________________
તદુપાિનપ્રત્યક્ષનન્ય વાર્યત્વીક્ - આ અનુમાનથી સિદ્ધ પરમાણુ (યyપતિન) વગેરેના પ્રત્યક્ષના આશ્રય તરીકે જગ– કર્તા સિદ્ધ છે. તેથી વીતરાગ ન મહાન ગાતૃવાત્ - આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણકે એ રીતે ઉપાદાનપ્રત્યક્ષને જન્યસત્ની પ્રત્યે કારણ માનવાથી અમને (જૈનોને) સિદ્ધસાધન દોષ આવે છે. કારણ કે પ્રવાહને આશ્રયીને દ્વયણુકાદિ કાર્યો અનાદિકાળથી ચાલુ જ છે. એના ઉપાદાનભૂત પરમાણ્વાદિનું પ્રત્યક્ષ અને તેના આશ્રયભૂત શ્રી સર્વજ્ઞભગવન્તો પણ અનાદિના છે. વ્યક્તિવિશેષને આશ્રયીને તે તે કાર્ય વગેરે અનાદિના ન હોવા છતાં પ્રવાહથી તો તે સંદેવ છે. એટલે તે તે કાર્યની પ્રત્યે તે તે સર્વજ્ઞપરમાત્માઓના જ્ઞાનને અમે કારણ માનીએ જ છીએ. તેથી નિત્ય એક એવા જગત્કર્તાની કલ્પના કરવાની આવશ્યક્તા નથી. અમારે ત્યાં તે પ્રમાણે જણાવ્યું પણ છે કે જે પ્રમાણે જે ભગવાને જોયું છે, તે પ્રમાણે તે થાય છે.
આ પ્રમાણે જ્ઞાનની હેતુતા સિદ્ધ થવા છતાં તે જ્ઞાનના એમાત્ર આશ્રય તરીકે નિત્ય જગત્કર્તાની સિદ્ધિ થઈ શકશે નહિ. યદ્યપિ આ રીતે વ્યyકાદિ ઉપાદાનના (પરમાણુ વગેરેના) પ્રત્યક્ષ સ્વરૂપ જ્ઞાનની સિદ્ધિ થાય તો તે જ્ઞાનના આશ્રય તરીકે નિત્ય એક જગત્કર્તાને પણ માન્યા વિના ચાલે એવું નથી. કારણ કે જે જે ગુણ છે તે કોઈને કોઈ દ્રવ્યમાં આશ્રિત હોય છે - આ નિયમ છે. પરંતુ એ નિયમમાં કોઈ પ્રમાણ નથી. આશ્રય-દ્રવ્યના નાશથી તેમાં રહેલા ગુણનો જ્યારે નાશ થાય છે ત્યારે જેમ એક ક્ષણ માટે ગુણ આશ્રય વિના રહે છે તેમ કોઈ ગુણ કાયમ માટે આશ્રય વિના રહે છે – એ પ્રમાણે કહી શકાય