________________
અનુમિતિ થાય છે જ; અને ત્યાર બાદ તે અનુમિતિના કારણે તેમને કરાતા વંદનાદિની ક્રિયાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. મહત્ત્વબુદ્ધિની પ્રત્યે વ્યક્તિગત કોઈ ધર્મવિશેષને પ્રયોજક માનતા નથી માટે અસાધુમાં સાધુત્વબુદ્િધથી (અનુમિતિથી) વંદનાદિ ક્રિયાના કારણે ફળની પ્રાપ્તિ થાય છે - એવું નથી' : આ પ્રમાણે જો માનવામાં આવે તો પ્રકૃત સ્થળે ભગવાન શ્રીવીતરાગપરમાત્મામાં પણ અવ્યભિચારી, (અનન્યસાધારણ) એવા વિશિષ્ટ સ્વરૂપથી મહત્વની અનુમિતિ પછી જ તેઓશ્રીના સ્મરણાદિથી ફળની વિશેષ પ્રાપ્તિ થાય છે - એ પ્રમાણે કહી શકાય છે. આથી મહત્ત્વ ન (મૂળ શ્લોકમાં વિમુવં ન આવો પાઠ છે, ત્યાં વિમુત્વ ના સ્થાને મદā આવો પાઠ હોવો જોઈએ) આ પદ પછી
નુમેય આ પદ અધ્યાહારથી સમજવું. તેથી શ્લોકનો અર્થ એ થશે કે-ત્રણ ગઢ, ઈન્દ્રધ્વજ, છત્ર, ધર્મચક અને ચામર વગેરેની સમ્પદાથી પરમાત્માના મહત્ત્વનું અનુમાન ન કરવું. કારણ કે તેવા પ્રકારનું; બુદ્ધિમાનોને ચમત્કાર કરાવનારું મહત્ત્વ તો માયાવી જનોમાં પણ સંભવે છે. - આ રીતે શ્લોકના અર્થમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) નથી. પોતાને છોડીને બીજામાં રહેનારા અભાવના પ્રતિયોગી એવા ગુણવત્તા (અનન્યસાધારણ ગુણ) સ્વરૂપ મહત્ત્વ છે. આવા મહત્ત્વનું અનુમાન બાહ્યપદાથી કરી શકાય નહિ. કાર કે માયાવીમાં જ બાહ્યસમ્પદા હોવા છતાં મહત્ત્વ નથી, તેથી વ્યભિચાર આવે છે. આશય એ છે કે પરમાત્મામાં પોતાના