરૂપ છે. એકાન્તવાદની અન્યાયરૂપતા ‘ધર્મધર્મિસમ્બન્ધમેફેનવસ્થાનાત્...' ઇત્યાદિ ગ્રન્થથી જણાવી છે. તેનો આશય એ છે કે રસ્તે ઘટ: કે રòપવાનું ઘટ: (લાલ ઘડો કે લાલરૂપવાળો ઘડો)...વગેરે પ્રયોગસ્થળે રક્ત રૂપ ધર્મ છે, તેનો ધર્મી ઘટ છે. ધર્મ અને ધર્મીનો જે સંબંધ છે (સમવાય...વગેરે) તે સંબન્ધ; ધર્મ અને ધર્મીથી તદ્દન પટ વગેરેની જેમ ભિન્ન છે (જુદો છે)
આ પ્રમાણે કેટલાક એકાન્તવાદી એવા લોકોની માન્યતા છે. તેમના મતે સંબન્ધ; ધર્મ અને ધર્મી બંન્નેમાં હોવાથી રો ઘટ: અને રરૂપવાન્ ઘટ: વગેરે પ્રતીતિ થાય છે. આ રીતે રક્ત રૂપને ઘડામાં રહેવા માટે જેમ સંબન્ધની જરૂર છે તેમ એ સંબન્ધને રક્તરૂપ સ્વરૂપ ધર્મ અને ઘટ સ્વરૂપ ધર્મીમાં પણ રહેવા માટે બીજા સંબન્ધની જરૂર પડશે. આવી જ રીતે તે બીજા સંબન્ધને પણ રહેવા માટે ત્રીજા સંબન્ધની જરૂર પડશે. અને તેથી સમ્બન્ધોની પરંપરા ચાલ્યા જ કરશે, જે અનવસ્થાસ્વરૂપ દોષ છે. આથી સમજી શકાશે કે ધર્મ અને ધર્મીથી સમ્બન્ધને એકાન્તે(સર્વથા) ભિન્ન(જુદો) માનવાથી અનવસ્થા આવે છે.
આવી જ રીતે ધર્મધર્મીના સમ્બન્ધને ધર્મધર્મીથી તદ્દન જ અભિન્ન માનવામાં આવે તો રહો ઘટ: કે રવાન્ ઘટ: ઇત્યાદિ સહપ્રયોગો(સામાનાધિકરણ્યના સૂચક પ્રયોગો)
૭
Page #11
--------------------------------------------------------------------------
________________
વગેરેની અનુપપત્તિ થશે. કારણ કે સામાનાધિકરણ્ય (સમાન અધિકરણમાં રહેવું) કથંચિ(કોઈ પણ રીતે) ભિન્ન અનેક પદાર્થમાં હોય છે. સર્વથા અભિન્ન પદાર્થમાં સામાનાધિકરણ્ય હોતું નથી. તેથી જ ઘટો ઘટ: કે ઘટવાન્ ઘટ: આવા પ્રયોગો ઉપપન્ન નથી. આથી સ્પષ્ટ છે કે ધર્મધર્મીના સંબન્ધને ધર્મધર્મીથી સર્વથા અભિન્ન માનવામાં આ રો ઘટ: કે रक्तवान् ઘટ: ઇત્યાદિ પ્રયોગો ઉપપન્ન નહિ બને. આ પ્રમાણે એકાન્તે ભેદ કે એકાન્તે અભેદ પક્ષમાં દોષ સ્પષ્ટ છે. એકાન્તાભેદપક્ષમાં ઘટો ઘટવાન્ જેમ પ્રયોગ થતો નથી તેમ રhપવાન્ ઘટ ઇત્યાદિ આધાર(ઘટ) આધેય ્રત ૩૫) ભાવને જણાવનારા પ્રયોગાદિની પણ અનુપપત્તિ છે, તે સહપ્રયોગદ્યનુષપત્તે: અહીં અતિ પદથી જણાવ્યું છે.
ચપ ધર્મ અને ધર્મીના સંબન્ધને સર્વથા અતિરિક્ત (ધર્મધર્મીથી ભિન્ન) માનવાથી જે અનવસ્થા આવે છે, તેના નિવારણ માટે એ સંબન્ધને રહેવા જે સંબન્ધ કલ્પાય છે તે સંબન્ધ સ્વત: સમ્બન્ધ છે. તેને રહેવા માટે સમ્બન્ધાન્તરની કલ્પના કરવાની જરૂર નથી કે જેથી અનવસ્થા આવે. પરન્તુ આ રીતે તો વસ્તુની શબલતા (પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનું એક સ્થાને રહેવું) સિદ્ધ થાય છે. સંબન્ધમાં સ્વતઃ સંબદ્ધત્વ અને પરતઃ સમ્બન્ધત્વ માનવાથી શબલત્વ સિદ્ધ જ છે. તેથી વસ્તુમાત્રમાં આ રીતે શબલત્વ માનવું જ ઉચિત છે. એ પ્રમાણે માનવાથી ધર્મધર્મીના સંબન્ધમાં ધર્મધર્માંથી કથંચિદ્ ભિન્નાભિન્નત્વ માનવાનું હોવાથી સર્વથા
૮
Page #12
--------------------------------------------------------------------------
________________
ભિન્નત્વકે સર્વથા અભિન્નત્વ માનવામાં આવતા દોષો નહીં આવે.
કોઈ કોઈ સ્થાને એકાન્ત ભેદ કે એકાન્ત અભેદનો અનુભવ થતો હોવાથી સર્વત્ર વસ્તુમાં ઉપર જણાવ્યા મુજબ શબભત્વ માનવાની જરૂર નથી.' - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે સર્વત્ર વસ્તુમાં શબલત્વનો અનુભવ થતો હોવા છતાં એકાન્તદર્શનના અત્યન્તપરિચયાદિ દોષની પ્રબળતાના કારણે આકાશ અને ઘટ વગેરેમાં એકાન્ત નિત્યત્વ અને અનિત્યત્વ વગેરેનો ભ્રમ થતો હોય છે. એકાન્ત નિત્યત્યાદિના બાધક એવા વિશેષ ધર્મનું દર્શન કરાવવા દ્વારા એ ભ્રમને દૂર કરી શકાય છે. સામે રહેલા સ્થાણુ(ઝાડનું થડ)માં પુરુષત્વનો ભ્રમ શાખાદિના વિશેષ દર્શનથી જેમ દૂર કરી શકાય છે તેમ એકાન્ત નિત્યત્વાદિ પક્ષમાં પ્રાપ્ત થતા વ્યવહારબાધાદિ દોષોના દર્શનથી તે ભ્રમ દૂર કરી શકાય છે..આ બધું અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ન્યાયની પરિભાષાથી પરિચિત જિજ્ઞાસુઓએ આ સાથે પ્રકાશિત વિવરણથી ગ્રન્થની પતિઓ લગાડવી જોઈએ. આથી જ કેટલીક પક્તિઓનું આ ગુજરાતી વિવરણમાં તેનું અક્ષરશઃ વિવરણ કર્યા વિના જ વિવરણ કર્યું છે - એ યાદ
રાખવું.
યદ્યપિ, શ્રી વીતરાગપરમાત્માનું સંવાદિ જે પરમતારક વચન છે, તેને અહીં આ શ્લોકમાં મહત્ત્વસ્વરૂપે વર્ણવ્યું છે તે યોગ્ય નથી. કારણ કે અનન્યસાધારણગુણવત્ત્વસ્વરૂપ તે મહત્ત્વ છે – આ પ્રમાણે આ પૂર્વે પહેલા શ્લોકમાં છેલ્લે વર્ણવ્યું છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પરન્તુ અવચ્છેદ્ય અને અવચ્છેદક તેમ જ લિગ અને લિગી – એ બેમાં સ્યાદ્વાદને આશ્રયીને કથંચિત્ અભેદ હોવાથી એ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે વીતરો महान् संवादिवचनवत्त्वाद् ने वीतरागः संवादिवचनवत्त्वेन महान् અહીં શ્રીવીતરાગપરમાત્મામાં મહત્ત્વને સંવાદિવચનવત્ત્વ હેતુથી સિદ્ધ કર્યું છે અને જણાવ્યું છે. એમાં મહત્ત્વ સાધ્ય છે (લિંગી છે) અને તેમાં હેતુ-સાધન (લિંગ) સંવાદિવચનવત્ત્વ (વચન) છે. સ્યાદ્વાદને આશ્રયીને લિગ (સાધન) અને લિડ્ડી (સાધ્ય) એ બેમાં કથંચિદ્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપ લિડ્સને મહત્ત્વસ્વરૂપે (લિઙ્ગી-સાધ્ય સ્વરૂપે) વર્ણવ્યું છે. તેમ જ वीतरागः संवादिवचनवत्त्वेन महान् આ પ્રતીતિમાં વીતરાગપરમાત્માનું વિશેષણ મહત્ત્વ છે અને મહત્ત્વનું વિશેષણ સંવાદિવચન છે. વિશેષણનું વિશેષણ પ્રથમ વિશેષણમાંની વિશેષણતાનું અવચ્છેદક કહેવાય છે. અને તેનાથી અવચ્છેદ્ય તે વિશેષણતા (વિશેષણ) મનાય છે. આથી સમજી શકાશે કે મહત્ત્વ અવચ્છેદ્ય છે અને તેનું અવચ્છેદક સંવાદિવચન છે. સ્યાદ્વાદને આશ્રયીને એ બંન્નેનો પણ કથંચિદ્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપે મહત્ત્વનું વર્ણન કરવામાં કોઈ અનુપપત્તિ નથી..વગેરે અધ્યાપક પાસેથી સમજી લેવું... II૪-૨ા
પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સંવાદિવચનરૂપે જ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે, તે જણાવાય છે
पक्षपातो न मे वीरे न द्वेष : कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||४- ३ ||
૧૦
-
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે શ્રી મહાવીર પરમાત્માને વિશે મને પક્ષપાત નથી. ગુણની તાત્ત્વિકતાનો વિચાર કર્યા વિના તે તે વ્યક્તિ પ્રત્યે જે રાગ થાય છે, તેને પક્ષપાત કહેવાય છે. એવો રાગ શ્રી વર્ધમાનસ્વામીને વિશે મને નથી. તેમ જ કપિલાદિ(સાખ્યાદિ દર્શનોને માનનારા તે તે દાર્શનિ)ને વિશે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિમદ્ છે, તેમનો મહાપુરુષ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ અવિસંવાદી (યુક્તિમદ) વચનને લઈને છે – એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. I૪-૩
બાહ્યસંપદામાત્રથી પરમાત્માનું મહત્ત્વ નથી, તેનું વ્યવસ્થાપન કરીને હવે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા બાહ્ય વિશિષ્ટ ભાવો પણ પરમાત્મામાં રહેલા મહત્ત્વના પ્રયોજક બને છે, તે જણાવાય છે –
पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः। महत्त्वं महनीयस्य बाह्यमाभ्यन्तरं तथा ॥४-४॥
“પુણ્યોદયના કારણે પ્રાપ્ત થયેલા અને ક્ષાયિકભાવોથી સદ્ગત એવા ભાવોથી; પૂજ્ય પરમાત્માનું બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થંકરનામકર્મ વગેરે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ સંઘયણ, રૂપ, સત્ત્વ, સંસ્થાન અને ગતિ વગેરે જે ભાવો છે – એ ઔદયિકભાવો; જો સાયિક(કર્મના સર્વથા ક્ષયથી પ્રામ) એવા કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ભાવોથી યુક્ત હોય તો તે ઔદયિકભાવોના
Page #15
--------------------------------------------------------------------------
________________
કારણે પણ પરમાત્માનું બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વ મનાય છે. બાહ્ય ઔદિયકભાવોના કારણે બાહ્યમહત્ત્વ અને આભ્યન્તર ક્ષાયિકભાવોના કારણે આભ્યન્તર મહત્ત્વ મનાય છે. માત્ર ઔદયિકભાવાદિ સ્વરૂપ મહત્ત્વ માયાવી વગેરેમાં પણ હોવાથી ઔદિચકભાવિશિષ્ટ ક્ષાયિકભાવ સ્વરૂપ મહત્ત્વ જ કથંચિદ્ બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વના વ્યવહારનો વિષય બને છે. આ રીતે વિશિષ્ટ(ક્ષાયિકજ્ઞાનાદિવિશિષ્ટ) બાહ્યસમ્પ્રદા માયાવી વગેરેમાં ન હોવાથી વ્યભિચાર આવતો નથી.।।૪-૪૫ આભ્યન્તર મહત્ત્વને જણાવનાર બાહ્યસમ્પદાનું મહત્ત્વ તરીકે વર્ણન કરીને હવે તે દૃષ્ટાન્તથી જણાવાય છે बहिरभ्युदयादर्शी भवत्यन्तर्गतो गुणः ।
-
मणेः पटावृतस्यापि बहिर्ज्योतिरुदञ्चति ॥४-५॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે બહાર અભ્યુદયને જણાવનારો અન્તર્ગત ગુણ હોય છે. વસ્ત્રથી આચ્છાદિત એવા પણ મણિની કાન્તિ બહાર ફેલાતી હોય છે. આવી જ રીતે આભ્યન્તર ગુણથી યુક્ત એવી બાહ્યસમ્પદાથી પૂજ્ય શ્રી પરમાત્માનું મહત્ત્વ મનાય છે. ૪-૫
પાંચમા શ્લોકથી શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ; દૃષ્ટાન્તપૂર્વક; બાહ્યસમ્પદાથી અભિવ્યક્ત થતું આન્તરિક ગુણ સ્વરૂપ જણાવ્યું. વસ્ત્રથી આચ્છાદિત હોવા છતાં મણિની બાહ્ય પ્રભાના કારણે જેમ મણિનું આન્તરિક મહત્ત્વ જણાય છે તેમ જ કર્માચ્છાદિત હોવા છતાં વિશિષ્ટરૂપાદિ બાહ્યસમ્પદાના કારણે પરમાત્માનું આન્તરિક ક્ષાયિકભાવના ગુણ સ્વરૂપ મહત્ત્વ જણાય છે. આ પ્રમાણે આ પૂર્વે જણાવીને હવે; પરમાત્માનો
૧૨
Page #16
--------------------------------------------------------------------------
________________
અનન્યસાધારણ સ્વભાવ હોવાથી જ તેઓશ્રીનું મહત્ત્વ છે, જે સ્વભાવની ભિન્નતાને લઈને પરમાત્માનું મહત્ત્વ છે એ સ્વભાવનો ભેદ તીર્થની સ્થાપના વગેરે કાર્યથી મનાય છે તેથી પરમાત્માનું એ મહત્ત્વ કાર્યલિફ્ટક (કાર્યથી અનુમેય) છે, તે જણાવાય છે –
भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा । तथागपि देवस्य भेदोऽन्येभ्यः स्वभावतः ॥४-६॥
‘જેમ અજાત્યરત્ન કરતાં જાત્યરત્ન સ્વભાવથી જ શ્રેષ્ઠ હોય છે તેમ શ્રી તીર્થંકર પરમાત્મા, બીજા બધાની અપેક્ષાએ સ્વભાવથી જ મહાન છે'. - આ પ્રમાણે છઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનન્તાનન્ત જીવોમાં, શ્રી તીર્થંકર પરમાત્મા થવાની યોગ્યતા ખૂબ જ થોડા આત્માઓમાં રહેલી છે. એ પરમતારક આત્માઓની યોગ્યતા બીજા આત્માઓની યોગ્યતાથી જુદી છે. આ ભેદ(ફરક) અનાદિકાળથી છે, તેથી સ્વભાવથી છે. મિથ્યાત્વદશામાં અને અવ્યવહારરાશિમાં પણ આ ભેદ છે.
આ પ્રમાણે સ્વભાવભેદ માનવામાં ન આવે તો અન્યમાં રહેનારા ગુણોની ઉત્પત્તિ પોતામાં થશે. કારણ કે આવી જાતની સ્વભાવસિદ્ધ યોગ્યતા માનવામાં ન આવે તો બીજાના ગુણો જેમ બીજાના આત્મામાં ઉત્પન્ન થાય છે તેમ આપણા પોતાના આત્મામાં થઈ શકશે. પરન્તુ આવું બનતું નથી. તેથી માનવું પડે છે કે પોતાના આત્મામાં પોતાના જ ગુણો ઉત્પન્ન થવાની યોગ્યતા છે, જે અનાદિકાળની છે, દરેક આત્મામાં (પ્રત્યાત્મ) જુદી જુદી છે. એ અસાધારણ યોગ્યતાને લઈને તે તે આત્મામાં
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુણો ઉત્પન્ન થર્તા હોય છે. શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ પણ તેઓશ્રીની અનન્યસાધારણ યોગ્યતાને કારણે છે. અને એ યોગ્યતા પણ અનાદિકાળથી મિથ્યાત્વાદિ દશામાં પણ છે, એ સમજી શકાય છે.
