Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ યદ્યપિ કોઈ એક વસ્તુના ઉદ્દેશથી સંયોગવિશેષને લઈને એકમાં ધૃતિ થાય છે ત્યારે તે સંયોગવિશેષ; બીજી વસ્તુમાં હોવા છતાં ત્યાં ધૃતિનો ઉદ્દેશ ન હોવાથી ધૃતિ થતી નથી. તેથી ધારણાનુકૂલ પ્રયત્નવ ઇશ્વરના સંયોગને ધૃતિ પ્રત્યે કારણ માનવાથી અતિપ્રસંગ નહીં આવે. કારણ કે પતન પામતા ઘટાદિમાં ધારણાનુકૂલ પ્રયત્નવદ્ ઈશ્વરનો સંયોગ નથી તેમ જ અનુયોગી(જેમાં સંયોગ થાય છે તે)ના ભેદથી સંયોગને ભિન્ન માનીએ તો ધારણાવચ્છિન્ન ઈશ્વરપ્રયત્ન(ધારણાવચ્છિન્ન - પ્રયત્નવદીશ્વરસંયોગ)ને કારણ માનવાથી પણ ઉપર જણાવ્યા મુજબ અતિપ્રસંગ નહીં આવે. કારણકે પતન પામતા ઘટાદિમાં ઈશ્વરનો સંયોગ હોવા છતાં તે ધારણાવચ્છિન્ન નથી. જ્યાં ધારણા છે; ત્યાં જ તેવા પ્રકારનો સંયોગ હોય છે. પરંતુ પ્રયત્નવદીયરનો સંયોગ નિત્ય એક જ હોવાથી તેને ધારણાનુકૂલ કે ધારણાવચ્છિન્ન વગેરે કહીને જુદો પાડી શકાશે નહિ અને તેથી અતિપ્રસંગ દોષ સ્પષ્ટ જ છે. એ અતિપ્રસંગદોષના નિવારણ માટે જો એમ કહેવામાં આવે કે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્નવિશેષતાસંબધથી અથવા ધારણાવચ્છિન્નવિશેષ્યતાસંબન્ધથી ઈશ્વરપ્રયત્નજન્ય સંયોગને બ્રહ્માષ્ઠાદિનો ધારક માનીએ તો અતિપ્રસગ્ન નહીં આવે. કારણ કે સ્વ એટલે પ્રયત્નવદીશ્વરનો સંયોગ; તેના જનક બ્રહ્માષ્ઠાદિમાં રહેલી ધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબધથી પ્રયત્નવદીશ્વરનો સંયોગ બ્રહ્માણ્ડાદિમાં છે, પતન પામતાં દ્રવ્યોમાં નહિ. (ધારણાના ઉપાદાનમાં વિશેષ્યતા-સંબન્ધથી તાદૃશ ધારક સંયોગ રહે છે, તેથી અતિપ્રસંગ નહીં આવે. આ રીતે સ્વજનવૃત્તિધારણાવચ્છિન્નવિશેષ્યતા-સંબન્ધથી અથવા

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66