________________
અનુમાનમાં હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહત્ પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વ(ચાવદ્દોષોના ધ્વંસ)ને માનવાથી તે તે દોષોના ધ્વંસને એટલે કે અનન્ત દોષÜસોને અથવા તે ધ્વંસોના સમુદાયને મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત માનવું પડે છે. તેની અપેક્ષાએ તો દોષસામાન્યના અત્યન્તાભાવ સ્વરૂપ એક જ નિર્દોષત્વને મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત માનવામાં લાઘવ છે. અને તેથી એમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ હેતુ અસિદ્ધ નહિ બને. કારણ કે નિત્યનિર્દોષત્વ પ્રસિદ્ધ થવાથી ઉપર જણાવ્યા મુજબ તેનો અભાવ પણ પ્રસિદ્ધ થશે. પરન્તુ ખરી રીતે પદપ્રવૃત્તિનિમિત્ત માત્ર પદાર્થાન્તરને સિદ્ધ કરવા સમર્થ નથી. કારણ કે કોઈ પદ જોઈને લોકમાં પદાર્થની કલ્પના કરાતી નથી, પણ પદાર્થ જોઈને આસપુરુષાદિના વચનાદિના અનુસારે પદનો વ્યવહાર પ્રવર્તે છે. તેથી મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વને સિદ્ધ કરવાનું શક્ય ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે. ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.।।૪-૮૫
જેમના દોષોનો સર્વથા ધ્વંસ થયો છે તેઓમાં રહેલું ‘વસ્તદોષત્વ’ મહત્ પનું પ્રવૃત્તિનિમિત્ત છે - એ પ્રમાણે જણાવીને એ ધ્વસ્તદોષત્વમાં શ્રી સમન્તભદ્રાચાર્યે જણાવેલ પ્રમાણ જણાવાય છે. અન્યથા આત્મામાં જેમ નિત્યનિર્દોષત્વ અસિદ્ધ છે તેમ ધ્વસ્તદોષત્વ પણ ક્યાં સિદ્ધ છે ? આવી શંકાનો સંભવ છે. તેથી ‘ધ્વસ્તદોષત્વ’માં પ્રમાણ બતાવાય છે – दोषावरणयोर्हानिर्निः शेषास्त्यतिशायनात् ।
क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥४-९॥
૧૯