________________
તેના આભાસની જ ઉપાસના છે. બીજા યોગીઓને સમ્યજ્ઞાન ન હોવાથી તેઓ પારમાર્થિક યોગને સમજી જ શક્યા નથી. અને તેમને સમ્યગ્દર્શન ન હોવાથી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. મિથ્યાત્વમોહનીયમના તીવ્ર વિપાકો યોગના (બાહ્યદૃષ્ટિએ યોગના) ઉપાસકોને પણ પરમપદથી દૂર રાખે છે. તેની મંદતા આત્માને પરમપદના પથિક બનાવે છે. સંસારના સુખ-દુઃખ પ્રત્યેના તીવ્ર રાગ-દ્વેષનાં પરિણામોની તીવ્રતા ઘટે તો જ મિથ્યાત્વાદિની મન્દતા થઈ શકે. આપણા સૌનું સદ્ભાગ્ય અદ્દભુત છે કે સ્વભાવથી જ શ્રી અરિહન્ત પરમાત્માની ઉપાસનાનો આપણને યોગ પ્રાપ્ત થયો. એ દ્વારા પરમપદનો યોગ પ્રાપ્ત થાય : એ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ. I૪-૨લા
શ્રી અરિહન્તપરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે તે દૃષ્ટાન્તપૂર્વક જણાવાય છે –
आत्मायमर्हतो ध्यानात् परमात्मत्वमश्रुते । रसविद्धं यथा तानं स्वर्णत्वमधिगच्छति ॥४-३०॥
આ આત્મા શ્રી અરિહન્ત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું પ્રાપ્ત કરે છે. રસથી વિધ તાંબુ જેમ સુવર્ણપણું પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી પરમતારક મોક્ષસાધનાના પ્રારંભથી માંડીને શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીની આત્માની અનેકવિધ અવસ્થાનો વિચાર કરીએ તો શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક ધ્યાનનું સ્વરૂપ સારી રીતે સમજી શકાશે.
(૫૯