Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ પ્રદર્શિત કરે છે. આ રીતે દાન આપ્યા વિના શ્રીતીર્થંકર થવાતું નથી. શ્રીતીર્થંકરનામકર્મને લઈને તેઓશ્રી આ રીતે વાર્ષિક દાન આપે છે.પોતાના કલ્પથી (આચારથી) જ એ દાનની પ્રવૃત્તિ હોવાથી ત્યાં કોઈ પણ જાતના ફળ પ્રત્યે આશા નથી. તેથી ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા અકૃતાર્થ નથી- એ સૂચિત થાય છે. આ વાત શ્રી અષ્ટપ્રકરણમાં જણાવતી વખતે ફરમાવ્યું છે કે – ૧. ઉપર જણાવ્યા મુજબની શંકાનું સમાધાન જણાવાય છે - શ્રી તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વ પ્રાણીઓના હિતમાં જ પરમાત્મા પ્રવર્તે છે. એ મુજબ વાર્ષિક દાન આપવાનો એક કલ્પ છે. પુણ્ય અને પાપના સામાન્યથી ચાર ભાંગા છે. પુણ્યાનુબન્ધી પુણ્ય, ૨. પાપાનુબન્ધી પુણ્ય, ૩. પાપાનુબન્ધી પાપ, ૪. પુણ્યાનુબન્ધી પાપ. એમાં પુણ્યાનુબન્ધી પુણ્ય મનુષ્યાદિને હોય છે. પૂર્વભવમાં ઉપાર્જેલું એ; મનુષ્યત્વાદિના શુભભાવનું કારણ હોવાથી પુણ્ય છે અને અનન્તરભવમાં તે દેવાદિગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પુણ્યાનુબન્ધી છે. આ પ્રથમ ભંગ (પુણ્યાનુબન્ધી પુણ્ય) છે. એ પુણ્ય અનન્તર ભવમાં નરકાદિ ગતિની પરંપરાનું કારણ બને તો તે પાપાનુબન્ધી પુષ્પ (દ્વિતીય ભંગ) છે. તિર્યંચો વગેરેનું પૂર્વભવમાં ઉપાર્જેલું એ કર્મ તિર્યંચગતિનું કારણ હોવાથી પાપ-સ્વરૂપ છે. અને અનન્તરભવમાં નરકાદિ ગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પાપાનુબન્ધી છે. આ તૃતીય ભંગ (પાપાનુબન્ધી પાપ) છે. એ પાપ જો અનન્તરભવમાં દેવાદિગતિની પરંપરાનું કારણ બને તો તે પુણ્યાનુબન્ધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ છે. આ ચારે ય ભંગોને દૃષ્ટાન્તથી સમજાવતાં (અટકપ્રકરણમાં) જણાવ્યું છે કે જેમ કોઈ એક માણસ સારા ઘરથી તેના કરતાં અધિક સારા ૪૨

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66