Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ પરમાત્મા જ સ્મરણીય છે અને આ પરમાત્મા જ આદરપૂર્વક સેવનીય છે. શ્રી અરિહન્તપરમાત્માની જ તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ અષ્ટપ્રકારી વગેરે દ્રવ્યપૂજા અને ચૈત્યવન્દનાદિ સ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. તેમ જ દરેક ધર્માનુષ્ઠાનાદિ કરતી વખતે શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞાનું મુખ્યપણે સ્મરણ કરવા દ્વારા તેઓશ્રીનું સ્મરણ કરવું જોઈએ. અને જ્યારે પણ આજ્ઞા માનવી હોય ત્યારે શ્રી વીતરાગપરમાત્માની જ આજ્ઞા માનવા સ્વરૂપ તેઓશ્રીની જ સેવા કરવી જોઈએ. આથી જ ગ્રન્થકાર પરમર્ષિ શ્લોના ઉત્તરાર્ધથી ફરમાવે છે કે તમારામાં જો ચેતના છે તો આ જ શ્રીવીતરાગપરમાત્માના શાસનમાં ભક્તિ કરવી જોઈએ. અર્થાત્ તેઓશ્રીના જ શાસન(વચન)ને આરાધવું જોઈએ. શરીરમાં જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી શ્રીવીતરાગપરમાત્માના શાસનની આરાધના સિવાય બીજુ કાંઈ પણ કરવાજેવું નથી. ચેતનાનો એકમાત્ર ઉપયોગ જ એ છે. શ્રી તીર્થંકરભગવાનનું મહત્ત્વ સમજાયા પછી સમજણની સાર્થકતા એમાં જ રહી છે... I૪-૩૧ાા - ભક્તિની ઉપાદેયતાને તેના ફળના વર્ણનથી જણાવાય છે – सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्ति र्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥४-३२॥ “મૃતસમુદ્રનું અવગાહન કરવાથી મને આ સાર-રહસ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રીવીતરાગપરમાત્માની ભક્તિ મોક્ષનું બીજ છે.' - આ પ્રમાણે છેલ્લા શ્લોકનો અર્થ છે. ગ્રન્થકાર પરમર્ષિએ આ શ્લોકમાં ચોથી બત્રીશીનો સાર વર્ણવ્યો છે. = ૬૧ )

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66