ચપિ બીજાના ગુણોની ઉત્પત્તિ આપણા પોતામાં ન થાય - એ માટે ઉપર જણાવ્યા મુજબની યોગ્યતા માનવાની જરૂર નથી. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે તેનો પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો અભાવ) કારણ છે. ઉત્પત્તિ પૂર્વે કાર્યના સમવાય કારણ એવા તનુ વગેરેમાં કાર્ય પટાદિનો પ્રાગભાવ હોય છે. અન્યના ગુણોનો પ્રાગભાવ અન્યમાં જ છે, આપણામાં નથી. તેથી અન્યના ગુણો અન્યમાં જ ઉત્પન્ન થશે, આપણામાં નહિ. તેથી અન્યના ગુણોની ઉત્પત્તિ સ્વમાં (પોતામાં) ન થાય એ માટે યોગ્યતા માનવાની જરૂર નથી; પરન્તુ સ્વગુણનો પ્રાગભાવ સ્વયોગ્યતાસ્વરૂપ હોવાથી કોઈ દોષ નથી. સ્વનો (પોતાનો) ભાવ એટલે જ સ્વભાવ; એ સ્વપરિણતિ સ્વરૂપ છે. બીજાના ગુણો પોતામાં ઉત્પન્ન થાય એવો સ્વભાવ ન હોવાથી પોતામાં એ ગુણો ઉત્પન્ન થતા નથી. આ રીતે સ્વગુણનો પ્રાગભાવ અને સ્વયોગ્યતા માત્ર સ્વમાં જ હોવાથી સ્વગુણો સ્વમાં જ ઉત્પન્ન થાય છે. આથી સમજી શકાશે કે સ્વગુણાદિનો પ્રાગભાવ; સ્વાદિ-યોગ્યતાપર્યવસિત છે. II૪-૬॥
પરમાત્મામાં અન્યાભિમત મહંત્ત્વાભાવસાધક અનુમાનને જણાવીને તેની દુષ્ટતા જણાવાય છે नित्यनिर्दोषताभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद् घटादावपि वर्त्तते ॥४-७॥
૧૪
-
Page #18
--------------------------------------------------------------------------
________________
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શ્રી વીતરાગ પરમાત્મામાં અનન્યસાધારણ ગુણોની યોગ્યતા સ્વભાવથી જ અનાદિકાળથી હોય છે. કાલાન્તરે એ યોગ્યતાને લઈને તથાવિધ સામગ્રીની પ્રામિથી એ ગુણો પ્રાપ્ત થાય છે. આથી એ સ્પષ્ટ છે કે અનાદિકાળથી (નિત્ય) શ્રીવીતરાગપરમાત્મા મહાન નથી. ગુણની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મામાં દોષો હતા. પાછળથી તેઓ સર્વથા નિર્દોષ અને સમગ્ર ગુણથી પરિપૂર્ણ બન્યા. તેથી તેઓશ્રી મહાન છે. પરંતુ આ રીતે તેઓશ્રીને મહાન માનવાનું ઉચિત નથી. કારણ કે તેઓશ્રી નિત્યનિર્દોષ નથી. “વીતરા નમદા નિત્યનિષત્કામાવા” – આ અનુમાનથી પરમાત્મામાં આપણી જેમ મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. એ અનુમાનને દૂષિત કરતાં શ્લોકમાં તિ તુર્વર:... ઇત્યાદિ ગ્રન્થથી દોષ જણાવાય છે. એનો આશય એ છે કે – નિત્યનિર્દોષ ન હોવાથી પરમાત્મામાં મહત્ત્વ નથી.' - આ પ્રમાણે કહેવું એ યોગ્ય નથી. કારણ કે આવી નિર્દોષતા તો ઘટાદિ પદાર્થોમાં પણ હોવા છતાં ત્યાં મહત્ત્વ મનાતું નથી. જ્યાં જ્યાં નિર્દોષતા (નિત્ય -નિર્દોષતા) છે ત્યાં ત્યાં મહત્ત્વ છે-એ કહેવાનું શક્ય નથી. કારણ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતા હોવા છતાં મહત્ત્વ ન હોવાથી વ્યભિચાર આવે છે.
દોષના અત્યન્તાભાવ સ્વરૂપનિર્દોષતા છે. એ અત્યન્તાભાવરૂપ હોવાથી જ નિત્ય છે. તેથી કેવળ નિર્દોષતા પદથી એ અર્થ (નિત્યનિર્દોષતા) પ્રતીત થતો હોવાથી નિત્ય’ પદ યદ્યપિ વ્યર્થ છે. પરન્તુ નિત્યનિર્દોષતાનો અર્થ એ છે કે દોષસામાન્યનો અત્યન્તાભાવ હોવો જોઈએ અને દોષાત્યનાભાવવ વસ્તુ નિત્ય હોવી જોઈએ. અર્થાત્ નિત્યત્વવિશિષ્ટ (નિત્યત્વ જ્યાં
Page #19
--------------------------------------------------------------------------
________________
રહેતું હોય ત્યાં રહેનાર) નિર્દોષતા વિવક્ષિત છે. તેથી નિત્ય પદ વ્યર્થ નહીં બને. ઘટાદિ પદાર્થમાં યદ્યપિ નિર્દોષતા હોવા છતાં નિત્યત્વ ન હોવાથી નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતાના અભાવના કારણે વ્યભિચાર નહીં આવે, પરન્તુ આકાશાદિ નિત્ય પદાર્થોમાં નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતા હોવાથી ત્યાં વ્યભિચાર આવે છે.
આથી ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે ‘વીતરો ન મહાન્ નિત્યનિયોત્વામાવત્' અહીં મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્ય જ્યાં નિશ્ચિત છે ત્યાં ઘટાદિ (આકાશાદિ) અન્વયદૃષ્ટાન્તમાં નિત્યનિર્દોષત્વાભાવસ્વરૂપ સાધન-હેતુનું વૈકલ્ય છે. મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્યનો અભાવ જે મહત્ત્વસ્વરૂપ છે, તેનો નિશ્ચય જેમાં છે એ પરમાત્મા-ઈશ્વરસ્વરૂપ વ્યતિરેકદૃષ્ટાન્ત ઉભયવાદિસંમત નથી, તેથી દૃષ્ટાન્તાસિદ્ધિ છે. વીતરો ન મહાન્... આ અનુમાનનો કર્તા; વીતરાગને અસિદ્ધ માને તો તેને પક્ષાઽપ્રસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય છે. અને બીજા કોઈ પણ પ્રમાણથી વીતરાગપરમાત્માની સિદ્ધિ કરે તો તે પ્રમાણ કે જે શ્રી વીતરાગપરમાત્મા સ્વરૂપ ધર્મી(પક્ષ-વિશેષ્ય-ઉદ્દેશ્ય)નું ગ્રાહક-સાધક છે, તે પ્રમાણથી જ શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વ પણ સિદ્ધ થવાથી મહત્ત્વાભાવને સિદ્ધ કરવા માટે પ્રયુક્ત એ (નિત્યનિર્દોષત્વાભાવ) હેતુમાં બાધ આવે છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૪-૭ના
-
ઉપર જણાવેલા સાધનવૈકલ્યદોષને દૂર કરવા માટે જણાવેલા ઉપાયને જણાવીને તેનું નિરાકરણ કરાય છે — सात्मन्येव महत्त्वाङ्गमिति चेत् तत्र का प्रमा । पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ॥४-८॥
૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
“આત્મામાં રહેનારી જ (ઘટાદિમાં રહેનારી નહિ) નિત્યનિર્દોષતા મહત્ત્વની પ્રયોજિકા છે. તેનો ઘટાદિમાં અભાવ હોવાથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે-આ પ્રમાણે કહેવામાં કોઈ પ્રમાણ નથી. નિત્યનિર્દોષ પુરુષની કલ્પના કરીને તેમાં મહત્ત્વ માનવું; એના કરતાં તો જે પુરુષના દોષો નાશ પામ્યા છે એમાં જ મહત્ત્વ માનવાનું સારું છે.” - અ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે વીતરાજ ન મદન (મહત્ત્વમાવવાન) નિત્યનિર્દોષત્વામીવાત્ આ અનુમાનમાં ઉપર (સાતમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઘટાદિ અન્વયદૃષ્ટાન્તમાં સાધન-હેતુની વિકલતા જણાવી છે. એ દોષનું નિવારણ કરવા માટે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવને હેતુ માનવો જોઈએ. ઘટાદિમાં રહેનારી નિત્યનિર્દોષતા આત્મામાં રહેનારી નથી. તેથી આત્મામાં રહેનારી નિત્યનિર્દોષતા ઘટાદમાં ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વનો અભાવ ઘટાદિમાં છે જ. આથી ઘટાદિમાં સાધનની વિકલતાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આત્મામાં નિત્યનિર્દોષતા જ પ્રસિદ્ધ (પ્રમાણસિધ) નથી. તેથી, સાધનસ્વરૂપ અભાવ(આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષત્વાભાવ)નો પ્રતિયોગી (આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષ7) પ્રસિદ્ધ ન હોવાથી તેના અભાવ સ્વરૂપ સાધનની (હેતુની) પણ પ્રસિદ્ધિ નથી. આથી સમજી શકાશે કે આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહદ્ પદ પ્રસિદ્ધ હોવાથી તે પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વ કોઈ પણ આત્મામાં માનવાનું
૧૭.
Page #21
--------------------------------------------------------------------------
________________
આવશ્યક છે. તેથી આત્મામાં નિત્યનિષત્વ અપ્રસિદ્ધ નથી. આશય એ છે કે ની વગેરે પદોની પ્રવૃત્તિ (પ્રયોગ) જ્યાં નીલરૂપ વગેરે છે ત્યાં થાય છે. તેથી નીલરૂપ વગેરે, જેમ ની૦ પદ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત મનાય છે તેમ મત પદનું પણ કોઈ એક પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઈએ. કારણ કે પદમાત્ર પ્રવૃત્તિનિમિત્તવાળાં હોય છે. મહત્વ પણ નારિ પદોની જેમ પદ છે. તેથી તેનું પણ કોઈને કોઈ પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઈએ. મહતું પદ જે પ્રવૃત્તિનિમિત્ત છે; તે “આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ છે - આ રીતે મહત પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે આત્મવૃત્તિ - નિત્યનિર્દોષત્વ સિદ્ધ થાય છે. અને તેથી ઘટાદિ અન્વયદૃષ્ટાન્તમાં (નિશ્ચિત-સાધ્ય-મહત્ત્વાભાવવહ્માં) આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ પણ સિદ્ધ છે – એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વને માની તેના આશ્રય તરીકે પુરુષાન્તરની કલ્પના કરવા કરતાં જેમના દોષોનો ધ્વંસ થયો છે, તે પુરુષના ધ્વસ્તદોષત્વ ને જ મહત્ પદની પ્રવૃત્તિના નિમિત્ત સ્વરૂપે માનવાનું ઉચિત છે. કારણ કે નિત્યનિર્દોષત્વાભાવ અત્યતાભાવસ્વરૂપ હોવાથી નિત્યસ્વાઘિટિત છે. તેથી તેની અપેક્ષાએ ધ્વસ્તદોષત્વ ને મહા પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે માનવામાં લાઘવ છે. એ પ્રમાણે માનવાથી નિત્યનિર્દોષત્વ (આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ)ની અપ્રસિદ્ધિથી તેના અભાવની પણ અપ્રસિધિથવાથી વીતરાનો न महान् आत्मवृत्तित्वविशिष्ट-नित्यनिर्दोषत्वाभावात् ॥
(૧૮
Page #22
--------------------------------------------------------------------------
________________
અનુમાનમાં હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહત્ પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વ(ચાવદ્દોષોના ધ્વંસ)ને માનવાથી તે તે દોષોના ધ્વંસને એટલે કે અનન્ત દોષÜસોને અથવા તે ધ્વંસોના સમુદાયને મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત માનવું પડે છે. તેની અપેક્ષાએ તો દોષસામાન્યના અત્યન્તાભાવ સ્વરૂપ એક જ નિર્દોષત્વને મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત માનવામાં લાઘવ છે. અને તેથી એમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ હેતુ અસિદ્ધ નહિ બને. કારણ કે નિત્યનિર્દોષત્વ પ્રસિદ્ધ થવાથી ઉપર જણાવ્યા મુજબ તેનો અભાવ પણ પ્રસિદ્ધ થશે. પરન્તુ ખરી રીતે પદપ્રવૃત્તિનિમિત્ત માત્ર પદાર્થાન્તરને સિદ્ધ કરવા સમર્થ નથી. કારણ કે કોઈ પદ જોઈને લોકમાં પદાર્થની કલ્પના કરાતી નથી, પણ પદાર્થ જોઈને આસપુરુષાદિના વચનાદિના અનુસારે પદનો વ્યવહાર પ્રવર્તે છે. તેથી મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વને સિદ્ધ કરવાનું શક્ય ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.।।૪-૮૫
જેમના દોષોનો સર્વથા ધ્વંસ થયો છે તેઓમાં રહેલું ‘વસ્તદોષત્વ’ મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત છે - એ પ્રમાણે જણાવીને એ ધ્વસ્તદોષત્વમાં શ્રી સમન્તભદ્રાચાર્યે જણાવેલ પ્રમાણ જણાવાય છે. અન્યથા આત્મામાં જેમ નિત્યનિર્દોષત્વ અસિદ્ધ છે તેમ ધ્વસ્તદોષત્વ પણ ક્યાં સિદ્ધ છે ? આવી શંકાનો સંભવ છે. તેથી ‘ધ્વસ્તદોષત્વ’માં પ્રમાણ બતાવાય છે – दोषावरणयोर्हानिर्निः शेषास्त्यतिशायनात् ।
क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥४-९॥
૧૯
Page #23
--------------------------------------------------------------------------
________________
જેમ મલયના હેતુથી સુવર્ણાદિના બાહ્ય અને આભ્યન્તર મલનો ક્ષય થાય છે તેમ રાગાદિ દોષો અને જ્ઞાનાવરણીયાદિ કર્મસ્વરૂપ આવરણોની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે, કારણ કે તેમાં તરતમતા છે આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ : એ બંન્નેની હાનિ(ક્ષય-હાસ)માં દરેક જીવને આશ્રયીને તરતમતા (ઓછી-વધારે) દેખાય છે તેથી તે બંન્નેની હાનિ કોઈ આત્મામાં સર્વથા હોય છે. તેમાં સુવર્ણના મલને દૃષ્ટાન્ત તરીકે સમજવું. જેમ સુવર્ણમાં કોઈનામાં ઓછો; કોઈનામાં વધારે મલ હોવાથી મલની હાનિ તરતમતાવાળી જણાય છે અને તેથી તે મલની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે તેમ જીવમાં કોઈનામાં રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ ઓછા-વધતા પ્રમાણમાં હોવાથી તેની હાનિ તરતમતાવાળી છે. તેથી કોઈ જીવમાં એ હાનિ સર્વથા થાય છે ત્યારે એ જીવમાં ધ્વસ્તદોષત્વ મનાય છે અને તે ધ્વસ્તદોષ આત્મા મહાન મનાય છે.
અહીં નૈયાયિકોની દૃષ્ટિએ અનુમાનનું સ્વરૂપ જણાવીને તેના નિરાકરણ માટે યદ્યપિ ઇત્યાદિ ગ્રન્થ છે. એનો આશય એ છે કે; ટોપાવળે, નિ:શેષજ્ઞાનિપ્રતિયોનિની, તારતમ્યવદ્ધાનિપ્રતિયોશિāાત્-આ અનુમાનમાં દોષાવરણ પક્ષ છે. નિ:શેષહાનિ-પ્રતિયોગિત્વ સાધ્ય છે અને તારતમ્યવહાનિપ્રતિયોગિત્વ હેતુ છે. જેની હાનિ થાય છે તે હાનિના પ્રતિયોગી છે અને તેમાં (પ્રતિયોગીમાં) પ્રતિયોગિત્વ છે. ઉપર જણાવેલા અનુમાનમાં છદ્મસ્થના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં નિ:શેષહાનિનું પ્રતિયોગિત્વ સ્વરૂપ સાધ્ય ન હોવાથી બાધ આવે છે. શ્રી વીતરાગપરમાત્માના દોષાવરણને પક્ષ માનીએ
२०
Page #24
--------------------------------------------------------------------------
________________
તો ત્યાં તારતમ્યવહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ હેતુ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ આવે છે. તેમ જ વીતરાગ પરમાત્મામાં દોષાવરણ ન હોવાથી પક્ષાપ્રસિદ્ધિ દોષ આવે છે.
