________________
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શ્રી વીતરાગ પરમાત્મામાં અનન્યસાધારણ ગુણોની યોગ્યતા સ્વભાવથી જ અનાદિકાળથી હોય છે. કાલાન્તરે એ યોગ્યતાને લઈને તથાવિધ સામગ્રીની પ્રામિથી એ ગુણો પ્રાપ્ત થાય છે. આથી એ સ્પષ્ટ છે કે અનાદિકાળથી (નિત્ય) શ્રીવીતરાગપરમાત્મા મહાન નથી. ગુણની પ્રાપ્તિ પૂર્વે પરમાત્મામાં દોષો હતા. પાછળથી તેઓ સર્વથા નિર્દોષ અને સમગ્ર ગુણથી પરિપૂર્ણ બન્યા. તેથી તેઓશ્રી મહાન છે. પરંતુ આ રીતે તેઓશ્રીને મહાન માનવાનું ઉચિત નથી. કારણ કે તેઓશ્રી નિત્યનિર્દોષ નથી. “વીતરા નમદા નિત્યનિષત્કામાવા” – આ અનુમાનથી પરમાત્મામાં આપણી જેમ મહત્ત્વાભાવ સિદ્ધ થાય છે. એ અનુમાનને દૂષિત કરતાં શ્લોકમાં તિ તુર્વર:... ઇત્યાદિ ગ્રન્થથી દોષ જણાવાય છે. એનો આશય એ છે કે – નિત્યનિર્દોષ ન હોવાથી પરમાત્મામાં મહત્ત્વ નથી.' - આ પ્રમાણે કહેવું એ યોગ્ય નથી. કારણ કે આવી નિર્દોષતા તો ઘટાદિ પદાર્થોમાં પણ હોવા છતાં ત્યાં મહત્ત્વ મનાતું નથી. જ્યાં જ્યાં નિર્દોષતા (નિત્ય -નિર્દોષતા) છે ત્યાં ત્યાં મહત્ત્વ છે-એ કહેવાનું શક્ય નથી. કારણ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતા હોવા છતાં મહત્ત્વ ન હોવાથી વ્યભિચાર આવે છે.
દોષના અત્યન્તાભાવ સ્વરૂપનિર્દોષતા છે. એ અત્યન્તાભાવરૂપ હોવાથી જ નિત્ય છે. તેથી કેવળ નિર્દોષતા પદથી એ અર્થ (નિત્યનિર્દોષતા) પ્રતીત થતો હોવાથી નિત્ય’ પદ યદ્યપિ વ્યર્થ છે. પરન્તુ નિત્યનિર્દોષતાનો અર્થ એ છે કે દોષસામાન્યનો અત્યન્તાભાવ હોવો જોઈએ અને દોષાત્યનાભાવવ વસ્તુ નિત્ય હોવી જોઈએ. અર્થાત્ નિત્યત્વવિશિષ્ટ (નિત્યત્વ જ્યાં