________________
નથી. સૈકાન્તિક, આત્યન્તિક, પારમાર્થિક હિતને તેઓ(અન્ય દેવો) સમજી પણ શક્યા નથી તો તેમનામાં પરાર્થરસિતા ક્યાંથી સંભવે ?
પોતાની ઉપર જેમણે ઉપકાર કર્યો નથી એવા જીવો ઉપર પણ ઉપકાર કરનારા શ્રી તીર્થંકરપરમાત્મા અગૂઢલક્ષવાળા છે. શ્રી તીર્થંકરપરમાત્માનું લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાનો અવિસંવાદ ખૂબ જ સ્પષ્ટ રીતે તેઓશ્રીની સાધનામાં જોવા મળે છે. અહીં સાદ ના સ્થાને મૂઢ આવો પાઠ કેટલાક વિદ્વાનો માને છે. તેનો અર્થ પણ સમજી શકાય એવો છે. મૂઢ એટલે કોઈ પણ જાતના નિર્ણયથી શૂન્ય. એવા પ્રકારનું લક્ષ્ય જેમનું નથી; તેમને અમૂઢલક્ષ કહેવાય છે. આવા શ્રીતીર્થંકરપરમાત્મા મહાન છે – આ પ્રમાણે ગ્રન્થકાર પરમર્ષિની માન્યતા છે. અન્ય કોઈ પણ પરમાત્મામાં આવું મહત્ત્વ નથી... એ સૌ કોઈ સમજી શકે છે..... II૪-૨ના
ઉપર જણાવ્યા મુજબ શ્રી અરિહન્તપરમાત્મામાં જ મહત્ત્વ હોવાથી તેઓશ્રીના જ ધ્યાનવિશેષથી આત્મા પરમતત્ત્વને પ્રાપ્ત કરે છે – એ જણાવાય છે
अर्हमित्यक्षरं यस्य चित्ते स्फुरति सर्वदा ।
परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ॥४-२८॥ ‘અર્હમ્’ આ અક્ષર જેના ચિત્તમાં સર્વકાળ રાયમાન છે; તે આત્મા, તે શબ્દબ્રહ્મથી પરમબ્રહ્મને પ્રાપ્ત કરે છે - આ પ્રમાણે અઠ્ઠાવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે આત્માઓ અરિહન્તપરમાત્માનું હૃદયમાં નિરન્તર ધ્યાન કરે છે તેઓ અપરતત્ત્વમાંથી પરતત્ત્વમાં જાય છે. પરતત્ત્વ
૫૭