વચિત્ હેતુ અને સાધ્યનું અસ્તિત્વ હોવાથી ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ ન આવે પરંતુ સાધ્યના આશ્રય તરીકે કોઈને પણ નિશ્ચિત ર્યા વિના સાધ્યનું આપાદન કરવાથી દિગ્ગાગના મતમાં પ્રવેશ થતો નથી એમ બનતું નથી. અર્થાઃ દિસાગના મતમાં પ્રવેશ થવાથી સ્વસિદ્ધાન્તની હાનિ થાય છે. ક્ષણિકવાદ(બૌદ્ધ)ને પ્રતિક્ષણ સર્વ વસ્તુની ભિન્નતા હોવાથી સન્તાનની અપેક્ષાએ જ ઐક્ય પ્રસિદ્ધ છે. જ્યારે નૈયાયિકાદિને તો સર્વત્ર ક્ષણિકતા અભિપ્રેત ન હોવાથી સાધ્યાશ્રયનો નિર્ણય કરીને જ પરને માટે સાધ્યને સિદ્ધ કરવાની આવશ્યકતા છે, જે વિત્ પદના ગ્રહણથી શક્ય બનતું નથી. દિગ્રાગમતમાં પ્રવેશ ન થાય : એ માટે સ્વવત્ પદનું ગ્રહણ ન કરીએ તો ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ દોષો છે જ - એ સમજી શકાય છે. સ્વરિ...દ્રિનામતપ્રવેશ:’ - આ ગ્રન્થનું તાત્પર્ય મને જે રીતે સમજાયું તે રીતે ઉપર મેં જણાવ્યું છે. આ ગ્રન્થનું તાત્પર્ય ત્રિશત્ ત્રિશિલ્લા ભા. ૧ (પ્રકાશક :- દિવ્યદર્શન ટ્રસ્ટ - ધોળકા)માં ભાવાનુવાદકારે નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. | | આ દોષોનું વારણ વિત’ પર લગાવવાથી પણ નથી થઈ શકતું. એટલે કે કો'ક આત્મામાં રહેલા દોષ અને આવરણને પક્ષ તરીકે લેવામાં આવે તો પણ એ દોષ દૂર થતા નથી. એમાં પણ પૂર્વોક્ત દલીલ જ જાણવી. એટલે કે જો ક્વચિત્ તરીકે અવીતરાગ જીવ લેવાનો હોય તો બાધ દોષ અને વીતરાગ જીવ
Page #25
--------------------------------------------------------------------------
________________
લેવાનો હોય તો એસિદ્ધિ દોષ.) વળી આ આપત્તિ પણ જે દોષ-આવરણ વ્યક્તિઓથી જુદી કરીને પછી એ વ્યક્તિ અંગે આપીએ છીએ એવું નથી. માટે દિનાગના મતમાં પ્રવેશ થઈ જવાનો પણ પ્રશ્ન નથી. એટલે બાધ અને અસિદ્ધિ દોષ ઊભા જ છે.]
યદ્યપિ આ પૂર્વે જણાવેલા બાધ અને સ્વરૂપાસિદ્ધિ વગેરે દોષોનું વારણ કરવા તોષાવર, નિ:શેષતાનિપ્રતિયોગિનાતી તારતમ્યવથાનિપ્રતિયોજિત્વા પ્રતિનિસ્વમવત, અર્થાત્ દોષ અને આવરણ, નિશેષાનિના પ્રતિયોગીમાં રહેનારી જાતિવાળા છે. કારણ કે તરતમતાવાળી હાનિના એ પ્રતિયોગી છે. દા. ત. વર્તમાન સુવર્ણનો મલ. - આ પ્રમાણે અનુમાન કરવાથી બાધ વગેરે કોઈ દોષ નહિ આવે. કારણ કે કોઈ પણ દોષાવરણમાં (દોષ અને આવરણમાં) નિઃશેષહાનિના પ્રતિયોગી એવા દોષ અને આવરણની જાતીયતા (દોષત્વ અને આવરણ7) પ્રસિદ્ધ હોવાથી બાધ નથી આવતો. અને છસ્થના દોષાવરણમાં તારતમ્યવધાનિપ્રતિયોગિત્વ હોવાથી અસિધિદોષ પણ આવતો નથી.પરન્તુ એ અનુમાનથી તો જે જાતિ સિદ્ધ થશે તે દોષ, આવરણ, સુવર્ણમલ : આ ત્રણમાં રહેનારી જાતિ તરીકે પાધિત્વજાતિની સિદ્ધિ થશે. તેથી દોષ અને આવરણ માત્રમાં રહેનારી જાતિને સિદ્ધ કરનારાને અર્થાન્તરદોષનો પ્રસંગ આવશે. તે ઉપર જણાવેલા અનુમાનથી દોષત્વ અને આવરણત્વ જાતિની જ સિદ્િધ થાય છે – એમ માની લઈએ તો સુવર્ણમલ સ્વરૂપ દૃષ્ટાન્તમાં દોષત્વાદિજાતિ ન હોવાથી દૃષ્ટાન્તમાં સાધ્યવિકલતા આવે છે. આથી સમજી શકાશે કે તોષાવાર
(૨૨)
Page #26
--------------------------------------------------------------------------
________________
निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वात् ઈત્યાદિ અનુમાનમાં પક્ષવિવેચનમાં બાધાસિદ્ધિ દોષનો પ્રસંગ આવે છે, તેનું નિવારણ કરવા તથાપિ હોષત્વમાવરળત્વમ્.. ઈત્યાદિ ગ્રન્થથી અનુમાનનું સ્વરૂપ સ્પષ્ટપણે જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે -ોષત્વમવરળવંચ, निःशेषक्षीयमाणवृत्ति, देशतः क्षीयमाणवृत्तिजातित्वात् સ્વર્ણમત્વવત્ - આ પ્રમાણે અનુમાનનું તાત્પર્ય હોવાથી કોઈ દોષ નથી. કારણ કે તારતમ્યવહાનિના પ્રતિયોગી એવા દેશથી (અંશત:) ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી દોષત્વ અને આવરણત્વ જાતિમાં; દેશથી ક્ષય પામતા દોષ અને આવરણમાં રહેનારી જાતિમાં વૃત્તિ (રહેનાર) એવું જાતિત્વ છે તેમ જ શ્રીવીતરાગપરમાત્માના નિ:શેષક્ષીયમાણ દોષ અને આવરણમાં પણ દોષત્વ અને આવરણત્વ વૃત્તિ હોવાથી તેમાં ‘નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ’' સ્વરૂપ સાધ્ય પણ છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ બાધ કે અસિદ્ધિ દોષ આવતો નથી..ઈત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઈએ. ૪-૯
શ્રીતીર્થંકરપરમાત્મા જગત્કર્તા ન હોવાથી તેમનામાં મહત્ત્વ કઈ રીતે મનાય – આ શંકાનું નિરાકરણ કરાય છે— इत्थं जगदकर्त्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् ।
कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ॥४- १० ।। ‘‘દોષ અને આવરણના સર્વથા ધ્વંસને લઈને પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ થવાથી પરમાત્મા જગત્કર્તા ન હોવા છતાં તેઓશ્રીમાં મહત્ત્વના અભાવનું નિરાકરણ થાય છે. કારણ કે કાર્યમાં; વિશેષ-સ્વરૂપ જ કર્તાનું પ્રયોજ્યત્વ દેખાતું હોવાથી
૨૩
Page #27
--------------------------------------------------------------------------
________________
જગત્કર્તા જ સિદ્ધ નથી.” આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વના કારણે પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ હોવાથી પરમાત્મા ને મહાનું નાસ્તૃત્વાન્ કર્માધિવત્ આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ નહિ થાય. કારણ કે જગત્કર્તુત્વ કોઈ પણ વ્યક્તિમાં સિદ્ધ નથી.
યદ્યપિ સિત્યાવિ સર્જી શાર્વત્થાત્ વટાદ્વિવત્ આ અનુમાનથી જગત્કર્તા સિદ્ધ થાય છે. જ્યાં જ્યાં કાર્યત્વ છે (જન્યત્વ છે) ત્યાં ત્યાં સકર્તૃત્વ હોય છે. ઘટાદિમાં કાર્યત્વ છે તેથી ત્યાં કુલાલાદિનું (કુંભારાદિનું) કર્તુત્વ છે. આવી જ રીતે પૃથ્વી વગેરેમાં કાર્યત્વ હોવાથી ત્યાં પણ કોઈનું પણ કર્તૃત્વ હોવું જ જોઈએ. પૃથ્વી વગેરેમાં આપણા સૌનું કર્તુત્વ ન હોવાથી પૃથ્વી વગેરેનો જે કર્તા છે, તે જ જગત્કર્તા છે – એ સિદ્ધ થાય છે. પરંતુ ફિત્યાદિ (પૃથ્વી વગેરે)માં કાર્યત્વ ભલે રહ્યું (હેતુ ભલે હોય) પરન્તુ સકતૃત્વ(સાધ્ય) તેમાં માનતા નથી.' - આવી શંકા(વ્યભિચારશંકા)ને દૂર કરવા માટે કોઈ તર્ક ન હોવાથી અનુમાન પ્રયોજક નહિ બને.
યદ્યપિજ્યાં કાર્યત્વ છે ત્યાં કર્તૃપ્રયોજ્યત્વ છે અને જ્યાં કર્તૃપ્રયોજ્યત્વનો અભાવ છે ત્યાં કાર્યત્વનો અભાવ છે – આ નિયમથી કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે-એ સ્પષ્ટ છે. ક્ષિતિ વગેરે કાર્યમાં કાર્યત્વ માનીએ અને કર્તૃપ્રયોજ્યત્વ (સકર્તુત્વ) ન માનીએ તો ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે - આવો સામાન્યથી કાર્યકારણભાવ માની શકાશે નહિ. તેથી એ કાર્યકારણભાવના અનુરોધથી સિત્યાદિમાં
= ૨૪
Page #28
--------------------------------------------------------------------------
________________
સકર્તૃકત્વ માનવાનું આવશ્યક છે. આ કાર્યકારણભાવ જ ઉપર જણાવેલા અનુમાનનો પ્રયોજક છે. આથી સમજી શકાશે કે જગત્કર્તૃત્વરૂપ સાધ્યની અપેક્ષાએ જગદકર્તૃત્વસ્વરૂપ વિપક્ષનો બાધ કરનાર કાર્યસામાન્ય અને કર્માંસામાન્યનો કાર્યકારણભાવસ્વરૂપ અનુકૂળ તર્ક છે. ‘ક્ષિત્યાદિમાં કાર્યત્વ હોય અને સકર્તૃત્વ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ કાર્ય અને કર્તા સામાન્યનો કાર્યકારણભાવ નહિ થાય' - આવા પ્રકારનો અનુકૂળ તર્ક હોવાથી ક્ષિત્યાવિ સસ્તું જાયંત્વાત્ ઘટાવિવત્ આ અનુમાન અપ્રયોજક નથી. પરન્તુ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે – એવા સામાન્યથી કાર્યકારણભાવમાં જ કોઈ પ્રમાણ નથી. કારણ કે ઘટાદિ કાર્યની પ્રત્યે ફુલાલ વગેરે વિશેષકર્તા જ પ્રયોજક બનેલા દેખાય છે. તેથી ઘટાદિમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા કુલાલાદિ વિશેષકર્તામાં જ હોવાથી એ કારણતાનો અવચ્છેદક; ફુલાલાદિ વિશેષકર્તામાં જ રહેનાર ધર્મને મનાય છે, જે ધર્મ; ક્ષિતિ મેરુ વગેરે (જેમનો કર્તા અપ્રસિદ્ધ છે) પદાર્થમાં રહેતો ન હોવાથી તેનાથી (ક્ષિતિ વગેરેથી) વ્યાવૃત્ત જાતિવિશેષરૂપ છે.
શ્લોકમાં તૃપ્રયોજ્યસ્ય - આ પદ છે તેનો અર્થ તૃનન્યતાવ છેવસ્વ આ પ્રમાણે ટીકામાં કર્યો છે. એનો આશય એ છે કે કર્તામાં રહેલી જનકતા(કારણતા)નિરૂપિત જન્યતા(કાર્યતા)વચ્છેદક; કર્તૃપ્રયોજ્ય(કર્તૃપ્રયોજ્યત્વ સ્વરૂપ) છે. ‘આ(ઘટાદિ) કાર્ય સતૃક છે અને આ(ક્ષિત્યાદિ) કાર્ય સર્ક્ટક નથી' - આ પ્રમાણેના પ્રમાણભૂત વ્યવહારથી ઘટાદિ કાર્યમાં કુલાલાદિ કર્તાના પ્રયોજ્યત્વવિશેષનું જ ગ્રહણ થતું
૨૫
Page #29
--------------------------------------------------------------------------
________________
હોવાથી, ‘કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે' - એ કહી શકાય એવું નથી. તેથી સિત્યાદ્રિ સતૃમ્ ...ઈત્યાદિ અનુમાન
પ્રયોજક નથી.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યની પ્રત્યે ફુલાલાદિ તૃવિશેષપ્રયોજ્યત્વ દેખાતું હોવા છતાં વિશેષત: કાર્યકારણભાવની જેમ સામાન્યત: કાર્યકારણભાવ પણ માનવો જોઈએ. કારણ કે ‘જે બેમાં વિશેષથી કાર્યકારણભાવ હોય છે; તે બેમાં સામાન્યથી પણ કાર્યકારણભાવ હોય છે' – એવો નિયમ છે. તેથી કાર્યમાત્રની પ્રત્યે કર્વાસામાન્યને કારણ માનવાથી ક્ષિત્યાવિ સસ્તુંમ્ ...ઈત્યાદિ અનુમાન અપ્રયોજક નથી. પરન્તુ વ્યાપ્ય(વિશેષ)ધર્મથી જો કાર્યકારણભાવ શક્ય હોય તો વ્યાપકધર્મથી (સામાન્યધર્મથી) કાર્યકારણભાવ મનાતો નથી. વિશેષ(વ્યાપ્ય)ધર્મથી સામાન્ય(વ્યાપક)ધર્મ અન્યથાસિદ્ધ મનાય છે. અન્યથા; ઘટ અને દંડનો, ઘટત્વ અને દંડત્વ સ્વરૂપ વ્યાપ્યધર્મથી કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી એની અપેક્ષાએ વ્યાપક એવા દ્રવ્યત્વાદિ સામાન્યધર્મથી પણ કાર્યકારણભાવ માનવો પડશે. આથી સમજી શકાશે કે કાર્યમાત્રની પ્રત્યે કર્ત્તસામાન્ય કારણ છે : એ કહી શકાય એમ નથી. તેથી ઘટાદિ કાર્યવિશેષની પ્રત્યે ફુલાલાદિ કર્તાવિશેષનું જ પ્રયોજ્યત્વ હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર (એવા, ફુલાલ વગેરેમાં રહેનાર ) જાતિવિશેષસ્વરૂપે જ કુલાલાદિ કર્તાને ઘટાદિ કાર્યની પ્રત્યે કારણ મનાય છે. આ રીતે સામાન્યથી કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી ક્ષિત્યાદ્રિ સતૃ ાત્વાર્ આ અનુમાન
અપ્રયોજક છે.
૨૬
Page #30
--------------------------------------------------------------------------
________________
જોકે ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજ્યત્વવિશેષ જાતિ પણ પ્રસિદ્ધ નથી. કારણકે પૃથ્વીત્વ વગેરે જાતિની સાથે સાંક્ય આવે છે. પૃથ્વીત્વને છોડીને કપ્રયોજયત્વવિશેષ જાતિ સંયોગાદિમાં રહે છે અને એ વિશેષ જાતિને છોડીને પૃથ્વીત્વ ક્ષિતિ વગેરેમાં રહે છે. તેમ જ ઘટાદિમાં એ બંને જાતિઓ રહે છે. (પરસ્પરના અભાવમાં જે જાતિઓ રહેતી હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય જેમાં હોય તે જાતિમાં સાર્થ આવે છે.) આ રીતે ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજયત્વવિશેષ જાતિ, સાર્થના કારણે માની શકાશે નહિ. પરંતુ ઉપાધિ(ઘટત્યાદિ જાતિને છોડીને સામાન્ય ધર્મ) સાંક્ય જેમ દોષાધાયક નથી તેમ જાતિસાર્થ પણ દોષાધાયક ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં (ક્ષિત્યાદિ -વ્યાવૃત્ત) કર્તૃપ્રયોજયત્વવિશેષ જાતિ માની શકાશે. આશય એ છે કે ભૂતત્વ(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ: આ પાંચમાં રહેનાર ધર્મવિશેષ)ને છોડીને ગાયત્વ મનમાં છે. વેગાશ્રયત્નને છોડીને ભૂતત્વ આકાશમાં છે અને ભૂતત્વ અને વેગાશ્રયત્ન : બંને પૃથ્વી વગેરે ચારમાં છે. આ પ્રમાણે ભૂતત્વ અને વેગાશ્રયત્નમાં સાંક્યું હોવા છતાં જેમ ભૂતત્વ અને વેગાયત્વ: બંને ઉપાધિ મનાય છે તેમ સાંક્યું હોવા છતાં જાતિ માનવામાં કોઈ દોષ નથી - આ પ્રમાણે તમારા જ (નવીન તૈયાયિકોએ) લોકોએ જણાવ્યું છે.
