________________
આવશ્યક છે. તેથી આત્મામાં નિત્યનિષત્વ અપ્રસિદ્ધ નથી. આશય એ છે કે ની વગેરે પદોની પ્રવૃત્તિ (પ્રયોગ) જ્યાં નીલરૂપ વગેરે છે ત્યાં થાય છે. તેથી નીલરૂપ વગેરે, જેમ ની૦ પદ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત મનાય છે તેમ મત પદનું પણ કોઈ એક પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઈએ. કારણ કે પદમાત્ર પ્રવૃત્તિનિમિત્તવાળાં હોય છે. મહત્વ પણ નારિ પદોની જેમ પદ છે. તેથી તેનું પણ કોઈને કોઈ પ્રવૃત્તિનિમિત્ત હોવું જોઈએ. મહતું પદ જે પ્રવૃત્તિનિમિત્ત છે; તે “આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ છે - આ રીતે મહત પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે આત્મવૃત્તિ - નિત્યનિર્દોષત્વ સિદ્ધ થાય છે. અને તેથી ઘટાદિ અન્વયદૃષ્ટાન્તમાં (નિશ્ચિત-સાધ્ય-મહત્ત્વાભાવવહ્માં) આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવ સ્વરૂપ હેતુ પણ સિદ્ધ છે – એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત સ્વરૂપે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વને માની તેના આશ્રય તરીકે પુરુષાન્તરની કલ્પના કરવા કરતાં જેમના દોષોનો ધ્વંસ થયો છે, તે પુરુષના ધ્વસ્તદોષત્વ ને જ મહત્ પદની પ્રવૃત્તિના નિમિત્ત સ્વરૂપે માનવાનું ઉચિત છે. કારણ કે નિત્યનિર્દોષત્વાભાવ અત્યતાભાવસ્વરૂપ હોવાથી નિત્યસ્વાઘિટિત છે. તેથી તેની અપેક્ષાએ ધ્વસ્તદોષત્વ ને મહા પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે માનવામાં લાઘવ છે. એ પ્રમાણે માનવાથી નિત્યનિર્દોષત્વ (આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ)ની અપ્રસિદ્ધિથી તેના અભાવની પણ અપ્રસિધિથવાથી વીતરાનો न महान् आत्मवृत्तित्वविशिष्ट-नित्यनिर्दोषत्वाभावात् ॥
(૧૮