________________
શ્રી તીર્થંકરપરમાત્મામાં પ્રકારાન્તરથી મહત્ત્વાભાવને
જણાવનારની માન્યતાને જણાવાય છે
अपरस्त्वाह राज्यादि महाधिकरणं ददत् । शिल्पादि दर्शयंश्चार्हन्महत्त्वं कथमृच्छति ॥४- २०॥ ‘“બીજા કહે છે કે, રાજ્ય વગેરે મહાધિકરણને આપનાર અને શિલ્પ વગેરેને બતાવનારા શ્રી અરિહન્તપરમાત્મા મહત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરે છે ?'' આ પ્રમાણે વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ એક વાદી કહે છે કે, મહાપાપના કારણ(મહાધિકરણ)ભૂત એવા રાજ્ય વગેરેને પોતાના પુત્ર વગેરેને શ્રી તીર્થંકરપરમાત્માએ આપ્યું હતું. તેમ જ લોકોને શિલ્પકર્મ અને કલા વગેરે તેઓશ્રીએ બતાવી હતી, તો આવા પાપમાર્ગે પ્રવર્તાવનાર શ્રી અરિહન્તપરમાત્માને મહાન કઈ રીતે મનાય ? અર્થાત્ આથી શ્રી અરિહન્તપરમાત્મા મહાન નથી એ સિદ્ધ થાય છે. 118-2011
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ એ રીતે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાના મતનું નિરાકરણ કરાય છે
तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् ।
―
-
-
शक्तौ सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ॥४-२१ ।। શ્લોકાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજ્યાદિ આપવા વગેરેના કારણે પરમાત્મા મહાન નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે રાજ્યપ્રદાનાદિના કારણે જ; રાજ્યપ્રદાનાદિ દોષ કરતાં; રાજ્યપ્રદાનાદિ ન કરવાના કારણે ઝઘડા વગેરેના પ્રસંગાદિ સ્વરૂપ જે દોષ અધિક થવાનો હતો
૪૮