________________
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે શ્રી મહાવીર પરમાત્માને વિશે મને પક્ષપાત નથી. ગુણની તાત્ત્વિકતાનો વિચાર કર્યા વિના તે તે વ્યક્તિ પ્રત્યે જે રાગ થાય છે, તેને પક્ષપાત કહેવાય છે. એવો રાગ શ્રી વર્ધમાનસ્વામીને વિશે મને નથી. તેમ જ કપિલાદિ(સાખ્યાદિ દર્શનોને માનનારા તે તે દાર્શનિ)ને વિશે મને દ્વેષ નથી. જેમનું વચન યુક્તિમદ્ છે, તેમનો મહાપુરુષ તરીકે સ્વીકાર કરવો જોઈએ. આ પ્રમાણે શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ અવિસંવાદી (યુક્તિમદ) વચનને લઈને છે – એ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. I૪-૩
બાહ્યસંપદામાત્રથી પરમાત્માનું મહત્ત્વ નથી, તેનું વ્યવસ્થાપન કરીને હવે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા બાહ્ય વિશિષ્ટ ભાવો પણ પરમાત્મામાં રહેલા મહત્ત્વના પ્રયોજક બને છે, તે જણાવાય છે –
पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः। महत्त्वं महनीयस्य बाह्यमाभ्यन्तरं तथा ॥४-४॥
“પુણ્યોદયના કારણે પ્રાપ્ત થયેલા અને ક્ષાયિકભાવોથી સદ્ગત એવા ભાવોથી; પૂજ્ય પરમાત્માનું બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થંકરનામકર્મ વગેરે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ સંઘયણ, રૂપ, સત્ત્વ, સંસ્થાન અને ગતિ વગેરે જે ભાવો છે – એ ઔદયિકભાવો; જો સાયિક(કર્મના સર્વથા ક્ષયથી પ્રામ) એવા કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ભાવોથી યુક્ત હોય તો તે ઔદયિકભાવોના