જોકે પ્રાચીન નૈયાયિકો સાંક્યને દોષાધાયક માનતા હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર અને ઘટાદિ કાર્યમાં રહેનાર એવા કર્તૃપ્રયોજ્યત્વવિશેષ સ્વરૂપ જાતિની સિદ્ધિ થતી નથી,
(૨૭)
Page #31
--------------------------------------------------------------------------
________________
તેથી તેને કાર્યતાવચ્છેદક મનાશે નહિ. ઘટાદિ કાર્યમાં રહેનાર કાર્યત્વને જ કાર્યતાવચ્છેદક માનવું જોઈએ. જેથી કાર્યસામાન્યની પ્રત્યે કાર્યત્વ અને કર્તૃત્વ સ્વરૂપે કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી સિત્યાદ્રિ સર્તુમ્ ...આ અનુમાન અપ્રયોજક નથી. પરંતુ યા કાર્ય ત ાં (જે કાળે કાર્ય છે, તે કાળે કર્તા છે.) આવા પ્રકારના કાલિકસંબન્ધઘટિત કાર્યકારણભાવમાં કાલિકસંબન્ધથી કાર્યત્વ ઘટત્વ, પટવાદિ અનેક ધર્મસ્વરૂપ હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે કાર્યત્વને નહિ માની શકાય. જ્યાં જ્યાં ઘટાદિ કાર્ય છે, ત્યાં ત્યાં તેની અવ્યવહિત પૂર્વે કુલાલાદિની કૃતિ હોય છે. તેથી ઘટાદિકાર્યોમાં કૃત્યવ્યવહિતોત્તરત્વ છે, તેને જ ઘટાદિ કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવો જોઈએ. જોકે કૃત્યવ્યવહિતોત્તરત્વ પણ જાતિ ન હોવાથી તેને ઘટાદમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવાનું ઉચિત નથી. પરન્તુ
સ્વાશ્રય(કૃતિત્વાશ્રયકૃતિ)પ્રયોજ્યત્વ વગેરે પરમ્પરાસંબધથી કૃતિત્વ જાતિને ઘટાદિમાં રહેલી કાર્યતાની અર્થાત્ કર્તામાં રહેલી જનકતાનિરૂપિતજન્યતાની અવચ્છેદક માનવી જોઈએ. આથી સમજી શકાશે કે કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય : એ બેમાં કાર્યકારણભાવ સિદ્ધ ન હોવાથી સિત્યાદ્ધિ કાર્ય–ાત્ ઈટાતિવત્ આ અનુમાન પ્રયોજક નથી..૪-૧ના
ઉપર જણાવ્યા મુજબ કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય : એ બેમાં કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી ક્ષત્યાતિ સર્જીવ વાર્યત્વદ્ આ અનુમાન અપ્રયોજક છે – એમ માનવાની જરૂર નથી. કારણ કે સિત્યાદિમાં કાર્યત્વ (હેતુ) હોય અને સકતૃત્વ ન હોય તો જ સત્ત્વ અને કર્ણાસામાન્ય : એ બેનો
૨૮)
Page #32
--------------------------------------------------------------------------
________________
કાર્યકારણભાવ સદ્ગત નહિ થાય. - આ પ્રમાણે અનુકૂળ તર્ક હોવાથી એ અનુમાન પ્રયોજક છે. આશય એ છે કે ઘટસામાન્યની પ્રત્યે પાલસામાન્ય કારણ છે. ત્યાં જેમ કપાલસામાન્યમાં રહેનારી કારણતાથી નિરૂપિત, ઘટમાં રહેનારી કાર્યતા, ઘટત્વથી અવચ્છિન્ન છે અર્થાએ કાર્યતાનો અવચ્છેદક ઘટત્વજતિસ્વરૂપ ધર્મ છે તેમ દ્રવ્યમાત્રમાં રહેનારી કારણતા (સમવાધિકારણતા)થી નિરૂપિત; જન્યસત્ (દ્રવ્ય,ગુણ અને કર્મ)માં રહેનારી કાર્યતાનો અવચ્છક ધર્મ જન્યસત્ત્વ સિદ્ધ છે. એ સ્વરૂપે જન્યસત્ અને કર્તાસામાન્યને કાર્યકારણભાવ માની શકાશે. અને તેથી જન્યસત્ એવા પૃથ્વી વગેરેનો જે કર્તા છે તે જગત્કર્તા પરમાત્મા છે : એ સિદ્ધ થાય છે. શ્રી વીતરાગ પરમાત્માને જગાઁ માનતા ન હોવાથી તે મહાન નથી-આ પ્રમાણે કહેવામાં આવે તો, તેનું સમાધાન જણાવાય છે – कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनाऽपि तद्भवेत् । ज्ञानस्यैव च हेतुत्वे सिद्धे न: सिद्धसाधनम् ॥४-११॥
“કાર્યમાત્રની પ્રત્યે કર્તૃત્વરૂપે કત્તને કારણે માનીએ તો જ્ઞાતૃત્વસ્વરૂપે જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કાર્યમાત્રની પ્રત્યે જ્ઞાનની કારણતાને સિદ્ધ કરવામાં આવે તો અમારે (જૈનોને) સિદ્ધસાધન આવશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, “વાછિનतादात्म्यसम्बन्धावच्छिन्नजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नजन्यता (द्रव्यगुणकर्मनिष्ठा); यत्किञ्चिद्धर्मावच्छिन्ना, कार्यतात्वाद् कपालत्वावच्छिन्नतादात्म्यसम्बन्धावच्छिन्न
Page #33
--------------------------------------------------------------------------
________________
जनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नघटत्वावच्छिन्नઘટનિષ્ટનન્યતાવર્’-આ અનુમાનથી સિદ્ધ એવા જન્યસત્ત્વરૂપે કાર્યમાત્રની પ્રત્યે કર્તાને કારણ માનીએ તો જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે યવા ખન્વસત્ તવા વતાં આ વ્યામિ(નિયમ)ની જેમ યા ખન્યસત્ તા જ્ઞાતા આ વ્યામિ પણ છે. આથી આ રીતે અનેક કાર્યકારણભાવની કલ્પના કરવાનું પ્રામાણિક નથી. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ ન હોવાથી તે સ્વરૂપે પરમાત્માને ન માનવા છતાં પરમાત્મામાં મહત્ત્વ માનવામાં કોઈ જ દોષ નથી.
‘‘ઘટાદિ કાર્યની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ એ કારણ છે. જેને એવું પ્રત્યક્ષ નથી તેને ઘટાદિ કાર્યની ઉત્પત્તિ કરવાનું શક્ય બનતું નથી. સામાન્યથી; આ પ્રમાણે વિશેષ રીતે વિશિષ્ટ સ્થળે કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે ત્યારે જો વ્યભિચારનું જ્ઞાન ન હોય અને લાઘવજ્ઞાનનો સહકાર હોય, તો તે સામાન્યસ્વરૂપે જ નિશ્ચિત થતો હોય છે. દા.ત. ઘટની પ્રત્યે કપાલ કારણ છે, કપાલને પાલસ્વસ્વરૂપે જ ઘટની પ્રત્યે કારણ મનાય છે, પૃથ્વીત્વસ્વરૂપે નહિ અને કપાલાન્યતમ સ્વરૂપે પણ નહિ. કારણ કે તે તે સ્વરૂપે કારણ માનવાથી અનુક્રમે વ્યભિચાર આવે છે અને ગૌરવ થાય છે. આવી જાતનું વ્યભિચારનું જ્ઞાન ન હોય અને ગૌરવજ્ઞાન પણ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ સામાન્ય સ્વરૂપે જ કાર્યકારણભાવ નિશ્ચિત થતો હોય છે. તેથી કાર્ય-જન્યસત્(દ્રવ્ય-ગુણ-કર્મ)માત્રની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ કારણ છે-એ સિદ્ધ થાય છે. આથી સમજી શકાશે કે ચળુાવિર્ત
૩૦
Page #34
--------------------------------------------------------------------------
________________
તદુપાિનપ્રત્યક્ષનન્ય વાર્યત્વીક્ - આ અનુમાનથી સિદ્ધ પરમાણુ (યyપતિન) વગેરેના પ્રત્યક્ષના આશ્રય તરીકે જગ– કર્તા સિદ્ધ છે. તેથી વીતરાગ ન મહાન ગાતૃવાત્ - આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણકે એ રીતે ઉપાદાનપ્રત્યક્ષને જન્યસત્ની પ્રત્યે કારણ માનવાથી અમને (જૈનોને) સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રવાહને આશ્રયીને દ્વયણુકાદિ કાર્યો અનાદિકાળથી ચાલુ જ છે. એના ઉપાદાનભૂત પરમાણ્વાદિનું પ્રત્યક્ષ અને તેના આશ્રયભૂત શ્રી સર્વજ્ઞભગવન્તો પણ અનાદિના છે. વ્યક્તિવિશેષને આશ્રયીને તે તે કાર્ય વગેરે અનાદિના ન હોવા છતાં પ્રવાહથી તો તે સંદેવ છે. એટલે તે તે કાર્યની પ્રત્યે તે તે સર્વજ્ઞપરમાત્માઓના જ્ઞાનને અમે કારણ માનીએ જ છીએ. તેથી નિત્ય એક એવા જગત્કર્તાની કલ્પના કરવાની આવશ્યક્તા નથી. અમારે ત્યાં તે પ્રમાણે જણાવ્યું પણ છે કે જે પ્રમાણે જે ભગવાને જોયું છે, તે પ્રમાણે તે થાય છે.
આ પ્રમાણે જ્ઞાનની હેતુતા સિદ્ધ થવા છતાં તે જ્ઞાનના એમાત્ર આશ્રય તરીકે નિત્ય જગત્કર્તાની સિદ્ધિ થઈ શકશે નહિ. યદ્યપિ આ રીતે વ્યyકાદિ ઉપાદાનના (પરમાણુ વગેરેના) પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનની સિદ્ધિ થાય તો તે જ્ઞાનના આશ્રય તરીકે નિત્ય એક જગત્કર્તાને પણ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે જે જે ગુણ છે તે કોઈને કોઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે - આ નિયમ છે. પરંતુ એ નિયમમાં કોઈ પ્રમાણ નથી. આશ્રય-દ્રવ્યના નાશથી તેમાં રહેલા ગુણનો જ્યારે નાશ થાય છે ત્યારે જેમ એક ક્ષણ માટે ગુણ આશ્રય વિના રહે છે તેમ કોઈ ગુણ કાયમ માટે આશ્રય વિના રહે છે – એ પ્રમાણે કહી શકાય
Page #35
--------------------------------------------------------------------------
________________
છે...ઇત્યાદિ ખૂબ જ સ્થિરતાથી વિચારવું. ૪-૧૫
બ્રહ્માષ્ઠાદિની વૃતિ (પતનપ્રતિબન્ધક સંયોગ) પ્રયત્નથી જન્ય છે. કારણ કે તેમાં ધૃતિત્વ રહેલું છે. જેમાં જેમાં ધૃતિત્વ છે; તેમાં તેમાં પ્રયત્નજન્યત્વ છે. ઘટાદિની વૃતિમાં જેમ કુલાલાદિના પ્રયત્નનું જન્યત્વ છે તેમ બ્રહ્માષ્ઠાદિની ધૃતિમાં પણ કોઈના પણ પ્રયત્નનું જન્યત્વ છે – એ સ્પષ્ટ છે. જેનો એ પ્રયત્ન છે, તે જગકર્તા પરમેશ્વર છે. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ થવાથી વીતરા ન મહાન નહિતૃત્વા’આ અનુમાનથી શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તૈયાયિકોના અભિપ્રાયનું સમર્થન કરનારી શ્રુતિ પણ છે. “હે ગાર્ગિ! આ અક્ષર (અવિનાશી સ્વરૂપવાળા) પરમાત્માના પ્રશાસનમાં સ્વર્ગ અને પૃથ્વી પડી જતાં નથી, સ્થિર રહે છે.” - એનૈયાયિકોના અભિપ્રાયનું નિરાકરણ કરાય છે –
धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता। कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः ॥४-१२॥
બ્રહમાડાદિની વૃતિ વગેરે ધર્માદિથી જન્ય હોવાથી જગત્કર્તૃત્વ માનવામાં કોઈ જ પ્રમાણ નથી. તેમ જ કૃતિત્વ સ્વરૂપે પણ જન્યત્વ માનવાથી જગત્કર્તુત્વની સિદ્િધ થતી નથી... ઇત્યાદિ વિસ્તારથી અન્યત્ર જણાવ્યું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધૃતિ વગેરે(બ્રહ્માષ્ઠાદિની વૃતિ વગેરે)ને પ્રયત્નજન્ય માનવાની જરૂર નથી. કારણ કે તે ધર્માદિથી જન્ય છે. તેથી જગત્કર્તાને માનવામાં કોઈ જ પ્રમાણ નથી. પતનપ્રતિબન્ધક સંયોગવિશેષને ધૃતિ કહેવાય છે. [ગુરુત્વ(ભારે)
Page #36
--------------------------------------------------------------------------
________________
વાળી વસ્તુઓનું પતન થતું હોય છે. તેમના પતનના અભાવમાં સંયોગવિશેષ નિમિત્ત બને છે. એ સંયોગ પતનની પ્રત્યે પ્રતિબન્ધક છે.] શ્લોમાં ધૃત્ય” અહીં જે સાદ્રિ પદ છે, તેનાથી સ્થિતિ’ નો સંગ્રહ કરી લેવો. અને ‘ધર્માદિ અહીંના સદ્ધિ પદથી સ્વભાવાદિનો ગ્રહ કરી લેવો.
બ્રહ્માષ્ઠાદિની વૃતિ વગેરે પ્રયત્નવિશેષથી જન્ય છે: એ માનવામાં પતર્થ વાક્ષo... આશ્રુતિ જ પ્રમાણ છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ શ્રુતિમાં ક્ષર અને પ્રશાસન આ પદો સંગ્રહનય(સામાન્યનું પ્રાધાન્ય જણાવનાર) ની અપેક્ષાએ એક આત્મા અને એક તેનો ધર્મ : એ અર્થને અનુક્રમે જણાવે છે. તેથી એ શ્રુતિનો અર્થ છે ગાર્ગિ ! આ આત્માઓના ધર્માદિના કારણે સ્વર્ગ અને પૃથ્વી પડતાં નથી અને સ્થિર છે.' - આ મુજબ છે. એ અર્થને જણાવનારી એ શ્રુતિથી વૃતિના કારણ તરીકે જીવોના ધર્માદિ જ સિદ્ધ છે. પ્રયત્નવિશેષ કારણ તરીકે વર્ણવ્યો નથી કે જેથી તેને લઈને જગત્કર્તાને માનવાની આવશ્યકતા રહે.
