________________
ગુણો ઉત્પન્ન થર્તા હોય છે. શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ પણ તેઓશ્રીની અનન્યસાધારણ યોગ્યતાને કારણે છે. અને એ યોગ્યતા પણ અનાદિકાળથી મિથ્યાત્વાદિ દશામાં પણ છે, એ સમજી શકાય છે.
ચપિ બીજાના ગુણોની ઉત્પત્તિ આપણા પોતામાં ન થાય - એ માટે ઉપર જણાવ્યા મુજબની યોગ્યતા માનવાની જરૂર નથી. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે તેનો પ્રાગભાવ (ઉત્પત્તિ પૂર્વેનો અભાવ) કારણ છે. ઉત્પત્તિ પૂર્વે કાર્યના સમવાય કારણ એવા તનુ વગેરેમાં કાર્ય પટાદિનો પ્રાગભાવ હોય છે. અન્યના ગુણોનો પ્રાગભાવ અન્યમાં જ છે, આપણામાં નથી. તેથી અન્યના ગુણો અન્યમાં જ ઉત્પન્ન થશે, આપણામાં નહિ. તેથી અન્યના ગુણોની ઉત્પત્તિ સ્વમાં (પોતામાં) ન થાય એ માટે યોગ્યતા માનવાની જરૂર નથી; પરન્તુ સ્વગુણનો પ્રાગભાવ સ્વયોગ્યતાસ્વરૂપ હોવાથી કોઈ દોષ નથી. સ્વનો (પોતાનો) ભાવ એટલે જ સ્વભાવ; એ સ્વપરિણતિ સ્વરૂપ છે. બીજાના ગુણો પોતામાં ઉત્પન્ન થાય એવો સ્વભાવ ન હોવાથી પોતામાં એ ગુણો ઉત્પન્ન થતા નથી. આ રીતે સ્વગુણનો પ્રાગભાવ અને સ્વયોગ્યતા માત્ર સ્વમાં જ હોવાથી સ્વગુણો સ્વમાં જ ઉત્પન્ન થાય છે. આથી સમજી શકાશે કે સ્વગુણાદિનો પ્રાગભાવ; સ્વાદિ-યોગ્યતાપર્યવસિત છે. II૪-૬॥
પરમાત્મામાં અન્યાભિમત મહંત્ત્વાભાવસાધક અનુમાનને જણાવીને તેની દુષ્ટતા જણાવાય છે नित्यनिर्दोषताभावान्महत्त्वं नेति दुर्वचः । नित्यनिर्दोषता यस्माद् घटादावपि वर्त्तते ॥४-७॥
૧૪
-