________________
વિશેષતાનું જ્ઞાન ન થાય તો તેવા પ્રકારની સાધુત્વબુદ્ધિથી ત્યાં ધર્મનો અભાવ થતો નથી.' આ પ્રમાણે તે તે ગ્રન્થમાં જણાવ્યું છે – તે સંગત બને છે. કારણ કે વ્યક્તિવિશેષને આશ્રયીને મહત્ત્વપ્રયોજક (મહત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવા દ્વારા ધર્મની પ્રત્યે પ્રયોજક) કોઈ પણ ધર્મને માનવાનો હોય તો અસાધુમાં નિરવદ્યવસતિનું આસેવન વગેરે ધર્મ; વ્યક્તિવિશેષ(સુસાધુ)માંનો ન હોવાથી તેને લઈને સાધુત્વની બુદ્ધિ ઉત્પન્ન કરાવવા દ્વારા તે ધર્મની પ્રત્યે પ્રયોજક નહિ બને. અને તેથી તે તે ગ્રન્થમાં જે જણાવ્યું છે કે-‘તેવા સ્થળે ફળનો અભાવ થતો નથી' : આ વાત સંગત નહિ બને. આથી સમજી શકાશે કે વ્યક્તિવિશેષને આશ્રયીને કોઈ પણ ધર્મવિશેષને મહત્ત્વબુદ્ધિની પ્રત્યે પ્રયોજક માનવાનું ઉચિત નથી.
ચપિ આ રીતે મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિવિશેષગત ધર્મની પ્રયોજતા માનવાની ન હોય તો; સાધુ અને અસાધુના વિશેષધર્મના દર્શનના અભાવમાં સામાન્યથી નિરવધવસતિ વગેરે સામાન્યધર્મને આશ્રયીને સાધુ અને અસાધુ-બંન્નેમાં સાધુત્વની બુદ્ધિએ વંદનાદિ ક્રિયા કરવાથી ફળભેદ(વિશેષ) નહિ થાય; પરન્તુ સામાન્યફળની વિવક્ષામાં જ વ્યક્તિવિશેષગત ધર્મનો નિવેશ કર્યો નથી. અવ્યક્ક્ત(સૂક્ષ્મ)સમાધિ સ્વરૂપ લવિશેષની પ્રત્યે તો વ્યક્તિવિશેષગત ધર્મથી જ ઉત્પન્ન થનારી મહત્ત્વબુદ્ધિ પ્રયોજિકા છે, તેથી કોઈ અનુપપત્તિ નથી.
‘નિરવદ્ય વસતિ, અપ્રતિબદ્ધ વિહાર અને નિર્દોષભિક્ષા આદિના કારણે અસાધુમાં પણ સાધુત્વની
૪