યદ્યપિ પતી વાક્ષસ્થ૦..' આ શ્રુતિને સંગ્રહનયની અપેક્ષાએ ઉપર જણાવ્યા મુજબ ક્લિષ્ટાર્થક માનવાના બદલે પૂર્વે જણાવ્યા મુજબના અર્થને જણાવનારી માનીએ તો નૈયાયિકના અભિપ્રાય મુજબ જગત્કર્તાની સિદ્ધિ થાય છે. પરંતુ એ રીતે પ્રયત્નવાળા પરમાત્માના સંયોગને બ્રહમાચ્છાદિની વૃતિના ધારક (ધૃતિજનક) માનીએ તો પતનવાળા ઘટાદિની પણ ધૃતિને માનવા સ્વરૂપ અતિપ્રસિદ્ગ આવશે. કારણ કે ઈશ્વર વિભુ હોવાથી પતનપ્રતિબન્ધક સંયોગ જેમ બ્રહ્માણ્ડની સાથે છે તેમ ઘટાદિની સાથે પણ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
યદ્યપિ કોઈ એક વસ્તુના ઉદ્દેશથી સંયોગવિશેષને લઈને એકમાં ધૃતિ થાય છે ત્યારે તે સંયોગવિશેષ; બીજી વસ્તુમાં હોવા છતાં ત્યાં ધૃતિનો ઉદ્દેશ ન હોવાથી ધૃતિ થતી નથી. તેથી ધારણાનુકૂલ પ્રયત્નવ ઇશ્વરના સંયોગને ધૃતિ પ્રત્યે કારણ માનવાથી અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ધારણાનુકૂલ પ્રયત્નવદ્ ઈશ્વરનો સંયોગ નથી તેમ જ અનુયોગી(જેમાં સંયોગ થાય છે તે)ના ભેદથી સંયોગને ભિન્ન માનીએ તો ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્ન(ધારણાવચ્છિન્ન - પ્રયત્નવદીશ્વરસંયોગ)ને કારણ માનવાથી પણ ઉપર જણાવ્યા મુજબ અતિપ્રસંગ નહીં આવે. કારણકે પતન પામતા ઘટાદિમાં ઈશ્વરનો સંયોગ હોવા છતાં તે ધારણાવચ્છિન્ન નથી. જ્યાં ધારણા છે; ત્યાં જ તેવા પ્રકારનો સંયોગ હોય છે. પરંતુ પ્રયત્નવદીયરનો સંયોગ નિત્ય એક જ હોવાથી તેને ધારણાનુકૂલ કે ધારણાવચ્છિન્ન વગેરે કહીને જુદો પાડી શકાશે નહિ અને તેથી અતિપ્રસંગ દોષ સ્પષ્ટ જ છે.
એ અતિપ્રસંગદોષના નિવારણ માટે જો એમ કહેવામાં આવે કે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્નવિશેષતાસંબધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબન્ધથી ઈશ્વરપ્રયત્નજન્ય સંયોગને બ્રહ્માષ્ઠાદિનો ધારક માનીએ તો અતિપ્રસગ્ન નહીં આવે. કારણ કે સ્વ એટલે પ્રયત્નવદીશ્વરનો સંયોગ; તેના જનક બ્રહ્માષ્ઠાદિમાં રહેલી ધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબધથી પ્રયત્નવદીશ્વરનો સંયોગ બ્રહ્માણ્ડાદિમાં છે, પતન પામતાં દ્રવ્યોમાં નહિ. (ધારણાના ઉપાદાનમાં વિશેષ્યતા-સંબન્ધથી તાદૃશ ધારક સંયોગ રહે છે, તેથી અતિપ્રસંગ નહીં આવે. આ રીતે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબન્ધથી અથવા
Page #38
--------------------------------------------------------------------------
________________
તેની અપેક્ષાએ લઘુભૂત ધારણાવચ્છિન્ન-વિશેષ્યતાસંબધથી (ધારક્તાવચ્છેદકસંબંધથી)બ્રહ્માદિમાં જ તાદૃશ ઈશ્વરનો સંયોગ હોવાથી અતિપ્રસંગ આવતો નથી.
પરન્તુ આ રીતે અતિપ્રસંગનું વારણ કરવાથી પ્રયત્નની જેમ જ્ઞાન અને ઈચ્છાને પણ ધૃતિના જનક માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તે સંબન્ધથી પ્રયત્નની જેમ જ જ્ઞાન અને ઈચ્છા પણ વૃતિના અધિકરણ બ્રહ્માણ્ડાદિમાં વૃત્તિ છે. તેથી ધૃતિની પ્રત્યે પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ કારણ માનવાનો પ્રસદ્ગ આવે છે. આ રીતે વિતયમાં કારણતા માનવાથી ગૌરવ થતું હોવાથી તેની અપેક્ષાએ ધર્મને જ ધૃત્યાદિના ધારક તરીકે માનવામાં ઔચિત્ય છે. તેથી જ તે પ્રમાણે કહેવાય પણ છે કે-આલંબન વગરની, આધાર વગરની અને વિશ્વની આધાર સ્વરૂપ જે પૃથ્વી ટકી રહી છે, તેમાં ધર્મ સિવાય બીજું કોઈ કારણ નથી.
ધૃત્યાદિની પ્રત્યે કૃતિસ્વરૂપે કારણ માનવાથી જ્ઞાન અને ઈચ્છાને કારણ માનવાના પ્રસંગથી યદ્યપિ ગૌરવ થાય છે; પરંતુ એનાથી જગત્કર્તાની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવાથી એ ફલમુખ ગૌરવ દોષાધાયક નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે કૃતિત્વસ્વરૂપે પણ જન્યતા હોવાથી એટલે કે કૃતિમાત્ર જન્ય હોવાથી નિત્યકૃતિને માનવાનું શક્ય નથી. આશય એ છે કે યોગાનતિ સ રૂછતિ અને ય ફુછતિ
કરોતિ - આ નિયમથી (જે જાણે છે તે ઈચ્છે છે અને જે ઇચ્છે છે તે કરે છે – આ નિયમથી) ઈચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે અને કૃતિની પ્રત્યે ઈચ્છા કારણ છે- એ સ્પષ્ટ છે. તેથી કૃતિમાત્ર જન્ય છે, એ માન્યા વિના ચાલે એવું નથી. યદ્યપિ
(૩૫=
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપર જણાવ્યા મુજબ નિયમથી જન્ય એવી કૃતિની પ્રત્યે જ ઈચ્છાદિને કારણ માની લેવાય છે. નિત્યકૃતિની પ્રત્યે તેની કારણતા ન હોવાથી નિત્યકૃતિને માનવામાં કોઈ દોષ નથી. પરંતુ તેમ કરવાથી જન્યકૃતિની પ્રત્યે ઈચ્છાદિને કારણ માનતી વખતે કાર્યતાવચ્છેદક તરીકે કૃતિત્વના બદલે; ગુરુભૂત જન્યકૃતિત્વને માનવું પડશે. તેથી નિત્યકૃતિને માનવાનું ઉચિત નથી અને તેથી નિત્યકૃતિના આશ્રય તરીકે જગત્કર્તા પણ અસિદ્ધ છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ નિત્યકૃતિને માન્યા પછી જ જન્યકૃતિત્વને કૃતિનિષ્ઠકાર્યતાનો અવચ્છેદક માનવાનું ગૌરવ થાય છે, તેથી તે ફ મુખ ગૌરવ દોષાધાયક નથી. પરંતુ ફલમુખ ગૌરવ પણ ક્વચિત્ દોષાધાયક મનાય છે. (રહેવા માટે મોટું ઘર લેવાથી પાછળનો ખર્ચ વગેરે ભારે પડે તો વ્યવહારમાં પણ મોટું ઘર લેવાનું દોષાધાયક મનાય છે.) યદ્યપિ ફલમુખ ગૌરવ વચિત જ દોષાધાયક ન હોવાથી કોઈ સ્થાને દોષાધાયક પણ મનાય છે. તેથી નિત્યકૃતિ અસિદ્ધ છે.
નિત્યવિજ્ઞાનમનિન્દ્ર વ્ર આકૃતિથી નિત્યજ્ઞાન સિદ્ધ થાય તો પણ નિત્યઈચ્છા અને નિત્યકૃતિની સિદ્ધિ નહીં થાય. નિત્યવિજ્ઞાનને ઉપલક્ષણ માની નિત્યકૃતિ વગેરેને પણ એ શ્રુતિથી સિદ્ધ કરવામાં આવે તો નિત્યકૃતિ વગેરેની જેમ ઈશ્વરમાં નિત્ય સુખને પણ માનવાનો પ્રસંગ આવશે. તેથી નિત્યવિજ્ઞાન આ શ્રુતિ પણ; જેમના સમસ્ત દોષો ધ્વંસ પામ્યા છે એવા પરમાત્મામાં કે જેઓશ્રી નિત્યજ્ઞાન-સુખના આશ્રય છે, તેઓશ્રીમાં સમસ્તદોષના ધ્વસને કારણે જ મહત્ત્વ જણાવે છે. આ બધી વાત વિસ્તારથી સ્યાદ્વાદ-કલ્પલતા” વગેરેમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
જણાવી છે. અહીં તો દિશાસૂચનમાત્ર છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રન્થોનું અધ્યયન કરી લેવું જોઈએ. II૪-૧૨
પરમાત્માએ પરિમિત દાન આપ્યું છે; તેથી તે મહાન નથી - આ પ્રમાણે પરમાત્મામાં મહત્ત્વાભાવને માનનારા બૌદ્ધોનું નિરાકરણ કરાય છે
अन्ये त्वाहु महत्त्वं हि सङ्ख्यावद्दानतोऽस्य न । शास्त्रे नो गीयते ह्येतदसङ्ख्यं त्रिजगद्गुरोः ॥४- १३॥
—
છે.’’
“અન્ય-બૌદ્ધો કહે છે કે પરમાત્માએ આપેલું દાન સખ્યાવત્-પરિમિત હોવાથી તેઓશ્રીમાં મહત્ત્વ નથી. અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુએ જે દાન આપ્યું છે તે અસખ્યઅપરિમિત વર્ણવ્યું છે.'' - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે એક વર્ષ દરમ્યાન જે દાન આપ્યું છે તેનું પ્રમાણ વર્ણવતાં ફરમાવ્યું છે કે ૩૮૮ કરોડ અને ૮૦ લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સુવર્ણમુદ્રા પ્રમાણ દાન એક વર્ષમાં આપ્યું હતું. જ્યારે આની સામે અમારા (બૌદ્ધોના) શાસ્ત્રમાં; ત્રણ જગતના ગુરુ-બોધિસત્ત્વ (ગૌતમબુદ્ધ) જે દાન આપ્યું જે છે તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે, “પર્વતોની સ્પર્ધા કરનારા(તેથી પણ ઊંચા) આ બજારમાં વેચાતી વસ્તુઓના આ ઢગલાઓ છે. રત્નોના ઢગલાઓની પ્રભા સૂર્યની પ્રભાને ઓળંગી જાય છે. પુષ્ટ-મોટા મોતીઓના સમુદાયથી રચેલા હારો તારાઓની પ્રભા જેવા દેદીપ્યમાન છે. જેને, આ બધી વસ્તુઓ પોતાની જ છે – એમ સમજીને ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરી લોકો જાય છે...’’ ઈત્યાદિ વર્ણનના આધારે ગૌતમબુદ્ધના દાનની
૩૭
Page #41
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાએ શ્રીવીતરાગપરમાત્માનું દાન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી શ્રી વીતરાગપરમાત્મા મહાન નથી. ૪-૧૭.
અસખ્ય - અપરિમિત દાન આપવાના કારણે જણાતી શ્રીમન્તાઈ અને કૃપણતાની અવિદ્યમાનતા (અભાવ) વગેરેના કારણે બૌદ્ધો બુદ્ધના મહત્ત્વને સિદ્ધ કરે છે. અને સખ્યાવદ્ (પરિમિત)દાન આપવાના કારણે જણાતી ગરીબાઈ તેમ જ કૃપતા વગેરેના કારણે શ્રી જિનેશ્વરદેવમાં મહત્ત્વાભાવ સિદ્ધ કરે છે, પરંતુ તે અયુક્ત છે. સખ્યાવદ્ દાન કૃપણતાદિના કારણે નથી, પણ બીજા કારણે છે – એ આશયથી તેરમા શ્લોકમાં જણાવેલી વાતનું સમાધાન કરાય છે –
अत्रोच्यते न सङ्ख्यावद्दानमर्थाद्यभावतः । सूत्रे वरवरिकायाः श्रुतेः किं त्वर्थ्यभावतः ॥४-१४॥
“શ્રી વીતરાગપરમાત્માના સખ્યાવદ્ દાનના વિષયમાં કહેવાય છે- ધન વગેરેના અભાવના કારણે તે સખ્યાવ૬(પરિમિત) દાન ન હતું, કારણ કે વર માગો, વર માગો આ પ્રમાણેની ઉદ્દઘોષણાપૂર્વક એ દાન અપાયું હતુંએમ સૂત્રમાં જણાવ્યું છે; પરન્તુ દાનના અર્થીઓના અભાવના કારણે સખ્યાવ-પરિમિત દાન થયું હતું.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે વરં વૃભુત વ વૃભુત આવી ઉદ્યોષણાપૂર્વક શ્રી તીર્થંકર પરમાત્માઓ દાન આપે છે – આ પ્રમાણે આવશ્યકનિયુક્તિ વગેરેમાં જણાવ્યું છે. જો પરિમિત જ દાન આપવાનું હોય તો તેવી ઉદ્ઘોષણા કરાવી ન હોત- તે સમજી શકાય છે. તેથી માનવું જ રહ્યું કે પરિમિત દાન અર્થ
Page #42
--------------------------------------------------------------------------
________________
અને ઉદારતાના અભાવના કારણે ન હતું. કારણ કે અર્થ અને ઉદારતા ન હોય તો ઉદ્ઘોષણાનો સંભવ જ ન હોય. વતં વૃત્તુત વાં વૃત્તુત......ઈત્યાદિ ઉદ્ઘોષણાને અને અર્થાદિના અભાવને સ્પષ્ટ વિરોધ છે. શ્રીતીર્થંકરપરમાત્માએ જે પરિમિત દાન આપ્યું હતું; તેનું કારણ એ છે કે બીજા લોકોને જેવા યાચકો મળ્યા હતા, એવા યાચકોનો અભાવ હતો. યાચકોનો જ જ્યાં અભાવ હોય ત્યાં દાન આપવાનું કઈ રીતે શક્ય બને ?
મહાદાનસ્થાપના-અષ્ટકમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે - ‘વાં વૃત્તુત વાં વૃદ્યુત' આ પ્રમાણે વરવરિકાના કે સૂત્રવિધાનને લઈને જગદ્ગુરુ શ્રી તીર્થંકરપરમાત્માએ ઉદ્ઘોષણાપૂર્વક આપેલું મહાદાન સખ્યાવ; અર્થીઓના અભાવના કારણે સિદ્ધ થાય છે. અષ્ટપ્રકરણમાં જણાવેલી આ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકરપરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું તેમાં અર્થીજનોનો અભાવ જ કારણ હતો. પરન્તુ કૃપણતા વગેરે કારણ ન હતા. ૪-૧૪
બીજા(બુદ્ધ વગેરે)ને અર્થીજનો મળ્યા અને શ્રીતીર્થંકર પરમાત્માને એ ન મળ્યા – એમાં કયું કારણ છે - એ શંકાનું સમાધાન કરાય છે
―――
स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः । धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।।४-१५।। ‘‘શ્રી તીર્થંકરપરમાત્માના પ્રભાવથી સન્તોષસુખનો સંભવ હોવાથી અને સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ધર્મમાં પણ ઉત્કટ પ્રયત્ન થવાથી એ અર્થી જનોનો અભાવ હતો. તેથી આ પરિમિત દાન નિર્દોષ-ઉચિત છે.’’– આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, ભગવાન
૩૯
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી તીર્થંકર પરમાત્મા સિદ્ધયોગી હોય છે. તેઓશ્રીની યોગસિદ્ધિના પ્રભાવથી વાચકોને ધન ગ્રહણ કરવાની ઈચ્છાને ઉત્પન્ન કરનાર કર્મ સોપમ(અનિકાચિત) કે નિરુપક્રમ (નિકાચિત)હોય તો અનુક્રમે ધન ગ્રહણ કરવાની ઈચ્છાનો જ અભાવ થાય છે કે થોડું જ ધન ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. એવી ઈચ્છાનો અભાવ અને અલ્પધન ગ્રહણ કરવાની ઈચ્છા : એ બે સ્વરૂપ અહીં સન્તોષસુખ છે. એ સન્તોષસુખને લઈને અર્થીજનોનો સ્વામીને અભાવ પ્રાપ્ત થયો હતો. તેમ જ સ્વામીના પ્રભાવથી જ જીવોને કુશલાનુષ્ઠાનમાં સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ઉત્કટ પ્રયત્ન થયો. તેથી તેવા જનો પણ દાન લેવા માટે ગયા નહિ. આથી સમજી શકાશે કે અર્થી જનોના અભાવના કારણે શ્રી તીર્થંકર પરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું. એ દાનપણતાદિદોષથી રહિત હોવાથી નિર્દોષ છે.
