SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ जनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नघटत्वावच्छिन्नઘટનિષ્ટનન્યતાવર્’-આ અનુમાનથી સિદ્ધ એવા જન્યસત્ત્વરૂપે કાર્યમાત્રની પ્રત્યે કર્તાને કારણ માનીએ તો જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે યવા ખન્વસત્ તવા વતાં આ વ્યામિ(નિયમ)ની જેમ યા ખન્યસત્ તા જ્ઞાતા આ વ્યામિ પણ છે. આથી આ રીતે અનેક કાર્યકારણભાવની કલ્પના કરવાનું પ્રામાણિક નથી. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ ન હોવાથી તે સ્વરૂપે પરમાત્માને ન માનવા છતાં પરમાત્મામાં મહત્ત્વ માનવામાં કોઈ જ દોષ નથી. ‘‘ઘટાદિ કાર્યની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ એ કારણ છે. જેને એવું પ્રત્યક્ષ નથી તેને ઘટાદિ કાર્યની ઉત્પત્તિ કરવાનું શક્ય બનતું નથી. સામાન્યથી; આ પ્રમાણે વિશેષ રીતે વિશિષ્ટ સ્થળે કાર્યકારણભાવ નિશ્ચિત થાય છે ત્યારે જો વ્યભિચારનું જ્ઞાન ન હોય અને લાઘવજ્ઞાનનો સહકાર હોય, તો તે સામાન્યસ્વરૂપે જ નિશ્ચિત થતો હોય છે. દા.ત. ઘટની પ્રત્યે કપાલ કારણ છે, કપાલને પાલસ્વસ્વરૂપે જ ઘટની પ્રત્યે કારણ મનાય છે, પૃથ્વીત્વસ્વરૂપે નહિ અને કપાલાન્યતમ સ્વરૂપે પણ નહિ. કારણ કે તે તે સ્વરૂપે કારણ માનવાથી અનુક્રમે વ્યભિચાર આવે છે અને ગૌરવ થાય છે. આવી જાતનું વ્યભિચારનું જ્ઞાન ન હોય અને ગૌરવજ્ઞાન પણ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ સામાન્ય સ્વરૂપે જ કાર્યકારણભાવ નિશ્ચિત થતો હોય છે. તેથી કાર્ય-જન્યસત્(દ્રવ્ય-ગુણ-કર્મ)માત્રની પ્રત્યે તેના ઉપાદાન(સમવાયિ)કારણનું પ્રત્યક્ષ કારણ છે-એ સિદ્ધ થાય છે. આથી સમજી શકાશે કે ચળુાવિર્ત ૩૦
SR No.023209
Book TitleJin Mahatva Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy