________________
અને ઉદારતાના અભાવના કારણે ન હતું. કારણ કે અર્થ અને ઉદારતા ન હોય તો ઉદ્ઘોષણાનો સંભવ જ ન હોય. વતં વૃત્તુત વાં વૃત્તુત......ઈત્યાદિ ઉદ્ઘોષણાને અને અર્થાદિના અભાવને સ્પષ્ટ વિરોધ છે. શ્રીતીર્થંકરપરમાત્માએ જે પરિમિત દાન આપ્યું હતું; તેનું કારણ એ છે કે બીજા લોકોને જેવા યાચકો મળ્યા હતા, એવા યાચકોનો અભાવ હતો. યાચકોનો જ જ્યાં અભાવ હોય ત્યાં દાન આપવાનું કઈ રીતે શક્ય બને ?
મહાદાનસ્થાપના-અષ્ટકમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે - ‘વાં વૃત્તુત વાં વૃદ્યુત' આ પ્રમાણે વરવરિકાના કે સૂત્રવિધાનને લઈને જગદ્ગુરુ શ્રી તીર્થંકરપરમાત્માએ ઉદ્ઘોષણાપૂર્વક આપેલું મહાદાન સખ્યાવ; અર્થીઓના અભાવના કારણે સિદ્ધ થાય છે. અષ્ટપ્રકરણમાં જણાવેલી આ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકરપરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું તેમાં અર્થીજનોનો અભાવ જ કારણ હતો. પરન્તુ કૃપણતા વગેરે કારણ ન હતા. ૪-૧૪
બીજા(બુદ્ધ વગેરે)ને અર્થીજનો મળ્યા અને શ્રીતીર્થંકર પરમાત્માને એ ન મળ્યા – એમાં કયું કારણ છે - એ શંકાનું સમાધાન કરાય છે
―――
स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः । धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।।४-१५।। ‘‘શ્રી તીર્થંકરપરમાત્માના પ્રભાવથી સન્તોષસુખનો સંભવ હોવાથી અને સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ધર્મમાં પણ ઉત્કટ પ્રયત્ન થવાથી એ અર્થી જનોનો અભાવ હતો. તેથી આ પરિમિત દાન નિર્દોષ-ઉચિત છે.’’– આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, ભગવાન
૩૯