અષ્ટપ્રકરણમાં (મહાદાનસ્થાપનાષ્ટકમાં) આ અંગે ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે કે –“પ્રભુની મહાનુભાવતા પણ આ જ છે કે જે અર્થીજનો પ્રભુના પ્રભાવથી પ્રાય: વિશિષ્ટ સન્તોષસુખથી યુક્ત આત્માઓ થતા, તેના યોગે તત્ત્વદર્શી એવા તે ધર્મ કરવામાં તત્પર બનતા. મહાન પુરુષોનું મહત્ત્વ પણ શ્રી તીર્થંકર પરમાત્માને જ છે અને તેથી જ તેઓશ્રી જગર છે.” આ વિષયમાં એવી જે શંકા કરાય છે કે “શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવથી બધા જીવોને સન્તોષ થયો હોય તો પરિમિત પણ દાન કેમ થાય ?'- તે શક્કા તો ઉપર જણાવ્યા મુજબની સન્તોષવ્યવસ્થાને નહિ સમજવાના કારણે થયેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રી અષ્ટપ્રકરણની
(૪૦
Page #44
--------------------------------------------------------------------------
________________
વૃત્તિ(ટીકા)ના રચયિતા પરમર્ષિએ જણાવ્યું છે કે જો શ્રીતીર્થંકરપરમાત્માના અનુભાવથી બધા જીવોને સન્તોષ થવાથી અર્થી જનોનો અભાવ થાય તો (૩૮૮,૮૦,૦૦,૦૦૦ આટલી) દાનની સંખ્યા જણાવવાનું યુક્ત નથી. કારણ કે અલ્પ પણ દાનનો સંભવ નથી. આ શંકાના સમાધાનમાં કહેવાય છે – દેવતાશેષ(પ્રસાદી) ની જેમ એક વર્ષમાં ઘણા લોકોએ દાન લીધું હોવાથી મહાદાનને પરિમિતરૂપે વર્ણવ્યું છે, તે યુક્ત જ છે. ||૪-૧૫||
દાન આપવાના કારણે જ અકૃતાર્થ હોવાથી પરમાત્મા મહાન નથી આ આક્ષેપને જણાવવા પૂર્વક તેનું નિરાકરણ
કરાય છે.
-
-
જ
दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः । तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ॥४-१६॥ ‘“દાન આપવાના કારણે જ શ્રી અરિહતપરમાત્મા અકૃતાર્થ છે અને તેથી તેમનામાં મહત્ત્વ નથી...આ પ્રમાણે જે કોઈ મંદબુદ્ધિવાળો કહે છે; તેને આ ઉત્તર છે કે શ્રીતીર્થંકર પરમાત્માનું પુણ્ય (તીર્થંકરનામકર્મ) એ રીતે જ વિપાક બતાવે છે.’’ આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દાન આપવાનું કાર્ય કરવાથી એ ચોક્કસ છે કે દાન આપવાનું જે ફળવિશેષ છે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા અવશ્ય હતી. તેથી ભગવાનનું પ્રયોજન સિદ્ધ ન હોવાથી ભગવાન અકૃતાર્થ હતા. અકૃતાર્થ મહાન ન હોય. મહાપુરુષો કૃતાર્થકૃતકૃત્ય હોય છે – આવી માન્યતાને ધરનારાને ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રીએ જણાવ્યું છે કે શ્રીતીર્થંકરપદની પ્રાપ્તિનું કારણભૂત શ્રીતીર્થંકરનામકર્મ આ રીતે દાન આપવાથી જ પોતાના વિપાકને
૪૧
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રદર્શિત કરે છે. આ રીતે દાન આપ્યા વિના શ્રીતીર્થંકર થવાતું નથી. શ્રીતીર્થંકરનામકર્મને લઈને તેઓશ્રી આ રીતે વાર્ષિક દાન આપે છે.પોતાના કલ્પથી (આચારથી) જ એ દાનની પ્રવૃત્તિ હોવાથી ત્યાં કોઈ પણ જાતના ફળ પ્રત્યે આશા નથી. તેથી ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા અકૃતાર્થ નથી- એ સૂચિત થાય છે. આ વાત શ્રી અષ્ટપ્રકરણમાં જણાવતી વખતે ફરમાવ્યું છે કે –
૧.
ઉપર જણાવ્યા મુજબની શંકાનું સમાધાન જણાવાય છે - શ્રી તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વ પ્રાણીઓના હિતમાં જ પરમાત્મા પ્રવર્તે છે. એ મુજબ વાર્ષિક દાન આપવાનો એક કલ્પ છે. પુણ્ય અને પાપના સામાન્યથી ચાર ભાંગા છે. પુણ્યાનુબન્ધી પુણ્ય, ૨. પાપાનુબન્ધી પુણ્ય, ૩. પાપાનુબન્ધી પાપ, ૪. પુણ્યાનુબન્ધી પાપ. એમાં પુણ્યાનુબન્ધી પુણ્ય મનુષ્યાદિને હોય છે. પૂર્વભવમાં ઉપાર્જેલું એ; મનુષ્યત્વાદિના શુભભાવનું કારણ હોવાથી પુણ્ય છે અને અનન્તરભવમાં તે દેવાદિગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પુણ્યાનુબન્ધી છે. આ પ્રથમ ભંગ (પુણ્યાનુબન્ધી પુણ્ય) છે. એ પુણ્ય અનન્તર ભવમાં નરકાદિ ગતિની પરંપરાનું કારણ બને તો તે પાપાનુબન્ધી પુષ્પ (દ્વિતીય ભંગ) છે. તિર્યંચો વગેરેનું પૂર્વભવમાં ઉપાર્જેલું એ કર્મ તિર્યંચગતિનું કારણ હોવાથી પાપ-સ્વરૂપ છે. અને અનન્તરભવમાં નરકાદિ ગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પાપાનુબન્ધી છે. આ તૃતીય ભંગ (પાપાનુબન્ધી પાપ) છે. એ પાપ જો અનન્તરભવમાં દેવાદિગતિની પરંપરાનું કારણ બને તો તે પુણ્યાનુબન્ધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચારે ય ભંગોને દૃષ્ટાન્તથી સમજાવતાં (અટકપ્રકરણમાં) જણાવ્યું છે કે જેમ કોઈ એક માણસ સારા ઘરથી તેના કરતાં અધિક સારા
૪૨
Page #46
--------------------------------------------------------------------------
________________
ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ સધર્મથી ભવથી ભવાન્તરમાં જાય છે. જેમ કોઈ એક માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે, તેમ પાપાનુબન્ધી પુણ્ય સ્વરૂપ અસધર્મના કારણે ભાવથી ભવાન્તરમાં (દુર્ગતિમાં) જાય છે. કોઈ એક માણસ જેમ અશુભ ઘરથી વધારે અશુભ ઘરમાં જાય છે તેમ મહાપાપથી જીવ એકભવથી બીજા ભવમાં જાય છે. જેમ કોઈ એક માણસ અશુભ ઘરથી શુભ ઘરમાં જાય છે તેમ સુધર્મના કારણે જીવ અશુભ ગતિથી શુભગતિમાં જાય છે – એ પુણ્યાનુબન્ધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચાર ભંગમાંથી પ્રથમ ભંગમાંનું શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યાનુબન્ધી પુણ્ય કેટલુંક ભોગવાયેલું હોય છે. જે બાકી છે તે ઉચિત ક્રિયા કરાવનારું હોવાથી તે તે દાનાદિ ક્રિયાને અનુકૂળ હોય છે. તેથી સમજી શકાશે કે દાન આપવાના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં અકૃતાર્થનથી...ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ૪-૧દા.
આ પૂર્વે શ્રી તીર્થંકર પરમાત્માનું પ્રથમભંગવતી પુણ્યાનુબંધી પુણ્ય ઉચિત ક્રિયાને અનુકૂળ છે – એ પ્રમાણે જણાવ્યું છે. એ પુણ્ય એવું જ હોય છે : એ વાતને જ; ગુણાન્તરને અનુકૂળ એવા વિપાક્વાળું એ કર્મ હોય છે - એ વર્ણવવા દ્વારા સ્પષ્ટ કરાય છે – गर्भादारभ्य सत्पुण्याद् भवेत् तस्योचिता क्रिया। तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ॥४-१७॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગર્ભથી માંડીને તીર્થંકરનામકર્મસ્વરૂપ સત્પષ્યથી શ્રી તીર્થંકર પરમાત્માને ઉચિત ક્યિા જ થાય છે. “તીર્થંકરપણું સદા ઉચિત પ્રવૃત્તિથી મોક્ષસાધક
Page #47
--------------------------------------------------------------------------
________________
બને છે' -આ પ્રમાણેના વચનથી; ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થંકર નામર્મનો ઉદય મોક્ષસાધક બને છે. તેથી ગર્ભાવસ્થામાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ; “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતાપિતા જીવે છે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ગૃહસ્થાવસ્થામાં (ઘરમાં) રહીશ.'-આ પ્રમાણે જે અભિગ્રહ (પ્રતિજ્ઞાવિશેષ) ગ્રહણ કર્યો, તે યોગ્ય હતો-એમ શાસ્ત્રમાં વર્ણવાય છે.
I૪-૧ળા. ચારિત્રના વિરોધી એવા એ અભિગ્રહને ન્યાયસંગત કઈ રીતે મનાય ? આ પ્રશ્નનું સમાધાન કરાય છે –
न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः। प्रारम्भमङ्गलं ह्येतद् गुरुशुश्रूषणं हि तत् ॥४-१८॥
“આ અભિગ્રહથી માતાપિતાના ઉદ્ગનો નિરાસ (પરિહાર) થવાથી ઈષ્ટસિદ્ધિને લઈને આ અભિગ્રહની ન્યાપ્યતા (ન્યાયસંગતતા) છે. આ માતાપિતાની સેવા સ્વરૂપ હોવાથી પ્રારંભિક મદ્ગલ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પ્રતિકાર્ય એવાં માતા-પિતાને વિયોગના નિમિત્તે જે શોક થવાનો હતો તેનો પરિહાર અભિગ્રહના કારણે થાય છે. તેમ જ એ અભિગ્રહથી એવી મર્યાદાનું બીજાઓને પણ જ્ઞાન કરાવવામાં આવે છે. તેથી ઈષ્ટ-મોક્ષની સિદ્ધિ થવાથી એ અભિગ્રહ યોગ્ય છે. ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનો ઉપાય છે. અનુચિત પ્રવૃત્તિ મોક્ષની પ્રાપ્તિમાં વિદનરૂપ છે. આ વાત અષ્ટક પ્રકરણમાં પણ કહી છે. માતાપિતાના ઉગના નિવારણ માટે, બીજાને મહાન પુરુષોની મર્યાદાનું જ્ઞાન કરાવવા માટે અને ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે આ પ્રમાણે
(૪૪)
Page #48
--------------------------------------------------------------------------
________________
(ઉપર જણાવ્યા પ્રમાણે)નો અભિગ્રહ શ્રી વર્ધમાનસ્વામીએ કર્યો હતો – એમ આગમમાં જણાવાયું છે.
“શ્રી વર્ધમાનસ્વામી; પોતાનું ચોક્કસ કાળે પૂર્ણ થવાવાળું જે ચારિત્રમોહનીય કર્મ હતું, તેના વિપાકોયના કારણે જ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. અભિગ્રહના કારણે રહ્યા ન હતા, તેથી અભિગ્રહ યોગ્ય ન હતો.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રયત્નવિશેષથી ખપાવી શકાય એવું એ ચારિત્રમોહનીયકર્મ; માતાપિતાના ઉગના પરિવાર માટે લીધેલા અભિગ્રહ વિના વિરતિના પરિણામથી ખપી શકે (ક્ષીણ થાય) એવું હતું છતાં અભિગ્રહ લીધો તેથી તે યોગ્ય હતો. જોકે એ અભિગ્રહ પ્રવ્રજ્યાનો વિરોધી હોવાથી યોગ્ય તો ન કહેવાય પરન્તુ ક્રમે કરી અભિગ્રહની પૂર્ણતા પછી ન્યાયસદ્ગત એવી પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરાવનારો એ અભિગ્રહ હોવાથી તે ન્યાયસદ્ગત છે. કાલાન્તરે ચિકાર ફળને આપનાર કાર્યનો થોડા કાળ માટે નિષેધ કરવા છતાં તે ન્યાયયુક્ત છે.' - આવો વ્યવહાર સર્વજનપ્રસિદ્ધ છે. આથી જ અટકપ્રકરણમાં જણાવાયું છે કે, ઘરમાં રહેતા અને માતા-પિતાની સેવાને કરતા એવા મને ક્રમે કરી ન્યાયસદ્ગત પ્રવ્રજ્યા છેલ્લે પ્રાપ્ત થશે. કારણ કે આ પ્રવ્રયાને સર્વથા સર્વપાપથી નિવૃત્તિ સ્વરૂપે સત્પરુષોએ માની છે; માતાપિતાને ઉગ કરનારને ન્યાયસદ્ગત એ પ્રવ્રજ્યા થતી નથી.
તદુપરાન્ત આ જે માતાપિતાની પરિચર્યા છે તે પ્રવૃજ્યા સ્વરૂપ શુભકાર્યના પ્રારંભે પ્રથમ મંગલ છે. આ મંગલ વિના પ્રવ્રજ્યાની સિદ્ધિ થતી નથી. આથી જ-શુશ્રુષા ન્યાયસંગત
૪૫
=
Page #49
--------------------------------------------------------------------------
________________
છે. આ પ્રમાણે અષ્ટપ્રકરણમાં પણ કહ્યું છે કે – માતા-પિતા સ્વરૂપ ગુરુની શુશ્રૂષા પ્રવ્રજ્યાનું પરમ કોટિનું પ્રથમ મંગલ છે. ધર્મ(પ્રવ્રજ્યાસ્વરૂપ ધર્મ)માં પ્રવૃત્ત થયેલા પુરુષો માટે આ માતા-પિતા મોટું પૂજાસ્થાન છે..... II૪-૧૮૫
મુમુક્ષુ આત્માને પ્રવ્રજ્યા લેતી વખતે માતા-પિતાને ઉદ્વેગ કરાવવાનો પરિણામ હોતો જ નથી. આમ છતાં માતાપિતાના અનિષ્ટમાં (ઉદ્વેગમાં) નિમિત્ત ન બનવાનું કઈ રીતે શક્ય બને ? કારણ કે સર્વત્ર અનિષ્ટના નિમિત્ત બનવાનો પરિહાર કરવાનું શક્ય નથી. તેથી અભિગ્રહની પ્રવૃત્તિના કારણે પ્રવ્રજ્યાનો વિલંબ કરવો ઉચિત નથી - આ શંકાનું સમાધાન કરાય છે.
-
तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता ।
त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ॥४-१९॥
“માતા-પિતાદિના ખેદની રક્ષા(પરિહાર)ના ઉપાયમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કૃતજ્ઞતા નથી. માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો તેમનો ત્યાગ કરવો એ, ગ્લાનના ઔષધ માટેના ત્યાગની જેમ ત્યાગ નથી.’’ – આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણી પ્રવૃત્તિના કારણે માતા-પિતાદિને ખેદ થાય છે : એ જાણ્યા પછી તેને દૂર કરવા માટેના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરવી - એ કૃતજ્ઞતા નથી. તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા તેઓની શુશ્રૂષાથી જ સાધ્ય છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે, ‘તે લોકમાં કૃતજ્ઞ છે; તે ધર્મગુરુનો પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે, જે માતા અને પિતાની સેવા કરે છે'. ભાવાર્થ એ છે કે સર્વકલ્યાણના
૪૬
Page #50
--------------------------------------------------------------------------
________________
મૂળભૂત પોતાના ઈષ્ટ એવા કૃતજ્ઞતાગુણનો વિરોધી, માતાપિતાનો ખેદ છે. તે સર્વથા વર્જનીય છે. અભિગ્રહવિશેષ માતાના અને પિતાના પેદને દૂર કરવાથી કૃતજ્ઞતાગુણનો સાધક બને છે, તેથી તે ન્યાયસગત છે. શ્રી પંચસૂત્રમાં પણ કહ્યું છે કે, પ્રતિબોધ ન પામે તો; ગમે તે રીતે માતાપિતાને પ્રતિબોધ પમાડવા અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર બનાવવા. કર્મની તેવા પ્રકારની પરિણતિના કારણે પ્રતિબોધ ન પામે તો તેમના માટેના જીવનનિર્વાહનો પ્રબન્ધ કરી, એટલે કે શક્તિ મુજબ પૈસા વગેરેનો પ્રબન્ધ કરી માતા-પિતાદિની અનુમતિથી પ્રવ્રજ્યા ધર્મનો સ્વીકાર કરવો.
