________________
જોકે ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજ્યત્વવિશેષ જાતિ પણ પ્રસિદ્ધ નથી. કારણકે પૃથ્વીત્વ વગેરે જાતિની સાથે સાંક્ય આવે છે. પૃથ્વીત્વને છોડીને કપ્રયોજયત્વવિશેષ જાતિ સંયોગાદિમાં રહે છે અને એ વિશેષ જાતિને છોડીને પૃથ્વીત્વ ક્ષિતિ વગેરેમાં રહે છે. તેમ જ ઘટાદિમાં એ બંને જાતિઓ રહે છે. (પરસ્પરના અભાવમાં જે જાતિઓ રહેતી હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય જેમાં હોય તે જાતિમાં સાર્થ આવે છે.) આ રીતે ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજયત્વવિશેષ જાતિ, સાર્થના કારણે માની શકાશે નહિ. પરંતુ ઉપાધિ(ઘટત્યાદિ જાતિને છોડીને સામાન્ય ધર્મ) સાંક્ય જેમ દોષાધાયક નથી તેમ જાતિસાર્થ પણ દોષાધાયક ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં (ક્ષિત્યાદિ -વ્યાવૃત્ત) કર્તૃપ્રયોજયત્વવિશેષ જાતિ માની શકાશે. આશય એ છે કે ભૂતત્વ(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ: આ પાંચમાં રહેનાર ધર્મવિશેષ)ને છોડીને ગાયત્વ મનમાં છે. વેગાશ્રયત્નને છોડીને ભૂતત્વ આકાશમાં છે અને ભૂતત્વ અને વેગાશ્રયત્ન : બંને પૃથ્વી વગેરે ચારમાં છે. આ પ્રમાણે ભૂતત્વ અને વેગાશ્રયત્નમાં સાંક્યું હોવા છતાં જેમ ભૂતત્વ અને વેગાયત્વ: બંને ઉપાધિ મનાય છે તેમ સાંક્યું હોવા છતાં જાતિ માનવામાં કોઈ દોષ નથી - આ પ્રમાણે તમારા જ (નવીન તૈયાયિકોએ) લોકોએ જણાવ્યું છે.
જોકે પ્રાચીન નૈયાયિકો સાંક્યને દોષાધાયક માનતા હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર અને ઘટાદિ કાર્યમાં રહેનાર એવા કર્તૃપ્રયોજ્યત્વવિશેષ સ્વરૂપ જાતિની સિદ્ધિ થતી નથી,
(૨૭)