________________
હોવાથી, ‘કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે' - એ કહી શકાય એવું નથી. તેથી સિત્યાદ્રિ સતૃમ્ ...ઈત્યાદિ અનુમાન
પ્રયોજક નથી.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યની પ્રત્યે ફુલાલાદિ તૃવિશેષપ્રયોજ્યત્વ દેખાતું હોવા છતાં વિશેષત: કાર્યકારણભાવની જેમ સામાન્યત: કાર્યકારણભાવ પણ માનવો જોઈએ. કારણ કે ‘જે બેમાં વિશેષથી કાર્યકારણભાવ હોય છે; તે બેમાં સામાન્યથી પણ કાર્યકારણભાવ હોય છે' – એવો નિયમ છે. તેથી કાર્યમાત્રની પ્રત્યે કર્વાસામાન્યને કારણ માનવાથી ક્ષિત્યાવિ સસ્તુંમ્ ...ઈત્યાદિ અનુમાન અપ્રયોજક નથી. પરન્તુ વ્યાપ્ય(વિશેષ)ધર્મથી જો કાર્યકારણભાવ શક્ય હોય તો વ્યાપકધર્મથી (સામાન્યધર્મથી) કાર્યકારણભાવ મનાતો નથી. વિશેષ(વ્યાપ્ય)ધર્મથી સામાન્ય(વ્યાપક)ધર્મ અન્યથાસિદ્ધ મનાય છે. અન્યથા; ઘટ અને દંડનો, ઘટત્વ અને દંડત્વ સ્વરૂપ વ્યાપ્યધર્મથી કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી એની અપેક્ષાએ વ્યાપક એવા દ્રવ્યત્વાદિ સામાન્યધર્મથી પણ કાર્યકારણભાવ માનવો પડશે. આથી સમજી શકાશે કે કાર્યમાત્રની પ્રત્યે કર્ત્તસામાન્ય કારણ છે : એ કહી શકાય એમ નથી. તેથી ઘટાદિ કાર્યવિશેષની પ્રત્યે ફુલાલાદિ કર્તાવિશેષનું જ પ્રયોજ્યત્વ હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર (એવા, ફુલાલ વગેરેમાં રહેનાર ) જાતિવિશેષસ્વરૂપે જ કુલાલાદિ કર્તાને ઘટાદિ કાર્યની પ્રત્યે કારણ મનાય છે. આ રીતે સામાન્યથી કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી ક્ષિત્યાદ્રિ સતૃ ાત્વાર્ આ અનુમાન
અપ્રયોજક છે.
૨૬