________________
અને પરાપાયાનપેક્ષત્વ સ્વરૂપ મહાદૂષણ છે. આ વાતને અષ્ટક પ્રકરણમાં પણ જણાવાઈ છે. વિશિષ્ટ અર્થને સિદ્ધ કરવાથી અપકારીમાં સદ્ગુદ્ધિ; આભંભરિત્વને જણાવનારી અને પર પ્રાણીના અપાયની ઉપેક્ષાને કરનારી છે. આથી સમજી શકાશે કે બુદ્ધની સત્ત્વબુદ્ધિ પણ મોહાનુગત હોવાથી અતિકુશલચિત્તને જણાવનારી નથી... II૪-૨૬।।
શ્રીતીર્થંકરપરમાત્મામાં મહત્ત્વને નહિ માનનારા અન્યદર્શનીઓની માન્યતાનું નિરાકરણ કરીને પરમાત્મામાં જ મહત્ત્વ છે–એ જણાવવા સાથે પ્રકરણાર્થનું સમાપન કરાય છે – पदार्थमात्ररसिकस्ततोऽनुपकृतोपकृत् ।
99
अगूढलक्षो भगवान् महानित्येष मे मतिः ||४-२७।। ‘‘તેથી પદાર્થમાત્રમાં રસિક; અનુપકારી ઉપર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષવાળા એવા ભગવાન મહાન છે- એમ હું માનું છું. આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રીતીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી અને સર્વથા રાગાદિથી રહિત હોવાથી પદાર્થમાત્રના વાસ્તવિક સ્વરૂપમાત્રને જ ગ્રહણ કરે છે. એમાં ઔપાધિક ધર્મનો આરોપ કરતા નથી. રાગાદિ દોષોને લઈને વસ્તુના સ્વરૂપના બદલે તેના વિરૂપનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન ન હોય તો પદાર્થમાત્રનો બોધ થતો નથી. શ્રીતીર્થંકરપરમાત્માને છોડીને બીજા કોઈ પણ દેવમાં આવી પદાર્થમાત્રરસિકતા નથી. કેટલાક વિદ્વાનોના મતે અહીં ‘વાર્થ' ના સ્થાને પાર્થ પાઠ છે. એ મુજબ વિચારતાં પણ માનવું જ પડે કે શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને અન્ય કોઈ પણ દેવમાં એવી પરાર્થરસિકતા
–
૬