________________
ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ સધર્મથી ભવથી ભવાન્તરમાં જાય છે. જેમ કોઈ એક માણસ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે, તેમ પાપાનુબન્ધી પુણ્ય સ્વરૂપ અસધર્મના કારણે ભાવથી ભવાન્તરમાં (દુર્ગતિમાં) જાય છે. કોઈ એક માણસ જેમ અશુભ ઘરથી વધારે અશુભ ઘરમાં જાય છે તેમ મહાપાપથી જીવ એકભવથી બીજા ભવમાં જાય છે. જેમ કોઈ એક માણસ અશુભ ઘરથી શુભ ઘરમાં જાય છે તેમ સુધર્મના કારણે જીવ અશુભ ગતિથી શુભગતિમાં જાય છે – એ પુણ્યાનુબન્ધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચાર ભંગમાંથી પ્રથમ ભંગમાંનું શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યાનુબન્ધી પુણ્ય કેટલુંક ભોગવાયેલું હોય છે. જે બાકી છે તે ઉચિત ક્રિયા કરાવનારું હોવાથી તે તે દાનાદિ ક્રિયાને અનુકૂળ હોય છે. તેથી સમજી શકાશે કે દાન આપવાના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં અકૃતાર્થનથી...ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ૪-૧દા.
આ પૂર્વે શ્રી તીર્થંકર પરમાત્માનું પ્રથમભંગવતી પુણ્યાનુબંધી પુણ્ય ઉચિત ક્રિયાને અનુકૂળ છે – એ પ્રમાણે જણાવ્યું છે. એ પુણ્ય એવું જ હોય છે : એ વાતને જ; ગુણાન્તરને અનુકૂળ એવા વિપાક્વાળું એ કર્મ હોય છે - એ વર્ણવવા દ્વારા સ્પષ્ટ કરાય છે – गर्भादारभ्य सत्पुण्याद् भवेत् तस्योचिता क्रिया। तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ॥४-१७॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ગર્ભથી માંડીને તીર્થંકરનામકર્મસ્વરૂપ સત્પષ્યથી શ્રી તીર્થંકર પરમાત્માને ઉચિત ક્યિા જ થાય છે. “તીર્થંકરપણું સદા ઉચિત પ્રવૃત્તિથી મોક્ષસાધક