Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ શ્રી તીર્થંકર પરમાત્મા સિદ્ધયોગી હોય છે. તેઓશ્રીની યોગસિદ્ધિના પ્રભાવથી વાચકોને ધન ગ્રહણ કરવાની ઈચ્છાને ઉત્પન્ન કરનાર કર્મ સોપમ(અનિકાચિત) કે નિરુપક્રમ (નિકાચિત)હોય તો અનુક્રમે ધન ગ્રહણ કરવાની ઈચ્છાનો જ અભાવ થાય છે કે થોડું જ ધન ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. એવી ઈચ્છાનો અભાવ અને અલ્પધન ગ્રહણ કરવાની ઈચ્છા : એ બે સ્વરૂપ અહીં સન્તોષસુખ છે. એ સન્તોષસુખને લઈને અર્થીજનોનો સ્વામીને અભાવ પ્રાપ્ત થયો હતો. તેમ જ સ્વામીના પ્રભાવથી જ જીવોને કુશલાનુષ્ઠાનમાં સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ઉત્કટ પ્રયત્ન થયો. તેથી તેવા જનો પણ દાન લેવા માટે ગયા નહિ. આથી સમજી શકાશે કે અર્થી જનોના અભાવના કારણે શ્રી તીર્થંકર પરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું. એ દાનપણતાદિદોષથી રહિત હોવાથી નિર્દોષ છે. અષ્ટપ્રકરણમાં (મહાદાનસ્થાપનાષ્ટકમાં) આ અંગે ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે કે –“પ્રભુની મહાનુભાવતા પણ આ જ છે કે જે અર્થીજનો પ્રભુના પ્રભાવથી પ્રાય: વિશિષ્ટ સન્તોષસુખથી યુક્ત આત્માઓ થતા, તેના યોગે તત્ત્વદર્શી એવા તે ધર્મ કરવામાં તત્પર બનતા. મહાન પુરુષોનું મહત્ત્વ પણ શ્રી તીર્થંકર પરમાત્માને જ છે અને તેથી જ તેઓશ્રી જગર છે.” આ વિષયમાં એવી જે શંકા કરાય છે કે “શ્રી તીર્થંકર પરમાત્માના પ્રભાવથી બધા જીવોને સન્તોષ થયો હોય તો પરિમિત પણ દાન કેમ થાય ?'- તે શક્કા તો ઉપર જણાવ્યા મુજબની સન્તોષવ્યવસ્થાને નહિ સમજવાના કારણે થયેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં શ્રી અષ્ટપ્રકરણની (૪૦

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66