________________
“આત્મામાં રહેનારી જ (ઘટાદિમાં રહેનારી નહિ) નિત્યનિર્દોષતા મહત્ત્વની પ્રયોજિકા છે. તેનો ઘટાદિમાં અભાવ હોવાથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે-આ પ્રમાણે કહેવામાં કોઈ પ્રમાણ નથી. નિત્યનિર્દોષ પુરુષની કલ્પના કરીને તેમાં મહત્ત્વ માનવું; એના કરતાં તો જે પુરુષના દોષો નાશ પામ્યા છે એમાં જ મહત્ત્વ માનવાનું સારું છે.” - અ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે વીતરાજ ન મદન (મહત્ત્વમાવવાન) નિત્યનિર્દોષત્વામીવાત્ આ અનુમાનમાં ઉપર (સાતમા શ્લોકમાં જણાવ્યા મુજબ ઘટાદિ અન્વયદૃષ્ટાન્તમાં સાધન-હેતુની વિકલતા જણાવી છે. એ દોષનું નિવારણ કરવા માટે આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વાભાવને હેતુ માનવો જોઈએ. ઘટાદિમાં રહેનારી નિત્યનિર્દોષતા આત્મામાં રહેનારી નથી. તેથી આત્મામાં રહેનારી નિત્યનિર્દોષતા ઘટાદમાં ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વનો અભાવ ઘટાદિમાં છે જ. આથી ઘટાદિમાં સાધનની વિકલતાનો પ્રસંગ આવતો નથી. પરંતુ આત્મામાં નિત્યનિર્દોષતા જ પ્રસિદ્ધ (પ્રમાણસિધ) નથી. તેથી, સાધનસ્વરૂપ અભાવ(આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષત્વાભાવ)નો પ્રતિયોગી (આત્મવૃત્તિત્વવિશિષ્ટ નિત્યનિર્દોષ7) પ્રસિદ્ધ ન હોવાથી તેના અભાવ સ્વરૂપ સાધનની (હેતુની) પણ પ્રસિદ્ધિ નથી. આથી સમજી શકાશે કે આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહદ્ પદ પ્રસિદ્ધ હોવાથી તે પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વ કોઈ પણ આત્મામાં માનવાનું
૧૭.