Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ તેની અપેક્ષાએ લઘુભૂત ધારણાવચ્છિન્ન-વિશેષ્યતાસંબધથી (ધારક્તાવચ્છેદકસંબંધથી)બ્રહ્માદિમાં જ તાદૃશ ઈશ્વરનો સંયોગ હોવાથી અતિપ્રસંગ આવતો નથી. પરન્તુ આ રીતે અતિપ્રસંગનું વારણ કરવાથી પ્રયત્નની જેમ જ્ઞાન અને ઈચ્છાને પણ ધૃતિના જનક માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તે સંબન્ધથી પ્રયત્નની જેમ જ જ્ઞાન અને ઈચ્છા પણ વૃતિના અધિકરણ બ્રહ્માણ્ડાદિમાં વૃત્તિ છે. તેથી ધૃતિની પ્રત્યે પ્રયત્નની જેમ જ્ઞાન અને ઇચ્છાને પણ કારણ માનવાનો પ્રસદ્ગ આવે છે. આ રીતે વિતયમાં કારણતા માનવાથી ગૌરવ થતું હોવાથી તેની અપેક્ષાએ ધર્મને જ ધૃત્યાદિના ધારક તરીકે માનવામાં ઔચિત્ય છે. તેથી જ તે પ્રમાણે કહેવાય પણ છે કે-આલંબન વગરની, આધાર વગરની અને વિશ્વની આધાર સ્વરૂપ જે પૃથ્વી ટકી રહી છે, તેમાં ધર્મ સિવાય બીજું કોઈ કારણ નથી. ધૃત્યાદિની પ્રત્યે કૃતિસ્વરૂપે કારણ માનવાથી જ્ઞાન અને ઈચ્છાને કારણ માનવાના પ્રસંગથી યદ્યપિ ગૌરવ થાય છે; પરંતુ એનાથી જગત્કર્તાની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થવાથી એ ફલમુખ ગૌરવ દોષાધાયક નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે કૃતિત્વસ્વરૂપે પણ જન્યતા હોવાથી એટલે કે કૃતિમાત્ર જન્ય હોવાથી નિત્યકૃતિને માનવાનું શક્ય નથી. આશય એ છે કે યોગાનતિ સ રૂછતિ અને ય ફુછતિ કરોતિ - આ નિયમથી (જે જાણે છે તે ઈચ્છે છે અને જે ઇચ્છે છે તે કરે છે – આ નિયમથી) ઈચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે અને કૃતિની પ્રત્યે ઈચ્છા કારણ છે- એ સ્પષ્ટ છે. તેથી કૃતિમાત્ર જન્ય છે, એ માન્યા વિના ચાલે એવું નથી. યદ્યપિ (૩૫=

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66