Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ રહેતું હોય ત્યાં રહેનાર) નિર્દોષતા વિવક્ષિત છે. તેથી નિત્ય પદ વ્યર્થ નહીં બને. ઘટાદિ પદાર્થમાં યદ્યપિ નિર્દોષતા હોવા છતાં નિત્યત્વ ન હોવાથી નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતાના અભાવના કારણે વ્યભિચાર નહીં આવે, પરન્તુ આકાશાદિ નિત્ય પદાર્થોમાં નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતા હોવાથી ત્યાં વ્યભિચાર આવે છે. આથી ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે ‘વીતરો ન મહાન્ નિત્યનિયોત્વામાવત્' અહીં મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્ય જ્યાં નિશ્ચિત છે ત્યાં ઘટાદિ (આકાશાદિ) અન્વયદૃષ્ટાન્તમાં નિત્યનિર્દોષત્વાભાવસ્વરૂપ સાધન-હેતુનું વૈકલ્ય છે. મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્યનો અભાવ જે મહત્ત્વસ્વરૂપ છે, તેનો નિશ્ચય જેમાં છે એ પરમાત્મા-ઈશ્વરસ્વરૂપ વ્યતિરેકદૃષ્ટાન્ત ઉભયવાદિસંમત નથી, તેથી દૃષ્ટાન્તાસિદ્ધિ છે. વીતરો ન મહાન્... આ અનુમાનનો કર્તા; વીતરાગને અસિદ્ધ માને તો તેને પક્ષાઽપ્રસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય છે. અને બીજા કોઈ પણ પ્રમાણથી વીતરાગપરમાત્માની સિદ્ધિ કરે તો તે પ્રમાણ કે જે શ્રી વીતરાગપરમાત્મા સ્વરૂપ ધર્મી(પક્ષ-વિશેષ્ય-ઉદ્દેશ્ય)નું ગ્રાહક-સાધક છે, તે પ્રમાણથી જ શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વ પણ સિદ્ધ થવાથી મહત્ત્વાભાવને સિદ્ધ કરવા માટે પ્રયુક્ત એ (નિત્યનિર્દોષત્વાભાવ) હેતુમાં બાધ આવે છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૪-૭ના - ઉપર જણાવેલા સાધનવૈકલ્યદોષને દૂર કરવા માટે જણાવેલા ઉપાયને જણાવીને તેનું નિરાકરણ કરાય છે — सात्मन्येव महत्त्वाङ्गमिति चेत् तत्र का प्रमा । पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ॥४-८॥ ૧૬

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66