________________
અનન્યસાધારણ સ્વભાવ હોવાથી જ તેઓશ્રીનું મહત્ત્વ છે, જે સ્વભાવની ભિન્નતાને લઈને પરમાત્માનું મહત્ત્વ છે એ સ્વભાવનો ભેદ તીર્થની સ્થાપના વગેરે કાર્યથી મનાય છે તેથી પરમાત્માનું એ મહત્ત્વ કાર્યલિફ્ટક (કાર્યથી અનુમેય) છે, તે જણાવાય છે –
भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा । तथागपि देवस्य भेदोऽन्येभ्यः स्वभावतः ॥४-६॥
‘જેમ અજાત્યરત્ન કરતાં જાત્યરત્ન સ્વભાવથી જ શ્રેષ્ઠ હોય છે તેમ શ્રી તીર્થંકર પરમાત્મા, બીજા બધાની અપેક્ષાએ સ્વભાવથી જ મહાન છે'. - આ પ્રમાણે છઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનન્તાનન્ત જીવોમાં, શ્રી તીર્થંકર પરમાત્મા થવાની યોગ્યતા ખૂબ જ થોડા આત્માઓમાં રહેલી છે. એ પરમતારક આત્માઓની યોગ્યતા બીજા આત્માઓની યોગ્યતાથી જુદી છે. આ ભેદ(ફરક) અનાદિકાળથી છે, તેથી સ્વભાવથી છે. મિથ્યાત્વદશામાં અને અવ્યવહારરાશિમાં પણ આ ભેદ છે.
આ પ્રમાણે સ્વભાવભેદ માનવામાં ન આવે તો અન્યમાં રહેનારા ગુણોની ઉત્પત્તિ પોતામાં થશે. કારણ કે આવી જાતની સ્વભાવસિદ્ધ યોગ્યતા માનવામાં ન આવે તો બીજાના ગુણો જેમ બીજાના આત્મામાં ઉત્પન્ન થાય છે તેમ આપણા પોતાના આત્મામાં થઈ શકશે. પરન્તુ આવું બનતું નથી. તેથી માનવું પડે છે કે પોતાના આત્મામાં પોતાના જ ગુણો ઉત્પન્ન થવાની યોગ્યતા છે, જે અનાદિકાળની છે, દરેક આત્મામાં (પ્રત્યાત્મ) જુદી જુદી છે. એ અસાધારણ યોગ્યતાને લઈને તે તે આત્મામાં