Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ સકર્તૃકત્વ માનવાનું આવશ્યક છે. આ કાર્યકારણભાવ જ ઉપર જણાવેલા અનુમાનનો પ્રયોજક છે. આથી સમજી શકાશે કે જગત્કર્તૃત્વરૂપ સાધ્યની અપેક્ષાએ જગદકર્તૃત્વસ્વરૂપ વિપક્ષનો બાધ કરનાર કાર્યસામાન્ય અને કર્માંસામાન્યનો કાર્યકારણભાવસ્વરૂપ અનુકૂળ તર્ક છે. ‘ક્ષિત્યાદિમાં કાર્યત્વ હોય અને સકર્તૃત્વ ન હોય તો ઉપર જણાવ્યા મુજબ કાર્ય અને કર્તા સામાન્યનો કાર્યકારણભાવ નહિ થાય' - આવા પ્રકારનો અનુકૂળ તર્ક હોવાથી ક્ષિત્યાવિ સસ્તું જાયંત્વાત્ ઘટાવિવત્ આ અનુમાન અપ્રયોજક નથી. પરન્તુ કાર્યમાત્રની પ્રત્યે કર્તા કારણ છે – એવા સામાન્યથી કાર્યકારણભાવમાં જ કોઈ પ્રમાણ નથી. કારણ કે ઘટાદિ કાર્યની પ્રત્યે ફુલાલ વગેરે વિશેષકર્તા જ પ્રયોજક બનેલા દેખાય છે. તેથી ઘટાદિમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા કુલાલાદિ વિશેષકર્તામાં જ હોવાથી એ કારણતાનો અવચ્છેદક; ફુલાલાદિ વિશેષકર્તામાં જ રહેનાર ધર્મને મનાય છે, જે ધર્મ; ક્ષિતિ મેરુ વગેરે (જેમનો કર્તા અપ્રસિદ્ધ છે) પદાર્થમાં રહેતો ન હોવાથી તેનાથી (ક્ષિતિ વગેરેથી) વ્યાવૃત્ત જાતિવિશેષરૂપ છે. શ્લોકમાં તૃપ્રયોજ્યસ્ય - આ પદ છે તેનો અર્થ તૃનન્યતાવ છેવસ્વ આ પ્રમાણે ટીકામાં કર્યો છે. એનો આશય એ છે કે કર્તામાં રહેલી જનકતા(કારણતા)નિરૂપિત જન્યતા(કાર્યતા)વચ્છેદક; કર્તૃપ્રયોજ્ય(કર્તૃપ્રયોજ્યત્વ સ્વરૂપ) છે. ‘આ(ઘટાદિ) કાર્ય સતૃક છે અને આ(ક્ષિત્યાદિ) કાર્ય સર્ક્ટક નથી' - આ પ્રમાણેના પ્રમાણભૂત વ્યવહારથી ઘટાદિ કાર્યમાં કુલાલાદિ કર્તાના પ્રયોજ્યત્વવિશેષનું જ ગ્રહણ થતું ૨૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66