________________
કાર્યકારણભાવ સદ્ગત નહિ થાય. - આ પ્રમાણે અનુકૂળ તર્ક હોવાથી એ અનુમાન પ્રયોજક છે. આશય એ છે કે ઘટસામાન્યની પ્રત્યે પાલસામાન્ય કારણ છે. ત્યાં જેમ કપાલસામાન્યમાં રહેનારી કારણતાથી નિરૂપિત, ઘટમાં રહેનારી કાર્યતા, ઘટત્વથી અવચ્છિન્ન છે અર્થાએ કાર્યતાનો અવચ્છેદક ઘટત્વજતિસ્વરૂપ ધર્મ છે તેમ દ્રવ્યમાત્રમાં રહેનારી કારણતા (સમવાધિકારણતા)થી નિરૂપિત; જન્યસત્ (દ્રવ્ય,ગુણ અને કર્મ)માં રહેનારી કાર્યતાનો અવચ્છક ધર્મ જન્યસત્ત્વ સિદ્ધ છે. એ સ્વરૂપે જન્યસત્ અને કર્તાસામાન્યને કાર્યકારણભાવ માની શકાશે. અને તેથી જન્યસત્ એવા પૃથ્વી વગેરેનો જે કર્તા છે તે જગત્કર્તા પરમાત્મા છે : એ સિદ્ધ થાય છે. શ્રી વીતરાગ પરમાત્માને જગાઁ માનતા ન હોવાથી તે મહાન નથી-આ પ્રમાણે કહેવામાં આવે તો, તેનું સમાધાન જણાવાય છે – कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनाऽपि तद्भवेत् । ज्ञानस्यैव च हेतुत्वे सिद्धे न: सिद्धसाधनम् ॥४-११॥
“કાર્યમાત્રની પ્રત્યે કર્તૃત્વરૂપે કત્તને કારણે માનીએ તો જ્ઞાતૃત્વસ્વરૂપે જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કાર્યમાત્રની પ્રત્યે જ્ઞાનની કારણતાને સિદ્ધ કરવામાં આવે તો અમારે (જૈનોને) સિદ્ધસાધન આવશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, “વાછિનतादात्म्यसम्बन्धावच्छिन्नजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नजन्यता (द्रव्यगुणकर्मनिष्ठा); यत्किञ्चिद्धर्मावच्छिन्ना, कार्यतात्वाद् कपालत्वावच्छिन्नतादात्म्यसम्बन्धावच्छिन्न