________________
મૂળભૂત પોતાના ઈષ્ટ એવા કૃતજ્ઞતાગુણનો વિરોધી, માતાપિતાનો ખેદ છે. તે સર્વથા વર્જનીય છે. અભિગ્રહવિશેષ માતાના અને પિતાના પેદને દૂર કરવાથી કૃતજ્ઞતાગુણનો સાધક બને છે, તેથી તે ન્યાયસગત છે. શ્રી પંચસૂત્રમાં પણ કહ્યું છે કે, પ્રતિબોધ ન પામે તો; ગમે તે રીતે માતાપિતાને પ્રતિબોધ પમાડવા અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા તત્પર બનાવવા. કર્મની તેવા પ્રકારની પરિણતિના કારણે પ્રતિબોધ ન પામે તો તેમના માટેના જીવનનિર્વાહનો પ્રબન્ધ કરી, એટલે કે શક્તિ મુજબ પૈસા વગેરેનો પ્રબન્ધ કરી માતા-પિતાદિની અનુમતિથી પ્રવ્રજ્યા ધર્મનો સ્વીકાર કરવો.
જો કોઈ પણ રીતે તેઓ અનુમતિ ન જ આપે તો; ‘મારું આયુષ્ય અલ્પ છે...' વગેરે પ્રકારે માયા કરવી. આ રીતે ઉપાયો કરવા છતાં તેઓ સમજે નહિ તો મુમુક્ષુએ તેમનો ત્યાગ કરીને પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો. આ રીતે કરેલા તેમના ત્યાગને ત્યાગ મનાતો નથી. માતા-પિતાની સાથે કોઈ વાર માર્ગમાં જતા રસ્તામાં માંદા થઈ ગયેલાં માતાપિતાને: તેમના ઔષધને લાવવા માટે છોડીને જનારા પુત્રે માતાપિતાનો ત્યાગ કરેલો જેમ ગણાતો નથી તેમ અહીં પણ પ્રવ્રજ્યા; પોતાના, માતા - પિતાના અને બીજાના માટે ઉપકારનું કારણ હોવાથી માતા – પિતાદિનો ત્યાગ કરેલો હોવા છતાં ત્યાગ ગણાતો નથી. આથી જ કહ્યું છે કે કોઈ પણ રીતે માતાપિતા પ્રતિબોધ પામે નહિ તો માર્ગમાં ગ્લાન થયેલા તેમના ઔષધ માટેના ત્યાગના ઉદાહરણથી માતાપિતાદિનો ત્યાગ કરે...ઈત્યાદિ પંચસૂત્રના અધ્યયનથી જાણી લેવું જોઈએ. ૪-૧૯ના
૪૭