________________
તો ત્યાં તારતમ્યવહાનિનું પ્રતિયોગિત્ય સ્વરૂપ હેતુ ન હોવાથી સ્વરૂપાસિદ્ધિ આવે છે. તેમ જ વીતરાગ પરમાત્મામાં દોષાવરણ ન હોવાથી પક્ષાપ્રસિદ્ધિ દોષ આવે છે.
વચિત્ હેતુ અને સાધ્યનું અસ્તિત્વ હોવાથી ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ ન આવે પરંતુ સાધ્યના આશ્રય તરીકે કોઈને પણ નિશ્ચિત ર્યા વિના સાધ્યનું આપાદન કરવાથી દિગ્ગાગના મતમાં પ્રવેશ થતો નથી એમ બનતું નથી. અર્થાઃ દિસાગના મતમાં પ્રવેશ થવાથી સ્વસિદ્ધાન્તની હાનિ થાય છે. ક્ષણિકવાદ(બૌદ્ધ)ને પ્રતિક્ષણ સર્વ વસ્તુની ભિન્નતા હોવાથી સન્તાનની અપેક્ષાએ જ ઐક્ય પ્રસિદ્ધ છે. જ્યારે નૈયાયિકાદિને તો સર્વત્ર ક્ષણિકતા અભિપ્રેત ન હોવાથી સાધ્યાશ્રયનો નિર્ણય કરીને જ પરને માટે સાધ્યને સિદ્ધ કરવાની આવશ્યકતા છે, જે વિત્ પદના ગ્રહણથી શક્ય બનતું નથી. દિગ્રાગમતમાં પ્રવેશ ન થાય : એ માટે સ્વવત્ પદનું ગ્રહણ ન કરીએ તો ઉપર જણાવ્યા મુજબ બાધ અને અસિદ્ધિ દોષો છે જ - એ સમજી શકાય છે. સ્વરિ...દ્રિનામતપ્રવેશ:’ - આ ગ્રન્થનું તાત્પર્ય મને જે રીતે સમજાયું તે રીતે ઉપર મેં જણાવ્યું છે. આ ગ્રન્થનું તાત્પર્ય ત્રિશત્ ત્રિશિલ્લા ભા. ૧ (પ્રકાશક :- દિવ્યદર્શન ટ્રસ્ટ - ધોળકા)માં ભાવાનુવાદકારે નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. | | આ દોષોનું વારણ વિત’ પર લગાવવાથી પણ નથી થઈ શકતું. એટલે કે કો'ક આત્મામાં રહેલા દોષ અને આવરણને પક્ષ તરીકે લેવામાં આવે તો પણ એ દોષ દૂર થતા નથી. એમાં પણ પૂર્વોક્ત દલીલ જ જાણવી. એટલે કે જો ક્વચિત્ તરીકે અવીતરાગ જીવ લેવાનો હોય તો બાધ દોષ અને વીતરાગ જીવ