________________
કારણે પણ પરમાત્માનું બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વ મનાય છે. બાહ્ય ઔદિયકભાવોના કારણે બાહ્યમહત્ત્વ અને આભ્યન્તર ક્ષાયિકભાવોના કારણે આભ્યન્તર મહત્ત્વ મનાય છે. માત્ર ઔદયિકભાવાદિ સ્વરૂપ મહત્ત્વ માયાવી વગેરેમાં પણ હોવાથી ઔદિચકભાવિશિષ્ટ ક્ષાયિકભાવ સ્વરૂપ મહત્ત્વ જ કથંચિદ્ બાહ્ય અને આભ્યન્તર મહત્ત્વના વ્યવહારનો વિષય બને છે. આ રીતે વિશિષ્ટ(ક્ષાયિકજ્ઞાનાદિવિશિષ્ટ) બાહ્યસમ્પ્રદા માયાવી વગેરેમાં ન હોવાથી વ્યભિચાર આવતો નથી.।।૪-૪૫ આભ્યન્તર મહત્ત્વને જણાવનાર બાહ્યસમ્પદાનું મહત્ત્વ તરીકે વર્ણન કરીને હવે તે દૃષ્ટાન્તથી જણાવાય છે बहिरभ्युदयादर्शी भवत्यन्तर्गतो गुणः ।
-
मणेः पटावृतस्यापि बहिर्ज्योतिरुदञ्चति ॥४-५॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે બહાર અભ્યુદયને જણાવનારો અન્તર્ગત ગુણ હોય છે. વસ્ત્રથી આચ્છાદિત એવા પણ મણિની કાન્તિ બહાર ફેલાતી હોય છે. આવી જ રીતે આભ્યન્તર ગુણથી યુક્ત એવી બાહ્યસમ્પદાથી પૂજ્ય શ્રી પરમાત્માનું મહત્ત્વ મનાય છે. ૪-૫
પાંચમા શ્લોકથી શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ; દૃષ્ટાન્તપૂર્વક; બાહ્યસમ્પદાથી અભિવ્યક્ત થતું આન્તરિક ગુણ સ્વરૂપ જણાવ્યું. વસ્ત્રથી આચ્છાદિત હોવા છતાં મણિની બાહ્ય પ્રભાના કારણે જેમ મણિનું આન્તરિક મહત્ત્વ જણાય છે તેમ જ કર્માચ્છાદિત હોવા છતાં વિશિષ્ટરૂપાદિ બાહ્યસમ્પદાના કારણે પરમાત્માનું આન્તરિક ક્ષાયિકભાવના ગુણ સ્વરૂપ મહત્ત્વ જણાય છે. આ પ્રમાણે આ પૂર્વે જણાવીને હવે; પરમાત્માનો
૧૨