________________
વૃત્તિ(ટીકા)ના રચયિતા પરમર્ષિએ જણાવ્યું છે કે જો શ્રીતીર્થંકરપરમાત્માના અનુભાવથી બધા જીવોને સન્તોષ થવાથી અર્થી જનોનો અભાવ થાય તો (૩૮૮,૮૦,૦૦,૦૦૦ આટલી) દાનની સંખ્યા જણાવવાનું યુક્ત નથી. કારણ કે અલ્પ પણ દાનનો સંભવ નથી. આ શંકાના સમાધાનમાં કહેવાય છે – દેવતાશેષ(પ્રસાદી) ની જેમ એક વર્ષમાં ઘણા લોકોએ દાન લીધું હોવાથી મહાદાનને પરિમિતરૂપે વર્ણવ્યું છે, તે યુક્ત જ છે. ||૪-૧૫||
દાન આપવાના કારણે જ અકૃતાર્થ હોવાથી પરમાત્મા મહાન નથી આ આક્ષેપને જણાવવા પૂર્વક તેનું નિરાકરણ
કરાય છે.
-
-
જ
दानादेवाकृतार्थत्वान्महत्त्वं नेति मन्दधीः । तस्योत्तरमिदं पुण्यमित्थमेव विपच्यते ॥४-१६॥ ‘“દાન આપવાના કારણે જ શ્રી અરિહતપરમાત્મા અકૃતાર્થ છે અને તેથી તેમનામાં મહત્ત્વ નથી...આ પ્રમાણે જે કોઈ મંદબુદ્ધિવાળો કહે છે; તેને આ ઉત્તર છે કે શ્રીતીર્થંકર પરમાત્માનું પુણ્ય (તીર્થંકરનામકર્મ) એ રીતે જ વિપાક બતાવે છે.’’ આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દાન આપવાનું કાર્ય કરવાથી એ ચોક્કસ છે કે દાન આપવાનું જે ફળવિશેષ છે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા અવશ્ય હતી. તેથી ભગવાનનું પ્રયોજન સિદ્ધ ન હોવાથી ભગવાન અકૃતાર્થ હતા. અકૃતાર્થ મહાન ન હોય. મહાપુરુષો કૃતાર્થકૃતકૃત્ય હોય છે – આવી માન્યતાને ધરનારાને ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રીએ જણાવ્યું છે કે શ્રીતીર્થંકરપદની પ્રાપ્તિનું કારણભૂત શ્રીતીર્થંકરનામકર્મ આ રીતે દાન આપવાથી જ પોતાના વિપાકને
૪૧