________________
अथ जिनमहत्त्वद्वात्रिंशिका प्रारभ्यते ।
ત્રીજી બત્રીશીમાં ‘માર્ગ’નું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં માર્ગદેશક શ્રી તીર્થંકરભગવન્તનું માહાત્મ્ય વ્યવસ્થાપિત કરાય છે —
-
वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा ।
विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ॥ ४-१॥ આશય એ છે કે આ પૂર્વેની માર્ગબત્રીશીમાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનને માર્ગરૂપે વર્ણવ્યું છે. પરન્તુ જે લોકો શ્રી તીર્થંકરપરમાત્માને મહાન માનતા નથી, તેઓ તેઓશ્રીના પરમતારક વચનને માર્ગસ્વરૂપ નહિ માને; તેથી શ્રીવીતરાગપરમાત્માનું મહત્ત્વ સિદ્ધ કરવા આ બત્રીશી છે. આ બત્રીશીમાં શ્રી તીર્થંકરપરમાત્માનું માહાત્મ્ય અનુમાનપ્રમાણથી સિદ્ધ કર્યું છે. ન્યાયદર્શનની પરિભાષાનો જેમને પરિચય નથી; તેમને આ બત્રીશીમાં જણાવેલી વાત સમજવાનું શક્ય હિ બને. આમ છતાં વચ્ચે વચ્ચે કેટલીક વાતો પ્રયત્નથી સમજી પણ શકાશે. ન્યાયદર્શનની પરિભાષાના જાણકારોને અનુલક્ષીને અહીં મુખ્યપણે વિવરણ છે.
“સમવસરણના ત્રણ કિલ્લા(ગઢ), ઈન્દ્રધ્વજ, ત્રણ છત્ર, ધર્મચક્ર અને ચામરની સમ્પદાના કારણે વિભુ (અનન્તજ્ઞાનાદિમય પરમાત્મા)નું વિભુત્વ નથી. કારણ કે તેવું વિભુત્વ તો માયાવી દેવતા વગેરેમાં પણ સંભવે છે.' આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રીતીર્થંકરપરમાત્મા સૌથી મહાન છે - એમાં કોઈ વિવાદ
૧
-