________________
તેનું નિવારણ થાય છે. પરસ્પરના કલહ વગેરેના પ્રસંગનું નિવારણ રાજ્યપ્રદાનાદિના કારણે થાય છે. અન્યથા એ શક્ય બનત નહિ. બીજાના અધિક દોષોને નિવારણ કરવાની શક્તિ હોવા છતાં અધિક દોષોને દૂર કરવામાં ઉપેક્ષા-માધ્યસ્થ્ય સેવવામાં આવે તો તે મહાત્માઓ માટે ઉચિત નથી. કારણ કે મહાત્માઓનો એકમાત્ર શુદ્ધ આશય; પરાર્થમાત્રમાં પ્રવૃત્ત હોય છે. બીજાના અધિક દોષની જો ઉપેક્ષા કરાય તો મહાત્માઓનો શુદ્ધ આશય જળવાશે નહિ.
આ વાતને જણાવતાં અટકપ્રકરણમાં કહ્યું છે કે – જો રાજ્યપ્રદાનાદિ કરવામાં ન આવે તો નેતાના અભાવે લોકો કાળના દોષથી પરસ્પરમર્યાદાનો ભંગ કરનારા બની આ લોકમાં અને પરલોકમાં અધિક દોષને પ્રાપ્ત કરી વિનાશ પામશે. એવા દોષોને દૂર કરવાની શક્તિ હોવા છતાં તે વિષયમાં ઉપેક્ષા સેવવી-એ મહાત્માઓ માટે અયુક્ત છે. તેથી તેવા જીવોના ઉપકાર માટે રાજ્યાદિનું પ્રદાન ગુણને કરનારું છે. એમાં પણ બીજાના ઉપકાર માટે પ્રવ્રજ્યાને ગ્રહણ કરનાર જગદ્ગુરુ શ્રી તીર્થંકરપરમાત્માએ જે રાજ્યાદિનું પ્રદાન કર્યું છે, તે વિશેષે કરી ગુણને કરનારું છે. આવી જ રીતે ગૃહસ્થોચિત વિવાહાદિ આચાર અને શિલ્પના નિરૂપણમાં દોષ નથી. કારણ કે આમ કરવાથી જ શ્રીતીર્થંકરનામકર્મ વિપાકોચિત બને છે. તેમ જ અધિક દોષોથી આ પ્રાણીઓની જે રક્ષા થઈ એ સ્વરૂપ ઉપકાર જ આ તીર્થંકરપરમાત્માની પ્રવૃત્તિ(રાજ્યપ્રદાનાદિ)નું અંગ હતું. અર્થાત્ એ ઉપકાર માટે જ શ્રી તીર્થંકરપરમાત્માએ રાજ્યપ્રદાનાદિની પ્રવૃત્તિ કરી હતી. તેથી તેમાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે રાજ્યપ્રદાનાદિના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં
૪૯