________________
પરન્તુ અવચ્છેદ્ય અને અવચ્છેદક તેમ જ લિગ અને લિગી – એ બેમાં સ્યાદ્વાદને આશ્રયીને કથંચિત્ અભેદ હોવાથી એ પ્રમાણે જણાવવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે વીતરો महान् संवादिवचनवत्त्वाद् ने वीतरागः संवादिवचनवत्त्वेन महान् અહીં શ્રીવીતરાગપરમાત્મામાં મહત્ત્વને સંવાદિવચનવત્ત્વ હેતુથી સિદ્ધ કર્યું છે અને જણાવ્યું છે. એમાં મહત્ત્વ સાધ્ય છે (લિંગી છે) અને તેમાં હેતુ-સાધન (લિંગ) સંવાદિવચનવત્ત્વ (વચન) છે. સ્યાદ્વાદને આશ્રયીને લિગ (સાધન) અને લિડ્ડી (સાધ્ય) એ બેમાં કથંચિદ્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપ લિડ્સને મહત્ત્વસ્વરૂપે (લિઙ્ગી-સાધ્ય સ્વરૂપે) વર્ણવ્યું છે. તેમ જ वीतरागः संवादिवचनवत्त्वेन महान् આ પ્રતીતિમાં વીતરાગપરમાત્માનું વિશેષણ મહત્ત્વ છે અને મહત્ત્વનું વિશેષણ સંવાદિવચન છે. વિશેષણનું વિશેષણ પ્રથમ વિશેષણમાંની વિશેષણતાનું અવચ્છેદક કહેવાય છે. અને તેનાથી અવચ્છેદ્ય તે વિશેષણતા (વિશેષણ) મનાય છે. આથી સમજી શકાશે કે મહત્ત્વ અવચ્છેદ્ય છે અને તેનું અવચ્છેદક સંવાદિવચન છે. સ્યાદ્વાદને આશ્રયીને એ બંન્નેનો પણ કથંચિદ્ અભેદ હોવાથી સંવાદિવચનસ્વરૂપે મહત્ત્વનું વર્ણન કરવામાં કોઈ અનુપપત્તિ નથી..વગેરે અધ્યાપક પાસેથી સમજી લેવું... II૪-૨ા
પૂર્વ શ્લોકમાં જણાવ્યા મુજબ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સંવાદિવચનરૂપે જ ભગવાન શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ જણાવ્યું છે, તે જણાવાય છે
पक्षपातो न मे वीरे न द्वेष : कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||४- ३ ||
૧૦
-