જો કોઈ પણ રીતે તેઓ અનુમતિ ન જ આપે તો; ‘મારું આયુષ્ય અલ્પ છે...' વગેરે પ્રકારે માયા કરવી. આ રીતે ઉપાયો કરવા છતાં તેઓ સમજે નહિ તો મુમુક્ષુએ તેમનો ત્યાગ કરીને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો. આ રીતે કરેલા તેમના ત્યાગને ત્યાગ મનાતો નથી. માતા-પિતાની સાથે કોઈ વાર માર્ગમાં જતા રસ્તામાં માંદા થઈ ગયેલાં માતાપિતાને: તેમના ઔષધને લાવવા માટે છોડીને જનારા પુત્રે માતાપિતાનો ત્યાગ કરેલો જેમ ગણાતો નથી તેમ અહીં પણ પ્રવ્રજ્યા; પોતાના, માતા - પિતાના અને બીજાના માટે ઉપકારનું કારણ હોવાથી માતા – પિતાદિનો ત્યાગ કરેલો હોવા છતાં ત્યાગ ગણાતો નથી. આથી જ કહ્યું છે કે કોઈ પણ રીતે માતાપિતા પ્રતિબોધ પામે નહિ તો માર્ગમાં ગ્લાન થયેલા તેમના ઔષધ માટેના ત્યાગના ઉદાહરણથી માતાપિતાદિનો ત્યાગ કરે...ઈત્યાદિ પંચસૂત્રના અધ્યયનથી જાણી લેવું જોઈએ. ૪-૧૯ના
૪૭
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રી તીર્થંકરપરમાત્મામાં પ્રકારાન્તરથી મહત્ત્વાભાવને
જણાવનારની માન્યતાને જણાવાય છે
अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चार्हन्महत्त्वं कथमृच्छति ॥४- २०॥ ‘“બીજા કહે છે કે, રાજ્ય વગેરે મહાધિકરણને આપનાર અને શિલ્પ વગેરેને બતાવનારા શ્રી અરિહન્તપરમાત્મા મહત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરે છે ?'' આ પ્રમાણે વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ એક વાદી કહે છે કે, મહાપાપના કારણ(મહાધિકરણ)ભૂત એવા રાજ્ય વગેરેને પોતાના પુત્ર વગેરેને શ્રી તીર્થંકરપરમાત્માએ આપ્યું હતું. તેમ જ લોકોને શિલ્પકર્મ અને કલા વગેરે તેઓશ્રીએ બતાવી હતી, તો આવા પાપમાર્ગે પ્રવર્તાવનાર શ્રી અરિહન્તપરમાત્માને મહાન કઈ રીતે મનાય ? અર્થાત્ આથી શ્રી અરિહન્તપરમાત્મા મહાન નથી એ સિદ્ધ થાય છે. 118-2011
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ એ રીતે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાના મતનું નિરાકરણ કરાય છે
तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् ।
―
-
-
शक्तौ सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ॥४-२१ ।। શ્લોકાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજ્યાદિ આપવા વગેરેના કારણે પરમાત્મા મહાન નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે રાજ્યપ્રદાનાદિના કારણે જ; રાજ્યપ્રદાનાદિ દોષ કરતાં; રાજ્યપ્રદાનાદિ ન કરવાના કારણે ઝઘડા વગેરેના પ્રસંગાદિ સ્વરૂપ જે દોષ અધિક થવાનો હતો
૪૮
Page #52
--------------------------------------------------------------------------
________________
તેનું નિવારણ થાય છે. પરસ્પરના કલહ વગેરેના પ્રસંગનું નિવારણ રાજ્યપ્રદાનાદિના કારણે થાય છે. અન્યથા એ શક્ય બનત નહિ. બીજાના અધિક દોષોને નિવારણ કરવાની શક્તિ હોવા છતાં અધિક દોષોને દૂર કરવામાં ઉપેક્ષા-માધ્યસ્થ્ય સેવવામાં આવે તો તે મહાત્માઓ માટે ઉચિત નથી. કારણ કે મહાત્માઓનો એકમાત્ર શુદ્ધ આશય; પરાર્થમાત્રમાં પ્રવૃત્ત હોય છે. બીજાના અધિક દોષની જો ઉપેક્ષા કરાય તો મહાત્માઓનો શુદ્ધ આશય જળવાશે નહિ.
આ વાતને જણાવતાં અટકપ્રકરણમાં કહ્યું છે કે – જો રાજ્યપ્રદાનાદિ કરવામાં ન આવે તો નેતાના અભાવે લોકો કાળના દોષથી પરસ્પરમર્યાદાનો ભંગ કરનારા બની આ લોકમાં અને પરલોકમાં અધિક દોષને પ્રાપ્ત કરી વિનાશ પામશે. એવા દોષોને દૂર કરવાની શક્તિ હોવા છતાં તે વિષયમાં ઉપેક્ષા સેવવી-એ મહાત્માઓ માટે અયુક્ત છે. તેથી તેવા જીવોના ઉપકાર માટે રાજ્યાદિનું પ્રદાન ગુણને કરનારું છે. એમાં પણ બીજાના ઉપકાર માટે પ્રવ્રજ્યાને ગ્રહણ કરનાર જગદ્ગુરુ શ્રી તીર્થંકરપરમાત્માએ જે રાજ્યાદિનું પ્રદાન કર્યું છે, તે વિશેષે કરી ગુણને કરનારું છે. આવી જ રીતે ગૃહસ્થોચિત વિવાહાદિ આચાર અને શિલ્પના નિરૂપણમાં દોષ નથી. કારણ કે આમ કરવાથી જ શ્રીતીર્થંકરનામકર્મ વિપાકોચિત બને છે. તેમ જ અધિક દોષોથી આ પ્રાણીઓની જે રક્ષા થઈ એ સ્વરૂપ ઉપકાર જ આ તીર્થંકરપરમાત્માની પ્રવૃત્તિ(રાજ્યપ્રદાનાદિ)નું અંગ હતું. અર્થાત્ એ ઉપકાર માટે જ શ્રી તીર્થંકરપરમાત્માએ રાજ્યપ્રદાનાદિની પ્રવૃત્તિ કરી હતી. તેથી તેમાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે રાજ્યપ્રદાનાદિના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં
૪૯
Page #53
--------------------------------------------------------------------------
________________
મહત્ત્વ જ સિદ્ધ થાય છે, મહત્ત્વાભાવ સિદ્ધ થતો નથી. I૪-૨૧ ---
શક્તિ હોય તો અધિક દોષનું નિવારણ કરવા વર્તમાનમાં થતો અલ્પ દોષ, દોષ નથી – એ દૃષ્ટાન્તથી જણાવાય છે – नागादे रक्षणायेव गर्ताद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ॥४-२२॥
“નાગ વગેરેથી રક્ષણ માટે ખાડામાંથી ખેંચી લેવામાં જેમ કોઈ દોષ નથી તેમ અહીં રાજ્યપ્રદાનાદિ કે શિલ્પાદિ – દર્શનમાં પણ કોઈ દોષ નથી. અન્યથા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક ઉપદેશમાં પણ દોષ છે - એમ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપદેશમાંથી પરનયોનો ઉદ્ભવ થાય છે.” – આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ખાડામાં રહેલા પુત્રને સાપ વગેરેથી બચાવવા માટે પોતાના પુત્રને ખાડામાંથી ખેંચતી વખતે પુત્રની હડપચી, ઘુંટણ વગેરે છોલાતાં હોવા છતાં માતા જેમ દોષિત મનાતી નથી તેમ કલહાદિ અધિક દોષથી બચાવવા માટે રાજ્યપ્રદાનાદિ કરવાથી શ્રીતીર્થંકર પરમાત્માને પણ કોઈ દોષ નથી.
અન્યથા જેને દોષમાં નિમિત્ત બનતા અટકાવી શકાય એમ નથી, એવા ઘણા ગુણને કરનાર કર્મ(ક્રિયા)-કાર્યને દુષ્ટ માનવામાં આવે તો શ્રી તીર્થંકરભગવાન જે ધમપદેશ (વ્યાખ્યાન)કરે છે તેમાં પણ તે દોષનો પ્રસંગ આવશે. કારણ કે બૌદ્ધાદિ પરદર્શનીઓના મિથ્યાત્વમૂલક તે તેનયોની ઉત્પત્તિ એ ઉપદેશમાંથી જ થયેલી છે. - આ વાત જેટલા નયવાદો છે એટલા પરસમયો (કુસિધાન્ત) છે' - આ વચનથી સિદ્ધ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
અષ્ટપ્રકરણમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કેનાગાદિથી રક્ષણ કરવા માટે ખાડામાંથી સ્વપુત્રાદિને ખેંચીને પુત્રાદિનું નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાન મનાતો નથી તેમ અલ્પ પણ દોષ ન થાય અને ઉપકારક બને એવો બીજો ઉપાય નહિ હોવાથી રાજ્યપ્રદાનાદિ દોષથી રહિત છે. આ રીતે અહીં ભગવાને જે રાજ્યપ્રદાનાદિ કાર્ય ક્યું છે તે નિર્દોષ જ માનવું પડશે. અન્યથા ભગવાનની પરમતારક દેશના પણ કુધર્માદિમાં નિમિત્ત બનતી હોવાથી તેને પણ દુષ્ટ માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે અલ્પ દોષને કરનારા એવા મોટા ઉપકારના કારણભૂત રાજ્યપ્રદાનાદિને કરનાર શ્રી અરિહન્તપરમાત્મા દોષપાત્ર નથી...૪-૨૨ા
પ્રકારાન્તરે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે –
कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् । तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ॥४-२३॥
શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ બૌદ્ધ એમ કહે છે કે શ્રી તીર્થંકરપરમાત્માનું ચિત્ત સર્વોત્તમ ન હોવાથી તેઓશ્રી મહાન નથી. પરંતુ આ પ્રમાણેનું માયા - પુવીયનું કથન યુક્ત નથી. કારણ કે તૃણ અને મણિ તેમ જ લેણું (માટીનું ઢેકું) અને કાંચનમાં જેમની બુદ્ધિ સમાન છે એવા મહાત્માઓના, સર્વસાવઘયોગથી નિવૃત્તિ પામવા સ્વરૂપ સામાયિકના પરિણામથી; બીજા લોકોએ કલ્પેલું એ કુશલ ચિત્ત શ્રેષ્ઠ નથી. એ કુશલ ચિત્ત અસભૂત અર્થના વિષયવાળું હોવાથી ખરી રીતે એ સંભવતું જ નથી. તેથી તે અસંભવિત
૫૧.
Page #55
--------------------------------------------------------------------------
________________
ચિત્તનો અભાવ હોવાથી પરમાત્મા મહાન નથી- એ કથન
અયુક્ત
છે.... ૫૪-૨૩ા
બીજાએ માનેલું કુશલ ચિત્ત અસંભવિત છે
જણાવાય છે
-
-
૫૨
એ
स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता । यद्वयं कुशले चित्ते तदसंभवि तत्त्वतः ||४- २४|| ‘‘પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની આશા (ઇચ્છા) અને તે જીવોના અધર્મને સહન કરી લેવાની ભાવના : એ બંન્ને (પરપરિકલ્પિત) કુશલ ચિત્તના વિષય મનાય છે. પરન્તુ તે વાસ્તવિક રીતે સંભવિત નથી.'' - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે.આશય એ છે કે માયાપુત્રીયે કુશલચિત્તની કલ્પના એ રીતે કરી છે કે – ‘પોતાના ધર્મના કારણે જગતના બધા જ પ્રાણીઓ મુક્ત થાય અને દુર્ગતિના કારણભૂત જે અધર્મ તેમણે આચર્યો છે તેનું ફળ મને મળે – આ રીતે તેમનાં દુઃખો દૂર કરવાની અને તેમને મુક્ત બનાવવાની જે ઈચ્છા છે, તે બે ઈચ્છાથી યુક્ત ચિત્ત કુશલચિત્ત છે.’
-
-
પરન્તુ એ કુશલચિત્ત વાસ્તવિક રીતે સમ્ભવિત નથી. કારણ કે તેમના જ ગ્રન્થોમાં બુદ્ધોની (તત્ત્વજ્ઞાતાઓની) મુક્તિ જણાવી છે. ગંગાનદીની રેતીના કણો પ્રમાણ બુદ્ધો નિર્વાણ પામ્યા છે – આવી વ્યવસ્થા તેમના આગમમાં જણાવી છે. સ્વધર્મનો અન્ય જીવોમાં અને અન્ય જીવોના અધર્મનો સ્વમાં ઉપસંક્રમ થતો હોત તો બધાની જ મુક્તિ થતી હોવાથી બુદ્ધોની જ મુક્તિ વર્ણવવાનું સંગત નહીં થાય, બધાની જ મુક્તિ વર્ણવવી પડત. આમ છતાં માત્ર ભાવનાના કારણે
Page #56
--------------------------------------------------------------------------
________________
(વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું કુરિત્ર (અધર્મ) મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધર્મ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત થાય અને મારા જ્ઞાનના યોગે તેમનામાં કાયમ માટે ચૈતન્યનો સંચાર થાય.” જો આ પ્રમાણે માનવાનું સંભવિત નથી તો ઉપર જણાવ્યા મુજબ કુશલચિત્ત પણ સંભવતું નથી – એ સમજી શકાશે. ૪-૨૪
આવી જાતનું કુશલચિત્ત ન હોય તો જ શ્રીવીતરાગ પરમાત્મામાં મહત્ત્વ છે. અન્યથા શ્રીવીતરાગપરમાત્માની વીતરાગતા અસિદ્ધ થશે – એ જણાવાય છે –
अतो मोहानुगं ह्येतन्निर्मोहानामसुन्दरम् । बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ॥४-२५॥
“અસંભવિત વિષયવાળું એ કુશલચિત્ત હોવાથી મોહનીયકર્મના ઉદયથી અનુગત છે. શ્રીવીતરાગપરમાત્માઓ માટે તે સારું નથી. બોધિ, આરોગ્ય વગેરેની પ્રાર્થના જેવું એ ચિત્ત સરાગ અવસ્થામાં સારું પણ મનાય છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવિક રીતે ઉપર જણાવેલું કુશલચિત્ત અસંભવિત અર્થના વિષયવાળું હોવાથી મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહનીયકર્મના અભાવમાં તો સમસ્ત વિકલ્પના અંશથી પણ રહિત ચિત્ત હોય છે. શ્રીવીતરાગપરમાત્મા મોહરહિત હોવાથી તેમના
(૫૩)
Page #57
--------------------------------------------------------------------------
________________
માટે આ કુશલચિત્ત સુંદર નથી. તેથી કુશલચિત્ત (પરપરિકલ્પિત) શ્રીવીતરાગતાનું વિરોધી હોવાથી મુખ્ય નથી.
પ્રશસ્ત રાગની અવસ્થામાં આ કુશલચિત્ત બોધિ, આરોગ્ય અને ઉત્તમસમાધિની પ્રાર્થના જેવું છે. આશય એ છે કે, આવોહિામં સમાહિવમુત્તમ વિંતુ..... ઈત્યાદિ પદોથી આરોગ્યાદિની પ્રાર્થના કરાય છે. શ્રીવીતરાગપરમાત્મા રાગાદિોષોથી રહિત હોવાથી તેઓશ્રી કશું આપતા નથી અને લેતા નથી. તેથી તેઓશ્રીની પાસે કરેલી પ્રાર્થનાનો વિષય સંભવતો નથી. આમ છતાં રાગી જનો ભગવાન શ્રી તીર્થંકર દેવમાં ભક્તિને વ્યક્ત કરતા ભાવની પ્રકર્ષઅવસ્થાને લઈને આ પ્રમાણે પ્રાર્થના કરે છે, તે તેમના માટે ઉચિત મનાય છે. આથી જ કહ્યું છે કે આ અસત્યામૃષા ભાષા છે. માત્ર ભક્તિથી આ બોલાય છે. જેમના રાગદ્વેષ ક્ષીણ થયા છે એવા શ્રીવીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ વગેરે આપતા નથી. આ રીતે જેનો વિષય સંભવતો નથી; એનું વચન અને ચિન્તન ચોથા વચન અને મનના યોગમાં સંગત છે. આથી સ્પષ્ટ છે કે બોધ્યાદિની પ્રાર્થનાની જેમ અસંભવી-વિષયવાળું કુશલચિત્ત સરાગદશામાં સારું પણ છે.
