________________
આત્માના શુદ્ધ (સ્વભાવસિદ્ધ) સ્વરૂપને કહેવાય છે, જે સકલર્મના અભાવે આવિર્ભાવ પામેલી સિદ્ધાવસ્થા સ્વરૂપ છે. એ પરતત્ત્વસ્વરૂપ પર(પરમ)બ્રહ્મની પૂર્વાવસ્થાને અપર બ્રહ્મ તરીકે વર્ણવી છે. રૂપાતીત અવસ્થાનું વર્ણન શબ્દથી ખૂબ જ સ્કૂલ રીતે થાય છે અને રૂપવ અવસ્થાનું વર્ણન તેની અપેક્ષાએ સૂક્ષ્મ રીતે થતું હોય છે. તે અપર બ્રહમને એ અપેક્ષાએ શબ્દબ્રહ્મ કહેવાય છે. શબ્દબ્રહ્મ અને પરબ્રમમાં જે ભેદ છે તે વેદાન્તદર્શનાદિના અભ્યાસથી સમજી લેવો જોઈએ. શબ્દથી પ્રતિપાદ બ્રહ્મ, શબ્દથી શેય બ્રહ્મ અને શબ્દસ્વરૂપ બ્રહ્મ. ઈત્યાદિ જુદી જુદી વ્યુત્પત્તિને આશ્રયીને શબ્દબ્રહ્મનું સ્વરૂપ; પરબ્રહ્મના સ્વરૂપથી ભિન્ન છે. શબ્દબ્રમથી પરમબ્રમને પામવા માટે શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસના એ એક જ ઉપાય છે. એ વિના બીજો કોઈ જ ઉપાય નથી – એ ઓગણત્રીસમા શ્લોકથી જણાવાય છે–
પર: સદા: શહું પરે યોજામુપાસતામ્। हन्तार्हन्तमनासेव्य गन्तारो न परं पदम् ॥४-२९॥
હજારો-લાખો વર્ષો સુધી બીજા (શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસના નહિ કરનારા) લોકો યોગની ઉપાસના કરે; તોપણ શ્રી અરિહન્તપરમાત્માની સેવા (આજ્ઞાપાલનાદિ સ્વરૂપ ઉપાસના) ક્યાં વિના તેઓ પરમપદે જવાના નથી. કારણ કે પરમપદને પ્રાપ્ત કરવાનો જો કોઈ ઉપાય હોય તો તે એકમાત્ર શ્રી અરિહન્તપરમાત્માની ઉપાસના જ છે. એ વિના કરાતી યોગની ઉપાસના વસ્તુતઃ યોગની ઉપાસના નથી. પરંતુ
૫૮)