________________
લેવાનો હોય તો એસિદ્ધિ દોષ.) વળી આ આપત્તિ પણ જે દોષ-આવરણ વ્યક્તિઓથી જુદી કરીને પછી એ વ્યક્તિ અંગે આપીએ છીએ એવું નથી. માટે દિનાગના મતમાં પ્રવેશ થઈ જવાનો પણ પ્રશ્ન નથી. એટલે બાધ અને અસિદ્ધિ દોષ ઊભા જ છે.]
યદ્યપિ આ પૂર્વે જણાવેલા બાધ અને સ્વરૂપાસિદ્ધિ વગેરે દોષોનું વારણ કરવા તોષાવર, નિ:શેષતાનિપ્રતિયોગિનાતી તારતમ્યવથાનિપ્રતિયોજિત્વા પ્રતિનિસ્વમવત, અર્થાત્ દોષ અને આવરણ, નિશેષાનિના પ્રતિયોગીમાં રહેનારી જાતિવાળા છે. કારણ કે તરતમતાવાળી હાનિના એ પ્રતિયોગી છે. દા. ત. વર્તમાન સુવર્ણનો મલ. - આ પ્રમાણે અનુમાન કરવાથી બાધ વગેરે કોઈ દોષ નહિ આવે. કારણ કે કોઈ પણ દોષાવરણમાં (દોષ અને આવરણમાં) નિઃશેષહાનિના પ્રતિયોગી એવા દોષ અને આવરણની જાતીયતા (દોષત્વ અને આવરણ7) પ્રસિદ્ધ હોવાથી બાધ નથી આવતો. અને છસ્થના દોષાવરણમાં તારતમ્યવધાનિપ્રતિયોગિત્વ હોવાથી અસિધિદોષ પણ આવતો નથી.પરન્તુ એ અનુમાનથી તો જે જાતિ સિદ્ધ થશે તે દોષ, આવરણ, સુવર્ણમલ : આ ત્રણમાં રહેનારી જાતિ તરીકે પાધિત્વજાતિની સિદ્ધિ થશે. તેથી દોષ અને આવરણ માત્રમાં રહેનારી જાતિને સિદ્ધ કરનારાને અર્થાન્તરદોષનો પ્રસંગ આવશે. તે ઉપર જણાવેલા અનુમાનથી દોષત્વ અને આવરણત્વ જાતિની જ સિદ્િધ થાય છે – એમ માની લઈએ તો સુવર્ણમલ સ્વરૂપ દૃષ્ટાન્તમાં દોષત્વાદિજાતિ ન હોવાથી દૃષ્ટાન્તમાં સાધ્યવિકલતા આવે છે. આથી સમજી શકાશે કે તોષાવાર
(૨૨)