Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ બને છે' -આ પ્રમાણેના વચનથી; ઉચિત પ્રવૃત્તિ દ્વારા તીર્થંકર નામર્મનો ઉદય મોક્ષસાધક બને છે. તેથી ગર્ભાવસ્થામાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ; “આ ગૃહવાસમાં જ્યાં સુધી માતાપિતા જીવે છે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ગૃહસ્થાવસ્થામાં (ઘરમાં) રહીશ.'-આ પ્રમાણે જે અભિગ્રહ (પ્રતિજ્ઞાવિશેષ) ગ્રહણ કર્યો, તે યોગ્ય હતો-એમ શાસ્ત્રમાં વર્ણવાય છે. I૪-૧ળા. ચારિત્રના વિરોધી એવા એ અભિગ્રહને ન્યાયસંગત કઈ રીતે મનાય ? આ પ્રશ્નનું સમાધાન કરાય છે – न्याय्यता चेष्टसंसिद्धेः पित्रुद्वेगनिरासतः। प्रारम्भमङ्गलं ह्येतद् गुरुशुश्रूषणं हि तत् ॥४-१८॥ “આ અભિગ્રહથી માતાપિતાના ઉદ્ગનો નિરાસ (પરિહાર) થવાથી ઈષ્ટસિદ્ધિને લઈને આ અભિગ્રહની ન્યાપ્યતા (ન્યાયસંગતતા) છે. આ માતાપિતાની સેવા સ્વરૂપ હોવાથી પ્રારંભિક મદ્ગલ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પ્રતિકાર્ય એવાં માતા-પિતાને વિયોગના નિમિત્તે જે શોક થવાનો હતો તેનો પરિહાર અભિગ્રહના કારણે થાય છે. તેમ જ એ અભિગ્રહથી એવી મર્યાદાનું બીજાઓને પણ જ્ઞાન કરાવવામાં આવે છે. તેથી ઈષ્ટ-મોક્ષની સિદ્ધિ થવાથી એ અભિગ્રહ યોગ્ય છે. ઉચિત પ્રવૃત્તિ જ મોક્ષનો ઉપાય છે. અનુચિત પ્રવૃત્તિ મોક્ષની પ્રાપ્તિમાં વિદનરૂપ છે. આ વાત અષ્ટક પ્રકરણમાં પણ કહી છે. માતાપિતાના ઉગના નિવારણ માટે, બીજાને મહાન પુરુષોની મર્યાદાનું જ્ઞાન કરાવવા માટે અને ઈષ્ટ કાર્યની સિદ્ધિ માટે આ પ્રમાણે (૪૪)

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66