Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ જેમ મલયના હેતુથી સુવર્ણાદિના બાહ્ય અને આભ્યન્તર મલનો ક્ષય થાય છે તેમ રાગાદિ દોષો અને જ્ઞાનાવરણીયાદિ કર્મસ્વરૂપ આવરણોની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે, કારણ કે તેમાં તરતમતા છે આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ : એ બંન્નેની હાનિ(ક્ષય-હાસ)માં દરેક જીવને આશ્રયીને તરતમતા (ઓછી-વધારે) દેખાય છે તેથી તે બંન્નેની હાનિ કોઈ આત્મામાં સર્વથા હોય છે. તેમાં સુવર્ણના મલને દૃષ્ટાન્ત તરીકે સમજવું. જેમ સુવર્ણમાં કોઈનામાં ઓછો; કોઈનામાં વધારે મલ હોવાથી મલની હાનિ તરતમતાવાળી જણાય છે અને તેથી તે મલની હાનિ કોઈ સ્થાને સર્વથા થાય છે તેમ જીવમાં કોઈનામાં રાગાદિ દોષો અને કર્મસ્વરૂપ આવરણ ઓછા-વધતા પ્રમાણમાં હોવાથી તેની હાનિ તરતમતાવાળી છે. તેથી કોઈ જીવમાં એ હાનિ સર્વથા થાય છે ત્યારે એ જીવમાં ધ્વસ્તદોષત્વ મનાય છે અને તે ધ્વસ્તદોષ આત્મા મહાન મનાય છે. અહીં નૈયાયિકોની દૃષ્ટિએ અનુમાનનું સ્વરૂપ જણાવીને તેના નિરાકરણ માટે યદ્યપિ ઇત્યાદિ ગ્રન્થ છે. એનો આશય એ છે કે; ટોપાવળે, નિ:શેષજ્ઞાનિપ્રતિયોનિની, તારતમ્યવદ્ધાનિપ્રતિયોશિāાત્-આ અનુમાનમાં દોષાવરણ પક્ષ છે. નિ:શેષહાનિ-પ્રતિયોગિત્વ સાધ્ય છે અને તારતમ્યવહાનિપ્રતિયોગિત્વ હેતુ છે. જેની હાનિ થાય છે તે હાનિના પ્રતિયોગી છે અને તેમાં (પ્રતિયોગીમાં) પ્રતિયોગિત્વ છે. ઉપર જણાવેલા અનુમાનમાં છદ્મસ્થના દોષાવરણને પક્ષ માનીએ તો ત્યાં નિ:શેષહાનિનું પ્રતિયોગિત્વ સ્વરૂપ સાધ્ય ન હોવાથી બાધ આવે છે. શ્રી વીતરાગપરમાત્માના દોષાવરણને પક્ષ માનીએ २०

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66