________________
જણાવી છે. અહીં તો દિશાસૂચનમાત્ર છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રન્થોનું અધ્યયન કરી લેવું જોઈએ. II૪-૧૨
પરમાત્માએ પરિમિત દાન આપ્યું છે; તેથી તે મહાન નથી - આ પ્રમાણે પરમાત્મામાં મહત્ત્વાભાવને માનનારા બૌદ્ધોનું નિરાકરણ કરાય છે
अन्ये त्वाहु महत्त्वं हि सङ्ख्यावद्दानतोऽस्य न । शास्त्रे नो गीयते ह्येतदसङ्ख्यं त्रिजगद्गुरोः ॥४- १३॥
—
છે.’’
“અન્ય-બૌદ્ધો કહે છે કે પરમાત્માએ આપેલું દાન સખ્યાવત્-પરિમિત હોવાથી તેઓશ્રીમાં મહત્ત્વ નથી. અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુએ જે દાન આપ્યું છે તે અસખ્યઅપરિમિત વર્ણવ્યું છે.'' - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે એક વર્ષ દરમ્યાન જે દાન આપ્યું છે તેનું પ્રમાણ વર્ણવતાં ફરમાવ્યું છે કે ૩૮૮ કરોડ અને ૮૦ લાખ (૩૮૮,૮૦,૦૦,૦૦૦) સુવર્ણમુદ્રા પ્રમાણ દાન એક વર્ષમાં આપ્યું હતું. જ્યારે આની સામે અમારા (બૌદ્ધોના) શાસ્ત્રમાં; ત્રણ જગતના ગુરુ-બોધિસત્ત્વ (ગૌતમબુદ્ધ) જે દાન આપ્યું જે છે તેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે, “પર્વતોની સ્પર્ધા કરનારા(તેથી પણ ઊંચા) આ બજારમાં વેચાતી વસ્તુઓના આ ઢગલાઓ છે. રત્નોના ઢગલાઓની પ્રભા સૂર્યની પ્રભાને ઓળંગી જાય છે. પુષ્ટ-મોટા મોતીઓના સમુદાયથી રચેલા હારો તારાઓની પ્રભા જેવા દેદીપ્યમાન છે. જેને, આ બધી વસ્તુઓ પોતાની જ છે – એમ સમજીને ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરી લોકો જાય છે...’’ ઈત્યાદિ વર્ણનના આધારે ગૌતમબુદ્ધના દાનની
૩૭