________________
ભિન્નત્વકે સર્વથા અભિન્નત્વ માનવામાં આવતા દોષો નહીં આવે.
કોઈ કોઈ સ્થાને એકાન્ત ભેદ કે એકાન્ત અભેદનો અનુભવ થતો હોવાથી સર્વત્ર વસ્તુમાં ઉપર જણાવ્યા મુજબ શબભત્વ માનવાની જરૂર નથી.' - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે સર્વત્ર વસ્તુમાં શબલત્વનો અનુભવ થતો હોવા છતાં એકાન્તદર્શનના અત્યન્તપરિચયાદિ દોષની પ્રબળતાના કારણે આકાશ અને ઘટ વગેરેમાં એકાન્ત નિત્યત્વ અને અનિત્યત્વ વગેરેનો ભ્રમ થતો હોય છે. એકાન્ત નિત્યત્યાદિના બાધક એવા વિશેષ ધર્મનું દર્શન કરાવવા દ્વારા એ ભ્રમને દૂર કરી શકાય છે. સામે રહેલા સ્થાણુ(ઝાડનું થડ)માં પુરુષત્વનો ભ્રમ શાખાદિના વિશેષ દર્શનથી જેમ દૂર કરી શકાય છે તેમ એકાન્ત નિત્યત્વાદિ પક્ષમાં પ્રાપ્ત થતા વ્યવહારબાધાદિ દોષોના દર્શનથી તે ભ્રમ દૂર કરી શકાય છે..આ બધું અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. ન્યાયની પરિભાષાથી પરિચિત જિજ્ઞાસુઓએ આ સાથે પ્રકાશિત વિવરણથી ગ્રન્થની પતિઓ લગાડવી જોઈએ. આથી જ કેટલીક પક્તિઓનું આ ગુજરાતી વિવરણમાં તેનું અક્ષરશઃ વિવરણ કર્યા વિના જ વિવરણ કર્યું છે - એ યાદ
રાખવું.
યદ્યપિ, શ્રી વીતરાગપરમાત્માનું સંવાદિ જે પરમતારક વચન છે, તેને અહીં આ શ્લોકમાં મહત્ત્વસ્વરૂપે વર્ણવ્યું છે તે યોગ્ય નથી. કારણ કે અનન્યસાધારણગુણવત્ત્વસ્વરૂપ તે મહત્ત્વ છે – આ પ્રમાણે આ પૂર્વે પહેલા શ્લોકમાં છેલ્લે વર્ણવ્યું છે.