________________
શ્રી અરિહન્તપરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનમાં; આત્મા પોતાની ભૂમિકા મુજબ ઉપયોગ રાખે તો ક્રમે કરીને શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન પ્રાપ્ત કરી શકશે. પોતાની ભૂમિકા મુજબ તે તે વિહિત પ્રવૃત્તિ કરતી વખતે આજ્ઞાપાલનનો જે સતત ઉપયોગ છે, તે શ્રા અરિહન્તપરમાત્માનું ધ્યાનવિશેષ છે. પરમપ્રકૃષ્ટ એ ધ્યાન જ આત્માને પરમાત્મપણું પ્રાપ્ત કરાવે છે. માર્ગાનુસરણ, સમ્યગ્દર્શન, વિરતિ અને સામર્થ્યયોગ તેમ જ શૈલેશી અવસ્થા : આ બધાનો વિચાર કરવાથી ધ્યાનની પ્રારંભઅવસ્થાથી પરાકાષ્ઠા સુધીની સ્થિતિનો સામાન્ય ખ્યાલ આવશે. દૃષ્ટાન્તમાં જણાવેલા રસના સ્થાને શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન છે. આત્મા તાંબાના સ્થાને છે. અને પરમાત્મપણું - એ સુવર્ણત્વના સ્થાને છે. તાંબુ જ સોનું થાય છે તેમ આત્મા જ પરમાત્મા બને છે તેમાં શ્રી અરિહન્તપરમાત્માનું ધ્યાન મુખ્ય કારણ છે...... II૪-૩૦ના
શ્રી અરિહન્તપરમાત્માના જ ધ્યાનથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે : એ ચોક્કસ થયે છતે જે કર્તવ્ય છે તે જણાવાય છે -
पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनाऽस्ति वः ||४- ३१ ॥
શ્લોકાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની ઉપાસનાને છોડીને બીજો કોઈ જ ઉપાય પરમપદની પ્રાપ્તિ માટે ન હોવાથી; પરમપદના પ્રાપક શ્રી વીતરાગપરમાત્મા જ મહાન છે. બુદ્ધાદિ કોઈ પણ મહાન નથી. તેથી આ શ્રી વીતરાગપરમાત્મા જ પૂજ્ય છે, આ
૬૦