-
ચપિ ચતુર્થ અસત્યામૃષા વચનયોગ અને મનોયોગ ભગવાનમાં પણ સંભવે છે. તેથી તેઓશ્રીને પણ કુશચિત્ત ઘટી શકે છે; પરન્તુ ઉપર જણાવ્યા મુજબનું; રાગાદિ વિકલ્પના કારણે ઉત્પન્ન ભક્તિભાવને લઈને જે ચતુર્થભંગ (અસત્યામૃષા) -વર્તિ કુશલચિત્ત છે, તે શ્રીવીતરાગપરમાત્મામાં હોતું નથી. દેશનાના વચનયોગ માટે અને અનુત્તરવિમાનના દેવોના સંશયના
૫૪
Page #58
--------------------------------------------------------------------------
________________
નિરાકરણ માટે ગ્રહણ કરેલાં, ભાષાવર્ગણાનાં અને મનોવર્ગણાનાં પુદ્ગલોને આશ્રયીને શ્રીવીતરાગપરમાત્માને ચોથા વચનયોગ અને મનોયોગનો સંભવ માન્યો છે....ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. II૪-૨૫૫
યદ્યપિ વાઘ વગેરેને પોતાનું માંસ આપવા વગેરેના કારણે બુદ્ધનું ચિત્ત અત્યન્ત કુશલ મનાય છે. પરન્તુ શ્રી અરિહન્ન પરમાત્માનું એવું ચિત્ત ન હતું. તેથી તેમનામાં મહત્ત્વ નથી – આવી શંકા કરાય છે; પણ તે અસદ્ગત છે. કારણ કે ઉપર જણાવ્યા મુજબ આ પણ ચિત્ત મોહાનુગત હોવાથી અતિકુશલ નથી..આવા આશયથી જણાવાય છે
सत्त्वधीरपि या स्वस्योपकारादपकारिणि । सात्मंभरित्वपिशुना परापायानपेक्षिणी ॥४-२६॥
‘‘અપકારી એવા વાઘ આદિમાં પોતાના ઉપકારના કારણે બુદ્ધને જે સત્ત્વબુદ્ધિ હતી, તે બુદ્ધના આત્મભરિત્વની ચાડી ખાનારી અને બીજાને થનારા અપાયની અપેક્ષા(વિચારણા)ને નહિ રાખનારી હતી.'' - આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધને; પોતાનું માંસ ખાનાર વાઘ વગેરે અપકારીને વિશે; પોતાના કર્મસ્વરૂપ વનને છેદી નાખવામાં તે સાહાય્ય કરતા હોવાથી જે સત્ત્વ(સારા ઉપકારીપણાની)બુદ્ધિ છે; તે આત્માને- પોતાને- જ (બીજાને નહિ) પુષ્ટ બનાવનારી એકલપેટીવૃત્તિને જણાવનારી છે તેમ જ તે વૃત્તિ; પોતાનું માંસ ખાનારા વાઘ વગેરેના દુર્ગતિમાં જવા સ્વરૂપ અપાયને ન વિચારનારી છે. આ રીતે બુદ્ધની સત્ત્વબુદ્ધિમાં આત્મભરિત્વ
૫૫
-
Page #59
--------------------------------------------------------------------------
________________
અને પરાપાયાનપેક્ષત્વ સ્વરૂપ મહાદૂષણ છે. આ વાતને અષ્ટક પ્રકરણમાં પણ જણાવાઈ છે. વિશિષ્ટ અર્થને સિદ્ધ કરવાથી અપકારીમાં સદ્ગુદ્ધિ; આભંભરિત્વને જણાવનારી અને પર પ્રાણીના અપાયની ઉપેક્ષાને કરનારી છે. આથી સમજી શકાશે કે બુદ્ધની સત્ત્વબુદ્ધિ પણ મોહાનુગત હોવાથી અતિકુશલચિત્તને જણાવનારી નથી... II૪-૨૬।।
શ્રીતીર્થંકરપરમાત્મામાં મહત્ત્વને નહિ માનનારા અન્યદર્શનીઓની માન્યતાનું નિરાકરણ કરીને પરમાત્મામાં જ મહત્ત્વ છે–એ જણાવવા સાથે પ્રકરણાર્થનું સમાપન કરાય છે – पदार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् ।
99
अगूढलक्षो भगवान् महानित्येष मे मतिः ||४-२७।। ‘‘તેથી પદાર્થમાત્રમાં રસિક; અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષવાળા એવા ભગવાન મહાન છે- એમ હું માનું છું. આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રીતીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી અને સર્વથા રાગાદિથી રહિત હોવાથી પદાર્થમાત્રના વાસ્તવિક સ્વરૂપમાત્રને જ ગ્રહણ કરે છે. એમાં ઔપાધિક ધર્મનો આરોપ કરતા નથી. રાગાદિ દોષોને લઈને વસ્તુના સ્વરૂપના બદલે તેના વિરૂપનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન ન હોય તો પદાર્થમાત્રનો બોધ થતો નથી. શ્રીતીર્થંકરપરમાત્માને છોડીને બીજા કોઈ પણ દેવમાં આવી પદાર્થમાત્રરસિકતા નથી. કેટલાક વિદ્વાનોના મતે અહીં ‘વાર્થ' ના સ્થાને પાર્થ પાઠ છે. એ મુજબ વિચારતાં પણ માનવું જ પડે કે શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને અન્ય કોઈ પણ દેવમાં એવી પરાર્થરસિકતા
–
૬
Page #60
--------------------------------------------------------------------------
________________
નથી. સૈકાન્તિક, આત્યન્તિક, પારમાર્થિક હિતને તેઓ(અન્ય દેવો) સમજી પણ શક્યા નથી તો તેમનામાં પરાર્થરસિતા ક્યાંથી સંભવે ?
પોતાની ઉપર જેમણે ઉપકાર કર્યો નથી એવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા શ્રી તીર્થંકરપરમાત્મા અગૂઢલક્ષવાળા છે. શ્રી તીર્થંકરપરમાત્માનું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાનો અવિસંવાદ ખૂબ જ સ્પષ્ટ રીતે તેઓશ્રીની સાધનામાં જોવા મળે છે. અહીં સાદ ના સ્થાને મૂઢ આવો પાઠ કેટલાક વિદ્વાનો માને છે. તેનો અર્થ પણ સમજી શકાય એવો છે. મૂઢ એટલે કોઈ પણ જાતના નિર્ણયથી શૂન્ય. એવા પ્રકારનું લક્ષ્ય જેમનું નથી; તેમને અમૂઢલક્ષ કહેવાય છે. આવા શ્રીતીર્થંકરપરમાત્મા મહાન છે – આ પ્રમાણે ગ્રન્થકાર પરમર્ષિની માન્યતા છે. અન્ય કોઈ પણ પરમાત્મામાં આવું મહત્ત્વ નથી... એ સૌ કોઈ સમજી શકે છે..... II૪-૨ના
ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહન્તપરમાત્મામાં જ મહત્ત્વ હોવાથી તેઓશ્રીના જ ધ્યાનવિશેષથી આત્મા પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે – એ જણાવાય છે
अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा ।
परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ॥४-२८॥ ‘અર્હમ્’ આ અક્ષર જેના ચિત્તમાં સર્વકાળ રાયમાન છે; તે આત્મા, તે શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે - આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે આત્માઓ અરિહન્તપરમાત્માનું હૃદયમાં નિરન્તર ધ્યાન કરે છે તેઓ અપરતત્ત્વમાંથી પરતત્ત્વમાં જાય છે. પરતત્ત્વ
૫૭
Page #61
--------------------------------------------------------------------------
________________
આત્માના શુદ્ધ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપને કહેવાય છે, જે સકલર્મના અભાવે આવિર્ભાવ પામેલી સિદ્ધાવસ્થા સ્વરૂપ છે. એ પરતત્ત્વસ્વરૂપ પર(પરમ)બ્રહ્મની પૂર્વાવસ્થાને અપર બ્રહ્મ તરીકે વર્ણવી છે. રૂપાતીત અવસ્થાનું વર્ણન શબ્દથી ખૂબ જ સ્કૂલ રીતે થાય છે અને રૂપવ અવસ્થાનું વર્ણન તેની અપેક્ષાએ સૂક્ષ્મ રીતે થતું હોય છે. તે અપર બ્રહમને એ અપેક્ષાએ શબ્દબ્રહ્મ કહેવાય છે. શબ્દબ્રહ્મ અને પરબ્રમમાં જે ભેદ છે તે વેદાન્તદર્શનાદિના અભ્યાસથી સમજી લેવો જોઈએ. શબ્દથી પ્રતિપાદ બ્રહ્મ, શબ્દથી શેય બ્રહ્મ અને શબ્દસ્વરૂપ બ્રહ્મ. ઈત્યાદિ જુદી જુદી વ્યુત્પત્તિને આશ્રયીને શબ્દબ્રહ્મનું સ્વરૂપ; પરબ્રહ્મના સ્વરૂપથી ભિન્ન છે. શબ્દબ્રમથી પરમબ્રમને પામવા માટે શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસના એ એક જ ઉપાય છે. એ વિના બીજો કોઈ જ ઉપાય નથી – એ ઓગણત્રીસમા શ્લોકથી જણાવાય છે–
પર: સદા: શહું પરે યોજામુપાસતામ્। हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ॥४-२९॥
હજારો-લાખો વર્ષો સુધી બીજા (શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસના નહિ કરનારા) લોકો યોગની ઉપાસના કરે; તોપણ શ્રી અરિહન્તપરમાત્માની સેવા (આજ્ઞાપાલનાદિ સ્વરૂપ ઉપાસના) ક્યાં વિના તેઓ પરમપદે જવાના નથી. કારણ કે પરમપદને પ્રાપ્ત કરવાનો જો કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર શ્રી અરિહન્તપરમાત્માની ઉપાસના જ છે. એ વિના કરાતી યોગની ઉપાસના વસ્તુતઃ યોગની ઉપાસના નથી. પરંતુ
૫૮)
Page #62
--------------------------------------------------------------------------
________________
તેના આભાસની જ ઉપાસના છે. બીજા યોગીઓને સમ્યજ્ઞાન ન હોવાથી તેઓ પારમાર્થિક યોગને સમજી જ શક્યા નથી. અને તેમને સમ્યગ્દર્શન ન હોવાથી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. મિથ્યાત્વમોહનીયમના તીવ્ર વિપાકો યોગના (બાહ્યદૃષ્ટિએ યોગના) ઉપાસકોને પણ પરમપદથી દૂર રાખે છે. તેની મંદતા આત્માને પરમપદના પથિક બનાવે છે. સંસારના સુખ-દુઃખ પ્રત્યેના તીવ્ર રાગ-દ્વેષનાં પરિણામોની તીવ્રતા ઘટે તો જ મિથ્યાત્વાદિની મન્દતા થઈ શકે. આપણા સૌનું સદ્ભાગ્ય અદ્દભુત છે કે સ્વભાવથી જ શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસનાનો આપણને યોગ પ્રાપ્ત થયો. એ દ્વારા પરમપદનો યોગ પ્રાપ્ત થાય : એ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ. I૪-૨લા
શ્રી અરિહન્તપરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે તે દૃષ્ટાન્તપૂર્વક જણાવાય છે –
आत्मायमर्हतो ध्यानात् परमात्मत्वमश्रुते । रसविद्धं यथा तानं स्वर्णत्वमधिगच्छति ॥४-३०॥
આ આત્મા શ્રી અરિહન્ત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું પ્રાપ્ત કરે છે. રસથી વિધ તાંબુ જેમ સુવર્ણપણું પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી પરમતારક મોક્ષસાધનાના પ્રારંભથી માંડીને શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીની આત્માની અનેકવિધ અવસ્થાનો વિચાર કરીએ તો શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક ધ્યાનનું સ્વરૂપ સારી રીતે સમજી શકાશે.
(૫૯
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનમાં; આત્મા પોતાની ભૂમિકા મુજબ ઉપયોગ રાખે તો ક્રમે કરીને શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન પ્રાપ્ત કરી શકશે. પોતાની ભૂમિકા મુજબ તે તે વિહિત પ્રવૃત્તિ કરતી વખતે આજ્ઞાપાલનનો જે સતત ઉપયોગ છે, તે શ્રા અરિહન્તપરમાત્માનું ધ્યાનવિશેષ છે. પરમપ્રકૃષ્ટ એ ધ્યાન જ આત્માને પરમાત્મપણું પ્રાપ્ત કરાવે છે. માર્ગાનુસરણ, સમ્યગ્દર્શન, વિરતિ અને સામર્થ્યયોગ તેમ જ શૈલેશી અવસ્થા : આ બધાનો વિચાર કરવાથી ધ્યાનની પ્રારંભઅવસ્થાથી પરાકાષ્ઠા સુધીની સ્થિતિનો સામાન્ય ખ્યાલ આવશે. દૃષ્ટાન્તમાં જણાવેલા રસના સ્થાને શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન છે. આત્મા તાંબાના સ્થાને છે. અને પરમાત્મપણું - એ સુવર્ણત્વના સ્થાને છે. તાંબુ જ સોનું થાય છે તેમ આત્મા જ પરમાત્મા બને છે તેમાં શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન મુખ્ય કારણ છે...... II૪-૩૦ના
શ્રી અરિહન્તપરમાત્માના જ ધ્યાનથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે : એ ચોક્કસ થયે છતે જે કર્તવ્ય છે તે જણાવાય છે -
पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनाऽस्ति वः ||४- ३१ ॥
શ્લોકાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની ઉપાસનાને છોડીને બીજો કોઈ જ ઉપાય પરમપદની પ્રાપ્તિ માટે ન હોવાથી; પરમપદના પ્રાપક શ્રી વીતરાગપરમાત્મા જ મહાન છે. બુદ્ધાદિ કોઈ પણ મહાન નથી. તેથી આ શ્રી વીતરાગપરમાત્મા જ પૂજ્ય છે, આ
૬૦
Page #64
--------------------------------------------------------------------------
________________
પરમાત્મા જ સ્મરણીય છે અને આ પરમાત્મા જ આદરપૂર્વક સેવનીય છે. શ્રી અરિહન્તપરમાત્માની જ તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ અષ્ટપ્રકારી વગેરે દ્રવ્યપૂજા અને ચૈત્યવન્દનાદિ સ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. તેમ જ દરેક ધર્માનુષ્ઠાનાદિ કરતી વખતે શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞાનું મુખ્યપણે સ્મરણ કરવા દ્વારા તેઓશ્રીનું સ્મરણ કરવું જોઈએ. અને જ્યારે પણ આજ્ઞા માનવી હોય ત્યારે શ્રી વીતરાગપરમાત્માની જ આજ્ઞા માનવા સ્વરૂપ તેઓશ્રીની જ સેવા કરવી જોઈએ. આથી જ ગ્રન્થકાર પરમર્ષિ શ્લોના ઉત્તરાર્ધથી ફરમાવે છે કે તમારામાં જો ચેતના છે તો આ જ શ્રીવીતરાગપરમાત્માના શાસનમાં ભક્તિ કરવી જોઈએ. અર્થાત્ તેઓશ્રીના જ શાસન(વચન)ને આરાધવું જોઈએ. શરીરમાં જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી શ્રીવીતરાગપરમાત્માના શાસનની આરાધના સિવાય બીજુ કાંઈ પણ કરવાજેવું નથી. ચેતનાનો એકમાત્ર ઉપયોગ જ એ છે. શ્રી તીર્થંકરભગવાનનું મહત્ત્વ સમજાયા પછી સમજણની સાર્થકતા એમાં જ રહી છે... I૪-૩૧ાા - ભક્તિની ઉપાદેયતાને તેના ફળના વર્ણનથી જણાવાય છે –
सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्ति र्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥४-३२॥
“મૃતસમુદ્રનું અવગાહન કરવાથી મને આ સાર-રહસ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રીવીતરાગપરમાત્માની ભક્તિ મોક્ષનું બીજ છે.' - આ પ્રમાણે છેલ્લા શ્લોકનો અર્થ છે. ગ્રન્થકાર પરમર્ષિએ આ શ્લોકમાં ચોથી બત્રીશીનો સાર વર્ણવ્યો છે.
= ૬૧ )
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વર દેવોને છોડીને અન્ય કોઈ પણ દેવમાં મહત્ત્વ સિદ્ધ થતું નથી. માત્ર શ્રી જિનેશ્વરદેવમાં જ પારમાર્થિક મહત્ત્વ છે. એ પણ માત્ર બાહ્ય સંપદાને લઈને નથી; પરન્તુ અવિસંવાદી(મોક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરાવનારા) વચનને લઈને જ છે. આ સંસારથી મુક્ત બની પરમાનન્દને પ્રાપ્ત કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માના જ વચનની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ; પરમાર્થથી તો તેઓશ્રીના પરમતારક વચનની આરાધનામાં જ રહેલી છે. સમસ્ત દ્વાદશાદ્ગીની રચના પરમપદની પ્રાપ્તિના એકમાત્ર ઉદ્દેશથી થયેલી છે. મુમુક્ષુ આત્માઓને એ ઉદ્દેશની સિદ્ધિ માટે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની આરાધના કઈ રીતે કરવી જોઈએ, તેનું વિસ્તારથી એમાં વર્ણન છે. આવા શ્રુતસમુદ્રનું અવગાહન કરવાથી જે સાર પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. અત્તે શ્રી અરિહન્તપરમાત્માની એ ભક્તિ કરવા દ્વારા આપણે પરમાનન્દના ભોક્તા બની રહીએ એ જ એક શુભાભિલાષા.... ૪-૩રા
| તિ શ્રીનિનમહત્ત્વ-દાવિંશિT |
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । सायातमुफ्काराय चन्द्रगुप्तेन धीमता ॥
ના વાડા, અને
Page #66
--------------------------------------------------------------------------
_