Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ (ઉપર જણાવ્યા પ્રમાણે)નો અભિગ્રહ શ્રી વર્ધમાનસ્વામીએ કર્યો હતો – એમ આગમમાં જણાવાયું છે. “શ્રી વર્ધમાનસ્વામી; પોતાનું ચોક્કસ કાળે પૂર્ણ થવાવાળું જે ચારિત્રમોહનીય કર્મ હતું, તેના વિપાકોયના કારણે જ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. અભિગ્રહના કારણે રહ્યા ન હતા, તેથી અભિગ્રહ યોગ્ય ન હતો.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે પ્રયત્નવિશેષથી ખપાવી શકાય એવું એ ચારિત્રમોહનીયકર્મ; માતાપિતાના ઉગના પરિવાર માટે લીધેલા અભિગ્રહ વિના વિરતિના પરિણામથી ખપી શકે (ક્ષીણ થાય) એવું હતું છતાં અભિગ્રહ લીધો તેથી તે યોગ્ય હતો. જોકે એ અભિગ્રહ પ્રવ્રજ્યાનો વિરોધી હોવાથી યોગ્ય તો ન કહેવાય પરન્તુ ક્રમે કરી અભિગ્રહની પૂર્ણતા પછી ન્યાયસદ્ગત એવી પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરાવનારો એ અભિગ્રહ હોવાથી તે ન્યાયસદ્ગત છે. કાલાન્તરે ચિકાર ફળને આપનાર કાર્યનો થોડા કાળ માટે નિષેધ કરવા છતાં તે ન્યાયયુક્ત છે.' - આવો વ્યવહાર સર્વજનપ્રસિદ્ધ છે. આથી જ અટકપ્રકરણમાં જણાવાયું છે કે, ઘરમાં રહેતા અને માતા-પિતાની સેવાને કરતા એવા મને ક્રમે કરી ન્યાયસદ્ગત પ્રવ્રજ્યા છેલ્લે પ્રાપ્ત થશે. કારણ કે આ પ્રવ્રયાને સર્વથા સર્વપાપથી નિવૃત્તિ સ્વરૂપે સત્પરુષોએ માની છે; માતાપિતાને ઉગ કરનારને ન્યાયસદ્ગત એ પ્રવ્રજ્યા થતી નથી. તદુપરાન્ત આ જે માતાપિતાની પરિચર્યા છે તે પ્રવૃજ્યા સ્વરૂપ શુભકાર્યના પ્રારંભે પ્રથમ મંગલ છે. આ મંગલ વિના પ્રવ્રજ્યાની સિદ્ધિ થતી નથી. આથી જ-શુશ્રુષા ન્યાયસંગત ૪૫ =

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66