________________
મહત્ત્વ જ સિદ્ધ થાય છે, મહત્ત્વાભાવ સિદ્ધ થતો નથી. I૪-૨૧ ---
શક્તિ હોય તો અધિક દોષનું નિવારણ કરવા વર્તમાનમાં થતો અલ્પ દોષ, દોષ નથી – એ દૃષ્ટાન્તથી જણાવાય છે – नागादे रक्षणायेव गर्ताद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ॥४-२२॥
“નાગ વગેરેથી રક્ષણ માટે ખાડામાંથી ખેંચી લેવામાં જેમ કોઈ દોષ નથી તેમ અહીં રાજ્યપ્રદાનાદિ કે શિલ્પાદિ – દર્શનમાં પણ કોઈ દોષ નથી. અન્યથા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક ઉપદેશમાં પણ દોષ છે - એમ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપદેશમાંથી પરનયોનો ઉદ્ભવ થાય છે.” – આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ખાડામાં રહેલા પુત્રને સાપ વગેરેથી બચાવવા માટે પોતાના પુત્રને ખાડામાંથી ખેંચતી વખતે પુત્રની હડપચી, ઘુંટણ વગેરે છોલાતાં હોવા છતાં માતા જેમ દોષિત મનાતી નથી તેમ કલહાદિ અધિક દોષથી બચાવવા માટે રાજ્યપ્રદાનાદિ કરવાથી શ્રીતીર્થંકર પરમાત્માને પણ કોઈ દોષ નથી.
અન્યથા જેને દોષમાં નિમિત્ત બનતા અટકાવી શકાય એમ નથી, એવા ઘણા ગુણને કરનાર કર્મ(ક્રિયા)-કાર્યને દુષ્ટ માનવામાં આવે તો શ્રી તીર્થંકરભગવાન જે ધમપદેશ (વ્યાખ્યાન)કરે છે તેમાં પણ તે દોષનો પ્રસંગ આવશે. કારણ કે બૌદ્ધાદિ પરદર્શનીઓના મિથ્યાત્વમૂલક તે તેનયોની ઉત્પત્તિ એ ઉપદેશમાંથી જ થયેલી છે. - આ વાત જેટલા નયવાદો છે એટલા પરસમયો (કુસિધાન્ત) છે' - આ વચનથી સિદ્ધ છે.