________________
છે...ઇત્યાદિ ખૂબ જ સ્થિરતાથી વિચારવું. ૪-૧૫
બ્રહ્માષ્ઠાદિની વૃતિ (પતનપ્રતિબન્ધક સંયોગ) પ્રયત્નથી જન્ય છે. કારણ કે તેમાં ધૃતિત્વ રહેલું છે. જેમાં જેમાં ધૃતિત્વ છે; તેમાં તેમાં પ્રયત્નજન્યત્વ છે. ઘટાદિની વૃતિમાં જેમ કુલાલાદિના પ્રયત્નનું જન્યત્વ છે તેમ બ્રહ્માષ્ઠાદિની ધૃતિમાં પણ કોઈના પણ પ્રયત્નનું જન્યત્વ છે – એ સ્પષ્ટ છે. જેનો એ પ્રયત્ન છે, તે જગકર્તા પરમેશ્વર છે. આ પ્રમાણે જગત્કર્તા સિદ્ધ થવાથી વીતરા ન મહાન નહિતૃત્વા’આ અનુમાનથી શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. આ પ્રમાણે તૈયાયિકોના અભિપ્રાયનું સમર્થન કરનારી શ્રુતિ પણ છે. “હે ગાર્ગિ! આ અક્ષર (અવિનાશી સ્વરૂપવાળા) પરમાત્માના પ્રશાસનમાં સ્વર્ગ અને પૃથ્વી પડી જતાં નથી, સ્થિર રહે છે.” - એનૈયાયિકોના અભિપ્રાયનું નિરાકરણ કરાય છે –
धृत्यादेरपि धर्मादिजन्यत्वान्नात्र मानता। कृतित्वेनापि जन्यत्वाच्चेत्यन्यत्रैष विस्तरः ॥४-१२॥
બ્રહમાડાદિની વૃતિ વગેરે ધર્માદિથી જન્ય હોવાથી જગત્કર્તૃત્વ માનવામાં કોઈ જ પ્રમાણ નથી. તેમ જ કૃતિત્વ સ્વરૂપે પણ જન્યત્વ માનવાથી જગત્કર્તુત્વની સિદ્િધ થતી નથી... ઇત્યાદિ વિસ્તારથી અન્યત્ર જણાવ્યું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધૃતિ વગેરે(બ્રહ્માષ્ઠાદિની વૃતિ વગેરે)ને પ્રયત્નજન્ય માનવાની જરૂર નથી. કારણ કે તે ધર્માદિથી જન્ય છે. તેથી જગત્કર્તાને માનવામાં કોઈ જ પ્રમાણ નથી. પતનપ્રતિબન્ધક સંયોગવિશેષને ધૃતિ કહેવાય છે. [ગુરુત્વ(ભારે)