Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ છે. આ પ્રમાણે અષ્ટપ્રકરણમાં પણ કહ્યું છે કે – માતા-પિતા સ્વરૂપ ગુરુની શુશ્રૂષા પ્રવ્રજ્યાનું પરમ કોટિનું પ્રથમ મંગલ છે. ધર્મ(પ્રવ્રજ્યાસ્વરૂપ ધર્મ)માં પ્રવૃત્ત થયેલા પુરુષો માટે આ માતા-પિતા મોટું પૂજાસ્થાન છે..... II૪-૧૮૫ મુમુક્ષુ આત્માને પ્રવ્રજ્યા લેતી વખતે માતા-પિતાને ઉદ્વેગ કરાવવાનો પરિણામ હોતો જ નથી. આમ છતાં માતાપિતાના અનિષ્ટમાં (ઉદ્વેગમાં) નિમિત્ત ન બનવાનું કઈ રીતે શક્ય બને ? કારણ કે સર્વત્ર અનિષ્ટના નિમિત્ત બનવાનો પરિહાર કરવાનું શક્ય નથી. તેથી અભિગ્રહની પ્રવૃત્તિના કારણે પ્રવ્રજ્યાનો વિલંબ કરવો ઉચિત નથી - આ શંકાનું સમાધાન કરાય છે. - तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता । त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ॥४-१९॥ “માતા-પિતાદિના ખેદની રક્ષા(પરિહાર)ના ઉપાયમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તો કૃતજ્ઞતા નથી. માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તો તેમનો ત્યાગ કરવો એ, ગ્લાનના ઔષધ માટેના ત્યાગની જેમ ત્યાગ નથી.’’ – આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણી પ્રવૃત્તિના કારણે માતા-પિતાદિને ખેદ થાય છે : એ જાણ્યા પછી તેને દૂર કરવા માટેના ઉપાયમાં પ્રવૃત્તિ ન કરવી - એ કૃતજ્ઞતા નથી. તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા તેઓની શુશ્રૂષાથી જ સાધ્ય છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે, ‘તે લોકમાં કૃતજ્ઞ છે; તે ધર્મગુરુનો પૂજક છે અને તે જ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરે છે, જે માતા અને પિતાની સેવા કરે છે'. ભાવાર્થ એ છે કે સર્વકલ્યાણના ૪૬

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66