________________
માટે આ કુશલચિત્ત સુંદર નથી. તેથી કુશલચિત્ત (પરપરિકલ્પિત) શ્રીવીતરાગતાનું વિરોધી હોવાથી મુખ્ય નથી.
પ્રશસ્ત રાગની અવસ્થામાં આ કુશલચિત્ત બોધિ, આરોગ્ય અને ઉત્તમસમાધિની પ્રાર્થના જેવું છે. આશય એ છે કે, આવોહિામં સમાહિવમુત્તમ વિંતુ..... ઈત્યાદિ પદોથી આરોગ્યાદિની પ્રાર્થના કરાય છે. શ્રીવીતરાગપરમાત્મા રાગાદિોષોથી રહિત હોવાથી તેઓશ્રી કશું આપતા નથી અને લેતા નથી. તેથી તેઓશ્રીની પાસે કરેલી પ્રાર્થનાનો વિષય સંભવતો નથી. આમ છતાં રાગી જનો ભગવાન શ્રી તીર્થંકર દેવમાં ભક્તિને વ્યક્ત કરતા ભાવની પ્રકર્ષઅવસ્થાને લઈને આ પ્રમાણે પ્રાર્થના કરે છે, તે તેમના માટે ઉચિત મનાય છે. આથી જ કહ્યું છે કે આ અસત્યામૃષા ભાષા છે. માત્ર ભક્તિથી આ બોલાય છે. જેમના રાગદ્વેષ ક્ષીણ થયા છે એવા શ્રીવીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ વગેરે આપતા નથી. આ રીતે જેનો વિષય સંભવતો નથી; એનું વચન અને ચિન્તન ચોથા વચન અને મનના યોગમાં સંગત છે. આથી સ્પષ્ટ છે કે બોધ્યાદિની પ્રાર્થનાની જેમ અસંભવી-વિષયવાળું કુશલચિત્ત સરાગદશામાં સારું પણ છે.
-
ચપિ ચતુર્થ અસત્યામૃષા વચનયોગ અને મનોયોગ ભગવાનમાં પણ સંભવે છે. તેથી તેઓશ્રીને પણ કુશચિત્ત ઘટી શકે છે; પરન્તુ ઉપર જણાવ્યા મુજબનું; રાગાદિ વિકલ્પના કારણે ઉત્પન્ન ભક્તિભાવને લઈને જે ચતુર્થભંગ (અસત્યામૃષા) -વર્તિ કુશલચિત્ત છે, તે શ્રીવીતરાગપરમાત્મામાં હોતું નથી. દેશનાના વચનયોગ માટે અને અનુત્તરવિમાનના દેવોના સંશયના
૫૪